પોષ : ૨૪૮૯ : ૧૩ :
મોક્ષમાર્ગની આદિ – મધ્ય – અંતમાં નિશ્ચય(સ્વાશ્રિત)
શ્રદ્ધા – જ્ઞાન અને એકાગ્રતા જ
કાર્યકારી છે?
(સમયસારજી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ગા. ૩૯૦ થી ૪૦૪ પર પૂ. ગુરુદેવના પ્રવચનો)
તા. ૧૧–૮–૧૯૬૨
ભાવાર્થ :– આત્મા જ્ઞાન સ્વભાવી છે પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી ભિન્ન છે. અને પોતાના
જ્ઞાનાદિ સ્વભાવથી અભિન્ન છે. અહીં એમ બતાવ્યું કે આત્માનું નિર્દોષ લક્ષણ જ્ઞાન–દર્શનમય ઉપયોગ
છે અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે. કારણ કે જ્ઞાન લક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન
અતીન્દ્રિય જ્ઞાનમય અનુભવગોચર થાય છે. જ્ઞાન માત્ર કહો કે અનંતગુણનો પિંડ આત્મા કહો તે એક
છે. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. પ્રથમથીજ સંયોગ. વિકાર (પુણ્યપાપ શુભાશુભ રાગ)
અને વ્યવહારનો આશ્રય શ્રદ્ધામાંથી છોડી અનાદિ અનંત પૂર્ણ–જ્ઞાન ધન સ્વભાવી હું આત્મા છું એમ
નિશ્ચય કરી, તેમાં નિર્વિકલ્પ અનુભવ કરવો તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. અહીં સમ્યગ્દર્શન તે જ આત્મા
એમ કહ્યું છે.
જે જ્ઞાન રાગમિશ્રિત ખંડખંડ થતું હતું તે જ જ્ઞાન સર્વ ભેદને ગૌણ કરનાર એવા શુદ્ધનય દ્વારા
પૂર્ણજ્ઞાનઘન મારો આત્મા છે એમ સ્વસંવેદનથી આત્માની પ્રસિદ્ધિ કરે છે–આત્માને જાણે છે–અનુભવે
છે, તે જ્ઞાન આત્મા જ છે. શાસ્ત્રમાં જ્ઞાન નથી. સ્વરૂપાચરણ ચારિત્ર ઉપયોગ અને અતીન્દ્રિય
જ્ઞાનાનંદમાં લીનતારૂપી ચારિત્ર તે આત્મા જ છે. કેમકે દર્શન–જ્ઞાન–ચારિત્રમાં આત્મા જ રહે છે.
આત્માનું વેદન થઈ અંદર નિર્મળ વિકાસ થયો તે જ્ઞાન જ આત્મા છે. બહારમાં અગિયાર અંગનું જ્ઞાન
હોય તે જ્ઞાન નથી; પણ સ્વાશ્રયે ખીલેલું જ્ઞાન તે જ જ્ઞાન છે.
સંવત્ ૧૯૮૨ માં પ્રશ્ન થયેલો કે અત્યારે સૂત્ર (જિનાગમ શાસ્ત્ર) કેટલા વિદ્યમાન છે? તેના
ઉત્તરમાં કહેલું કે વર્તમાનમાં ભરતક્ષેત્રમાં સમ્યગ્દ્રષ્ટિ જીવને સ્વાવલંબી જ્ઞાનનો જેટલો વિકાસ હોય
તેટલા સૂત્ર હાલ વિદ્યમાન છે અને તેટલું આગમજ્ઞાન છે–બાકી વિચ્છેદરૂપ સમજવું.
સ્વાવલંબી જ્ઞાન વિના શાસ્ત્રમાં શું લખ્યું છે તેનો નિકાલ કોણ કરશે? વિકલ્પમાં, શુભરાગમાં
એવી તાકાત નથી, શાસ્ત્રના શબ્દજ્ઞાનમાં ભાવજ્ઞાનની તાકાત