Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 29

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૩૧
નથી, કે સમ્યગ્જ્ઞાન પ્રગટ કરે; પણ સ્વદ્રવ્યના આલંબનથી ભેદજ્ઞાનપૂર્વક જેટલો જ્ઞાનનો વિકાસ થયો
તેટલું અંગ–પૂર્વગત જ્ઞાન હાલ વિદ્યમાન છે.
નિજ શુદ્ધાત્માના આશ્રયરૂપ નિર્વિકાર દશા ઉત્પન્ન થઈ, નિર્મળ પર્યાય થઈ તેટલું સમ્યગ્જ્ઞાન
ચારિત્ર છે. અહીં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે. જોકે આત્મામાં અનંત ધર્મો અને
અનંત ગુણો છે તોપણ તેમાંના કેટલાક તો છદ્મસ્થને ગોચર જ નથી, તેથી તે ધર્મોદ્વારા અલ્પજ્ઞ પ્રાણી
આત્માને કઈ રીતે ઓળખે? વળી કેટલાક ધર્મો સ્પષ્ટ અનુભવ ગોચર છે; તેમાંના કેટલાક તો
અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ તોઅન્ય દ્રવ્યોમાં પણ છે, માટે તે દ્વારા આત્મા પરથી જુદો જાણી
શકાય નહિ, અને કેટલાક પર્યાયધર્મો પરદ્રવ્યના સંબંધથી થયેલા છે, તે દ્વારા પરમાર્થભૂત આત્માનું
શુદ્ધસ્વરૂપ કેવી રીતે જણાય? માટે જ્ઞાનદ્વારા જ આત્મા લક્ષિત થઈ શકે છે. દયા, દાન, પૂજા, ભક્તિના
શુભરાગથી આત્મા લક્ષમાં આવતોનથી. કારણ કે કષાયની મંદતામાં એવી તાકાત નથી કે ચૈતન્યમૂર્તિ
આત્માને ગ્રહણ કર શકે. જેને શુભરાગરૂપ વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે તે પણ આસ્રવત્ત્વ
અનાત્મભાવ છે, ચૈતન્યની જાગૃતિને રોકનાર અજાગૃત ભાવ છે. માટે શુભભાવ કારણ અને વીતરાગ
ભા૧વ કાર્ય એક ત્રણકાળમાં બની શકતું નથી. માત્ર નિમિત્તપણું બતાવવા ઉપચારથી સાધન કહેવાની
રીત છે. ભૂમિકાનુસાર આટલો વીતરાગભાવ હોય ત્યાં નિમિત્તમાં આવું હોય છે એમ જાણવું તે
વ્યવહારનયનું પ્રયોજન છે.
જ્ઞાનીને ભૂમિકાનુસાર શુભભાવ આવે છે પણ જેને ભેદવિજ્ઞાન નથી તેઓ એમ માને છે કે
પ્રથમ આહાર શુદ્ધિ કરીએ તો મનશુદ્ધિ થાય અને તો આત્માનું જ્ઞાન થાય, તેને પ્રથમ ધર્મ શું તેની પણ
ખબર નથી. શુદ્ધ અશુદ્ધ આહાર આત્મા થઈ શકતો નથી પણ તે સંબંધી રાગ કરી શકે છે. ધર્મના નામે
ગમે તેટલા શુભરાગની ક્રિયા કરે એ વ્યવહાર સંબંધી શુભરાગમાં પણ એવી તાકાત નથી કે જે વડે
શાસ્ત્રના સાચા અર્થ સમજી શકાય પણ શુદ્ધનયનું પ્રયોજન સમજી ભેદજ્ઞાન કરે તો સ્વસન્મુખ
થઈશકાય છે. આ રીતે તત્ત્વ વિચારરૂપ ઉદ્યમપૂર્વક પ્રગટ થવાવાળાં સ્વસન્મુખ જ્ઞાનમાં જ એવી
તાકાત છે કે સત્ય અસત્યનો નિર્ધાર કરી શકે.
મનના સંગે જે શુભરાગ થાય છે તેનાથી પણ આત્મા ઓળખી શકાતો નથી. પણ આત્માને
અનુસરે એવા જ્ઞાન લક્ષણદ્વારા પરમાર્થભૂત આત્મા જાણી શકાય છે. અહીં જ્ઞાનને આત્મા કહ્યો છે,
કારણ કે અભેદ અપેક્ષાએ ગુણ–ગુણી અભેદ હોવાથી જ્ઞાન તે જ આત્મા છે. તેથી જ્ઞાન કહો કે આત્મા
કહો તેમાં કોઈ વિરોધ નથી. પરાશ્રયની બુદ્ધિ છોડીને, સ્વસન્મુખતાના બળથી ભગવાન આત્માને
ધ્યેયરૂપે પકડીને, જ્ઞાન લક્ષણ વડે આત્માને જાણ્યો કે આ હું છું તે જ્ઞાન સ્વરૂપ જ આ આત્મા છે એમ
પ્રથમ શ્રદ્ધામાં નિર્વિકલ્પ અનુભવ થવો તે પ્રથમમાં પ્રથમ ધર્મ છે.
પ્રથમ ઉપાયમાં જ પરથી ભિન્ન, રાગના પક્ષથી ભિન્ન જ્ઞાન માત્ર એટલે નિમિત્ત અને રાગના
મિશ્રણ વિનાનો એકલો જ્ઞાનસ્વરૂપ આત્મા તે હું છું એમ નિર્ણય કરવા માટે તત્ત્વ વિચારમાં ઉદ્યમી
થવાનો ઉપદેશ છે. તેથી કહ્યું છે કે જેનાથી યથાર્થ ઉપદેશ મળે એવા જિનવચનનું શ્રવણ કરવું ને તેમાં
ગ્રહણ શું કરવું કે શુદ્ધનયના વિષયને ગ્રહણ કરવો. કોઈ પણ પ્રકારનો રાગ આશ્રય કરવા જેવો નથી,
પરથી લાભ નુકશાન નથી, પણ પોતાના ભાવથી પોતાનું લભું ભૂંડું થઈ શકે છે. પ્રથમ પોતાની વિકારી
પર્યાયને પણ પરથી ભિન્ન સ્વતંત્ર સત્ તરીકે સ્વિકાર કરવા કહે છે કે પર્યાયમાં પણ પરથી ભિન્ન અને
પોતાના ત્રિકાળી ભાવોથી અભિન્ન આત્માને જાણવો; ત્યાં પરથી ભિન્ન કહેતાં, વર્તમાન અશુદ્ધ પર્યાય
પણ તારાથી સ્વતંત્રપણે કરાયેલી છે, સત્ છે. કાળના