પોષ : ૨૪૮૯ : ૧પ :
કારણે, જડ કર્મના કારણે, સંયોગના કારણે તને રાગદ્વેષ, સુખ દુઃખ કે ભૂલ નથી. પરને કારણે મારૂં
કાર્ય નથી એમ નક્કી કર્યા પણ ક્ષણિક વિકાર, અધુરી પર્યાય જેવો ને જેટલો હું નથી, પણ ત્રિકાળ
નિર્મળ જ્ઞાનાનંદથી ભરેલો તે હું છું એમ સ્વસન્મુખ જ્ઞાન દ્વારા મારો ધ્રુવ સ્વભાવ વિભાવથી પૃથક છે,
મારામાં બેહદ સામર્થ્ય છે એનું ભાન કરી શકાય છે પછી જ ભેદનો આશ્રય છોડી સ્વરૂપના
આલંબનથી નિર્વિકલ્પ સમ્યગ્દર્શનરૂપી ધર્મ શરૂ થઈ શકે છે. સમ્યગ્દર્શનનું ધ્યેય ત્રિકાળી દ્રવ્ય–ગુણ
અને શક્તિરૂપ ધ્રુવશક્તિરૂપ અખંડ વસ્તુ છે; તેમાં અને તેના આશ્રયથી તો મિથ્યાત્વ, પુણ્ય પાપ
વિકાર ઉત્પન્ન થતાં જ નથી. દ્રવ્યસ્વભાવ જ ચૈતન્યમય નિર્મળ પર્યાયનું કારણ છે પણ પુણ્ય પાપરૂપ
વિભાવનું કારણ નથી; અને તેના આશ્રયે ઉઘડેલ સાધકભાવ પણ વિભાવનું કારણ નથી. પોતાના
ચૈતન્ય ભાવનું અભાન–વિભ્રમ જ પુણ્ય પાપ અને મિથ્યાત્વરૂપી સંસારનું કારણ છે.
ટીકામાં છેવટે એમ કહ્યું કે જે પોતાના અપરાધથી પોતાનીય પર્યાયમાં અનાદિ અજ્ઞાનથી થતી
શુભાશુભ ઉપયોગરૂપ પરસમયની પ્રવૃત્તિને પ્રથમ નિર્મળ શ્રદ્ધા જ્ઞાન દ્વારા દૂર કરીને અર્થાત્ પોતાને
નિશ્ચય સમ્યગ્દર્શનાદિરૂપે પરિણમાવીને અનાત્મા (આસ્રવ) નાઅભાવ સ્વભાવપણે પોતાને
અનુભવીને સ્વાવલંબી કર્યો તેનું નામ પર સમયથી–પરભાવથી નિવૃત્તસ્વરૂપ અને સ્વસમયમાં
(નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન, શાન્તિમાં) પ્રવૃત્તિરૂપ ધર્મ છે–એ વડે પૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવની પ્રાપ્તિ થાય છે–
એમ પ્રથમથી જ આવો આત્મા જ્ઞાનલક્ષણ વડે પ્રતીતિ સહિત અનુભવમાં આવે છે.
જડકર્મ મારગ આપે તો શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય, દર્શનમોહ કર્મ ટળે તો ધર્મ થાય એમ નથી;
અમુક સંયોગ, અમુક કાળ, અને તીર્થંકર ભગવાન બિરાજતા હોય તે ક્ષેત્ર મળે તો આત્માને ધર્મ થાય
એમ નથી. નિમિત્તની રાહ જોવી પડતી નથી. સ્વાશ્રયની દ્રષ્ટિથી જાગ્યો ત્યાં સર્વ સમાધાનરૂપ પોતાનો
આત્મા જ પોતાને ધ્રુવ શરણરૂપ ભાસે છે. ચૈતન્યના સ્વરૂપમાં વિવાદ નથી. સ્વરૂપની રુચિ અને
સ્થિરતા માટે પરના આલંબનની અપેક્ષા નથી.
દર્શન–જ્ઞાન–ચારિત્રના પરિણામ સ્વરૂપ મોક્ષમાર્ગ છે તે સ્વસમયરૂપ પરિણમન પ્રાપ્ત કરીને,
જેમાં કોઈ ગ્રહણ ત્યાગ નથી એવા સાક્ષાત્ સમયસારરૂપ, પરમાર્થરૂપ, જ્ઞાનાનંદ એકલો આત્મા
પ્રાપ્તની પ્રાપ્તિરૂપ થાય છે.
વિજ્ઞાનઘન સ્વભાવમાં તથા તેના અનુભવમાં, હું વિજ્ઞાનઘન છું એવો વિકલ્પ નથી. તેમાં પરનું
અથવા રાગાદિનું ગ્રહણ ત્યાગનથી, તથા સ્વરૂપને ગ્રહણ કરૂં એવો વિકલ્પ પણ નથી. આ સર્વ
વિશુદ્ધજ્ઞાનનો અધિકાર છે તે વિશેષ સ્પષ્ટપણે સમયસાર (શુદ્ધાત્મા) ને બતાવે છે.
દ્રવ્ય, ગુણ તો નિત્ય શુદ્ધ છે. પણ શુદ્ધ દ્રષ્ટિ દ્વારા ભેદને ગૌણ કરીને સામાન્ય એકરૂપ
સ્વભાવનો આશ્રય કરવામાં આવે પછી પ્રગટ પર્યાયમાં વિશેષ શુદ્ધતારૂપે પરિણમનદ્વારા સ્વરૂપમાં
નિશ્ચલ થયો ત્યારે ચારિત્ર અપેક્ષામાં પણ સાક્ષાત્ સમયસાર સ્વરૂપ, પરમાર્થરૂપ, નિશ્ચળ રહેલા, શુદ્ધ,
પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્માને) દેખવું થવું.
મોક્ષમાર્ગની આદિ, મધ્ય, અંત (પૂર્ણતા) માં નિશ્ચયશ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ આત્મઅવલોકન
જ કાર્યકારી છે; ત્યાં દેખવું ત્રણ પ્રકારે છે:–
(૧) શુદ્ધનયનું જ્ઞાન કરી પૂર્ણ વિજ્ઞાનઘન આત્માના સ્વભાવનો નિશ્ચય કરી સ્વાનુભૂતિદ્વારા
પૂર્ણ જ્ઞાન સ્વરૂપનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. મિથ્યા અભિપ્રાય રહિત, રાગના આશ્રય
રહિત, ભેદ જ્ઞાનદ્વારાપૂર્ણ જ્ઞાનઘન એકરૂપ વસ્તુ છું એમાં ઝુકાવ કરી પૂર્ણ જ્ઞાનઘન ઉપર ધ્યેય રહેવું તે
શુદ્ધનયદ્વારા નિર્વિકલ્પ દેખવું તો અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે, નિશ્ચય મોક્ષમાર્ગ માટે
વ્યવહાર જોઈએ એમ