Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 29

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૩૧
કહ્યું નથી. પ્રથમ નિશ્ચય સમ્યગ્દર્શન વિના વ્રત, તપ, સંયમ પ્રતિમા આદિ હોય નહિ. ત્રણેકાળે ઘી, લોટ
અને ગોળની સુખડી થાય પણ તેને બદલે માટી–મૂત્રાદિમાંથી સુખડી થાય નહિ, તેમ કોઈપણ પ્રકારનો
રાગ તે વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ નથી, પણ વિરુદ્ધ ભાવ છે. તેથી શુભરાગરૂપ વ્યવહાર વ્રતાદિથી
નિશ્ચય મોક્ષમાર્ગ થાય નહીં, એ નિયમ અનેકાન્ત સિદ્ધાંત છે. શુભરાગ આવે–હોય તે જુદી વાત છે, ને
તેનાથી ધર્મ થાય એમ માનવું તે જુદી વાત છે પુણ્ય–શુભરાગ–નિમિત્ત તેના કાળે હોય છે તેનો નિષેધ
નથી પણ તેનાથી ધર્મ માનવારૂપ ઊંધી માન્યતાનો નિષેધ સાચી સમજણ માટે છે.
ભેદજ્ઞાનપૂર્વક શુદ્ધનયદ્વારા અખંડ જ્ઞાનાનંદ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કરવાથી જ નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન
અને અતીન્દ્રિય આનંદમાં લીનતારૂપ મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે; તેનાથી વિરુદ્ધ બીજો કોઈ મોક્ષમાર્ગ
નથી. જ્ઞાનીને નીચલી દશામાં દયા, દાન, પૂજા, ભક્તિ વ્રતાદિના શુભભાવ હોય છે, તે જાતનો રાગ
ત્યાં નિમિત્તરૂપે હોય છે પણ તે વીતરાગભાવને ઉત્પન્ન કરી શકે એમ કદી બનતું નથી. સંયોગ અને
રાગની રુચિવાન માને છે કે વ્યવહાર જોઈએ, નિમિત્ત જોઈએ, એ હોય તો નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર
થાય એમ તેની દ્રષ્ટિમાં મહાન અંતર છે. સંયોગ અને રાગની રુચિ હોવાથી તે જીવ આત્માનો
તિરસ્કાર કરે છે. આસ્રવની એટલે કે સંસારની ભાવના ભાવે છે. પ્રથમ વ્યવહાર જોઈએ એમ
માનનારને બહિરાત્મા કેમ કહ્યો છે કે તે વ્યવહારનયના કથનને નિશ્ચયનયના કથન માને જ છે,
લક્ષ્યાર્થને સમજતા જ નથી.
દાન તો દેવું જોઈએ ને? દાન દેવાનો શુભભાવ જ્ઞાનીને પણ હોય છે પણ સ્વરૂપનું દાન પોતાને
નિર્મળ પરિણતિનું દેવું જોઈએ તે કદિ દીધું નથી. રાગની ક્રિયાનો અહંકાર અનંતવાર કરેલ છે. ત્રિકાળી
વીતરાગઘન સ્વરૂપમાં વીતરાગી દ્રષ્ટિ અને શાન્તિ દેવી અને લેવી એવું દાન કદિ કર્યું નથી. સાક્ષાત્
ભગવાનની ધર્મસભામાં (સમવસરણમાં) બેઠો હોય તોપણ શુભ રાગ કરવા જેવો છે, નિમિત્તથી કાર્ય
થઈ શકે છે એમ કર્તાપણાની શ્રદ્ધા છે તો તેનું બધું વર્તન મિથ્યાદર્શનથી ભરેલું છે. જ્ઞાનીને તો શ્રદ્ધા–
જ્ઞાનમાં નિરંતર સર્વ સમાધાનની અસ્તિ અને વિરોધની નાસ્તિરૂપે સ્વાશ્રયનું બળ વર્તતું જ હોય છે.
પછી વિશેષ પુરુષાર્થદ્વારા છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી જીવનું જ્ઞાનાનંદમાં દેખવું છે.
(૨) બીજા પ્રકારે જ્ઞાન સ્વભાવનું દેખવું કઈ રીતે થાય છે કે ભૂતાર્થ સ્વભાવમાં વિશેષ
સાવધાનપણે વર્તતા બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી પૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપમાં એકાગ્રતાનો અભ્યાસ
કરવો, ઉપયોગને જ્ઞાનઘન આત્મામાં જ થંભાવવો. જેવું શુદ્ધનયથી પોતાના પૂર્ણ સ્વરૂપને સિદ્ધ
પરમાત્મા સમાન જાણ્યું–શ્રધ્યું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર કરવું–સ્થિર કરવું, વારંવાર
તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું દેખવું છે.
(૩) સાતિશય પુરુષાર્થ દ્વારા જ્ઞાન સ્વભાવનું ઉગ્ર આલંબન તેના બળવડે પૂર્ણ એકાગ્રતા થતાં,
પૂર્ણ જ્ઞાનનું સર્વ પ્રકારે સાક્ષાત્ દેખવું થાય છે. મોક્ષમાર્ગની આદિ, મધ્ય અને પૂર્ણતામાં ક્્યાંય પણ
નિમિત્ત દ્વારા, શુભ વ્યવહાર દ્વારા દેખવું એમ કહ્યું નથી. સ્વાશ્રયી દ્રષ્ટિ, જ્ઞાન અને એકાગ્રતા તે જ શુદ્ધ
સ્વરૂપને પ્રાપ્ત કરવાની રીત કહી છે. વ્યવહારને યાદ કર્યો નથી. માત્ર તે યથાપદવી જાણવા યોગ્ય છે.
કોઈ કહે, શું વ્યવહારનય સર્વથા અસત્યાર્થ છે? ભાઈ! ભગવાને તો નિશ્ચયનયને સત્યાર્થ કહેલ છે.
વ્યવહારના સ્થાનમાં વ્યવહાર ભલે હોય–તેનો નિષેધ નથી. પણ તેના આલંબનથી રાગની ઉત્પતિ
થાય છે–એમ જાણવું જોઈએ. એક પંડિતજી કહેતા હતા કે અમારી દ્રષ્ટિ નિમિત્તથી અને રાગથી પણ
લાભ થાય–એમ માનવા ઉપર હતી તેથી શાસ્ત્રમાં નિશ્ચયની વાત આવે તો