Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 29

background image
પોષ : ૨૪૮૯ : ૧૭ :
છોડી દઈએ અને વ્યવહારની–નિમિત્તની વાત આવે તેનો વિસ્તાર કરીએ. પણ દિગંબર સંતો અને
પ્રાચીન પંડિતજીએ વ્યવહારનયના આશ્રયનું ફળ સંસાર છે એમ સ્પષ્ટ જણાવેલ છે–એ વાત અમે
સમજ્યા નહિ.
કળશ–૨૩પ અર્થ–અન્ય દ્રવ્યોથી ભિન્ન, પોતામાં જ નિયત, પૃથક વસ્તુપણાને ધારતું (સામાન્ય
દ્રવ્ય ગુણ અને વિશેષમાં કાર્યરૂપ પર્યાયોથી સ્વતંત્ર વસ્તુ સ્વરૂપને વસ્તુ કહે છે) પરના ગ્રહણ ત્યાગથી
રહિત, રાગાદિ મળ રહિત જ્ઞાનસ્વરૂપ છે તે સ્વાવલંબી જ્ઞાનદ્વારા અવસ્થિત (નિશ્ચલ) પણે અનુભવાય
છે. સામાન્ય વસ્તુમાં તો પરનું ગ્રહણ ત્યાગ નથી પણ પર્યાયમાં તો હતું ને? ના, પર્યાયમાં એટલે પ્રગટ
દશામાં અજ્ઞાનભાવે પરનું ગ્રહણ ત્યાગ માનતો હતો તે સ્વાવલંબી જ્ઞાનદ્વારા મિથ્યાભાવથી છૂટી,
એકાગ્રતાનો અભ્યાસ વધતાં ચારિત્રમાં પરમ વિશુદ્ધતા પ્રગટ કરવાથી, જીવ સાક્ષાત્ સર્વવિશુદ્ધ કૃતકૃત્ય
થાય છે અને શુદ્ધ જ્ઞાનઘનરૂપ તેનો મહિમા એવો ને એવો સદા ઉદયમાન રહે છે.
આવા જ્ઞાનસ્વરૂપ આત્માનું આત્મામાં ધારણ કરવું તે જ ગ્રહવા યોગ્ય સર્વ ગ્રહ્યું અને ત્યાગજા
યોગ્ય સર્વ ત્યાગ્યું. પરથી, રાગાદિથી ઉપેક્ષા તે ત્યાગ અને અભેદ પૂર્ણસ્વરૂપની અપેક્ષા તે ગ્રહવા યોગ્યનું
ગ્રહણ છે. પ્રથમ શ્રદ્ધામાં અને પછી ક્રમે ક્રમે ચારિત્રમાં સ્વાશ્રયના બળથી આ બધું થઈ જાય છે.
કળશ–૨૩૬–અર્થ પોતાને ભૂલી શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વીર્યાદિ શક્તિ પરાશ્રયમાં, પરસન્મુખતામાં
રોકાતી હતી તે સર્વ શક્તિને સ્વસન્મુખ કરી, સ્વમાં એકમેક કરી, જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ
પડતા હતા તેને જાણી, જ્ઞેયોના આશ્રયે જ્ઞાનમાં ખંડખંડ થવું છોડી, અખંડ ધ્રુવધામમાં, પૂર્ણ
વિજ્ઞાનઘનમાં એકાગ્રતાથી પોતાની સર્વ શક્તિને લીન કરી તે જ કૃતકૃત્યતા છે.
ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને તેની સર્વ અવસ્થામાં કાયમ રહે તેને
ગુણ કહે છે. આત્મા પણ પોતાના જ્ઞાન, દર્શન, સુખ ચારિત્ર, વીર્ય, પ્રભુત્વ, સ્વચ્છત્વ, અસ્તિત્વ આદિ
અનંત ગુણોની પિંડ છે, તેને શુદ્ધનય દ્વારા અનુભવમાં ગ્રહણ કરવો, પૂર્ણજ્ઞાનઘન આત્માને આત્મામાં
ધારણ કરવો તે કૃતકૃત્યપણું છે. સ્વામીત્વ અપેક્ષાએ શ્રદ્ધામાં ચોથા ગુણસ્થાનથી અને ક્રમે ક્રમે
ચારિત્રમાં ૧૩મે ગુણસ્થાને આ પ્રકારે સર્વ વિશુદ્ધજ્ઞાન પૂર્ણ થાય છે.
હવે આચાર્યદેવ કહે છે કે આત્મા સદા જ્ઞાનસ્વરૂપી છે, અતીન્દ્રિય જ્ઞાન શરીરી છે–આવા જ્ઞાનને
પુદગલમય દેહ જ નથી–એવા અર્થનો શ્લોક કહે છે:– આત્મા દ્રવ્યદ્રષ્ટિથી પરને ગ્રહતો છોડતો નથી,
ખાતોપીતો નથી પણ વ્યવહારથી પર્યાયમાં તો પરનું કરી શકે છે ને? ના, વ્યવહાર તો અંશે સરાગ
અને વીતરાગના ભેદ, ભૂમિકાને યોગ્ય હોય છે, ત્યાં એ જાતનો રાગ અને તેમાં નિમિત્ત કોણ હોય તે
બતાવવા માટે મુનિ આહાર પાણી ગ્રહણ કરે છે એવા રાગને ઓળખાવવાનું કથન છે. પણ પરનું કાર્ય
આત્મા કરી શકતો જ નથી કેમકે આત્મા સદા અમૂર્તિક જ છે.
કળશ–૨૩૭–અર્થ–આમ (પૂર્વોક્ત) જ્ઞાન પરદ્રવ્યથી જૂદું અવસ્થિત છે, વ્યવહારનય તો
પરદ્રવ્યને સ્વદ્રવ્ય, પરના કારણ કાર્યાદિને જીવના કહે છે તેમાં જ્ઞાની રહેતો જ નથી. અવા જ્ઞાનને
(આત્માને) આહાર (અર્થાત્ કર્મ એટલે આઠ કર્મ, નોકર્મ એટલે શરીર–અનાજ વગેરેનો આહાર)
કેમ હોય કે જેથી તેને દેહને શંકા કરાય? (જ્ઞાનને દેહ હોઈ શકે નહીં, કારણ કે તેને કર્મ–નોકર્મ આહાર
જ નથી.
હું આત્મા ત્રણેકાળે જ્ઞાયક જ્યોતિ છું, પરદ્રવ્યથી પૃથક છું અને જ્ઞાયકસ્વરૂપમાં અવસ્થિત છું–એવું
જેને ભાન થયું છે તે ચારિત્ર વૈભવસહિત જાણે છે કે અહો! આત્મા તો જ્ઞાનમય છે તેને દેહ અને કર્મ