Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 29

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૩૧
નોકર્મનો સંબંધ કેમ હોય? કોઈને પ્રશ્ન થાય કે ક્યારે, કેવળી ભગવાન થાય ત્યારે ને? ના, અરે
અત્યારે જ પર્યાયમાં શુદ્ધજ્ઞાનઘનના આશ્રયે નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન થયું ત્યારથી જ ભોજન અને તે સંબંધી
રાગનો કર્તા નથી, સ્વામી નથી, કર્મ નોકર્મનો સંબંધ નથી. આત્મા વ્યવહારથી પણ ભોજન અથવા
પરનું ગ્રહણ ત્યાગ કરી શકતો નથી પણ એવો રાગ આવે છે. મુનિને ભોજનની વૃત્તિ આવે છે પણ
તેનું ગ્રહણ ત્યાગ પોતાને છે એમ દેખતા નથી.
નિમિત્તથી શાસ્ત્રમાં કથન આવે કે મુનિ મોક્ષમાર્ગને સાધે છે તેમાં નિમિત્ત થનાર નવધા
ભક્તિસહિત આહારદાનનો દાતાર છે તે ધન્યવાદને પાત્ર છે. મોક્ષમાર્ગમાં મુનિનું શરીર નિમિત્ત છે,
શરીરને આહાર નિમિત્ત છે, જેણે મુનિને આહાર આપ્યો તેણે મુનિને મોક્ષ આપ્યો–એ બધા આરોપીત
વ્યવહારના કથન છે. નય વિભાગદ્વારા જ્યાં જે જેમ હોય તેમ સમ્યગ્જ્ઞાની જાણે છે.
સુભાષિત
ધ્યાન વિષે અભ્યંતરે દેખે જે અશરીર;
શરમજનક જન્મો ટળે ન પીએ જનની ક્ષીર.
(યોગેન્દ્ર દેવ)
લીન ભર્યો વ્યવહારમેં યુક્તિ ન ઉપજૈ કોઈ;
દિન ભયો પ્રભુપદ જપૈ મુક્તિ કહાંસે હોય.
(બનારસીદાસજી)
નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવા યોગ્ય છે.
યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહિ કે આપનારનો ઉપકાર ઓળખશો નહિ.
સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા (મહેમાન તરીકે) દાખલ છે.
સમર્થ પુરૂષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા; પણ કોઈ વીરલાને જ તે યથાર્થ
સમજાયું.
શુક્લ અંતઃકરણ વિના વીરપ્રભુના વચનોને કોણ દાદ આપશે? (શ્રી રાજચંદ્રજી)
રુચે તેના વાયદા ન હોય આત્મામાં જ્ઞાનાનંદ લક્ષ્મી ભરી પડી છે તેમાં દ્રષ્ટિ દેતાં તે પ્રગટે છે.
તેની રુચિ છે પણ હમણાં નહીં એમ કહે તેને રુચિ નથી.
(પૂ. ગુરુદેવ)