Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 29

background image
પોષ : ૨૪૮૯ : ૧૯ :
ભગવાન શ્રી ઋષભદેવની
૭મા ભવે
સમ્યગ્દર્શની મહાન પ્રેરણાદાયક કથા.
હે ભવ્ય! આ સમ્યગ્દર્શનરૂપી રત્નમાળાને તું પોતાના હૃદયમાં ધારણ કર. –
આ ભરતક્ષેત્રના આદિ તીર્થંકર–આદિ બ્રહ્માશ્રી ઋષભદેવ
ભગવાનના ૭મા ભવની આ કથા છે. તેઓશ્રીએ વજ્રજંઘરાજાની પર્યાયમાં
પોતાના ધર્મપત્ની શ્રીમતી સહિત બે મુનિરાજોને વિધિપૂર્વક આહારદાન દીધું
હતું. પાત્રદાનની વિશેષતાથી, આયુ પૂર્ણ થતાં,, આ દમ્પતી ભોગભૂમિમાં
ઉત્પન્ન થયા. ભોગભૂમિમાં તેઓ બન્ને મહાકલ્યાણકારી સમ્યગ્દર્શનની કેવી
રીતે પ્રાપ્તિ કરે છે તેનું આ સુંદર વર્ણન છે.
[જેનો અપાર મહિમા છે, તેનું વર્ણન વાંચતાં વાંચતાં પાત્ર જીવને
એક સમય વજ્રજંઘ આર્ય પોતાની પત્ની સહિત કલ્પવૃક્ષની શોભા નિહાળતાં થકાં એક ક્ષણ
માત્ર બેઠા હતા, એટલામાં સૂર્યપ્રભદેવનું આકાશમાં જતું વિમાન દેખીને તેમને પોતાની પત્નીની
સાથોસાથ જ જાતિસ્મરણ થઈ ગયું અને એ જ ક્ષણે બંનેને સંસાર સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન થઈ ગયું.
એ જ સમયે વજ્રજંઘે દૂરથી આવી રહેલા બે ચારણઋદ્ધિધારી મુનિઓને જોયા, તે મુનિઓ પણ તેમના
પર કૃપા કરીને આકાશમાર્ગમાંથી નીચે ઊતરી પડ્યા. વજ્રજંઘનો જીવ એમને આવતા દેખીને જલદી
ઊભો થઈ ગયો. સત્ય એ છે કે વર્તમાનમાં વિવેક જાગ્રત કરે તો પૂર્વજન્મના સંસ્કાર કારણ બને છે.
બન્ને મુનિઓના સમક્ષ પોતાની પત્ની સહિત ઊભા રહેલા તેઓ એવા શોભાયમાન થઈ રહ્યા
હતા કે જાણે ઊગતા સૂર્ય અને પ્રતિસૂર્ય સમક્ષ કમલિની સહિત દિવસ શોભાયમાન હોય છે..
વજ્રજંઘના જીવે બંને મુનિયોના ચરણયુગલમાં પરમ હર્ષ સહિત ભક્તિથી અર્ધ ચડાવ્યો, અને
નમસ્કાર કર્યા. આ સમયે એમના નેત્રમાંથી હર્ષનાં આંસુ નીકળી નીકળીને