Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 29

background image
: : આત્મધર્મ: ૨૩૧
ઉત્કૃષ્ટ ધર્મ મંગળદર્શક
ઉત્સાહમય મંગળવાણી.
શ્રી સમયસારજી શાસ્ત્ર પર ૧૪મી વાર પ્રવચન શરૂ થતાં મંગળવાણીરૂપે
પ્રથમ ગાથા ઉપર પૂ. ગુરુદેવનું પ્રવચન.
वंदित्तुसव्वसिद्ध घुवमचलमणोवमं गइ पत्ते।
वोच्छामि समयपाहुडमिणमो सुयकेवलिमणियं।।१।।
ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને.
વંદી કહું શ્રુતકેવલી–કથિત આ સમયપ્રાભૃત અહો! ૧.
શ્રી આચાર્યદેવ અનંતા સર્વ સિદ્ધ પરમાત્માઓને યાદ કરીને, દ્રષ્ટિમાં સામે લાવીને, વિનયથી
કહે છે કે હું ધ્રુવ, અચળ અનેત્ર અનુપમગતિ એટલે સ્વભાવથી જ ઉત્પન્ન સંપૂર્ણ શુદ્ધઆત્મ પરિણતિ
તેને પ્રાપ્ત થયેલા એવાસર્વ સિદ્ધ પરમેષ્ઠી સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી, અહો! શ્રુતકેવળીઓએ
કહેલા આ સમયસાર નામના પ્રાભૃત–અધિકારને કહીશ.
ભગવાન શ્રી કુન્દકુન્દાચાર્યદેવ નગ્ન દિગમ્બર મુનિ ભાગલિંગી સંત હતા, જેમનું સ્થાન
મંગળાચરણમાં ગૌતમ ગણધર પછી તુર્તજ આવે છે, જેમણે ભરતક્ષેત્રમાં કેવળીના વિરહને ભૂલાવે
એવા શ્રુતામૃતના ધોરિયા વહેવડાવ્યા છે. શ્રી જયસેનાચાર્યદેવ કહે છે કે જયવંત વર્તો તે પદ્મનંદી
(કુન્દકુન્દ) આચાર્ય કે જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાભૃતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિર પર ઉપાડી
ભવ્યજીવોને સમર્પિત કર્યો છે, જેઓ વિક્રમ સંવત ૪૯માં હતા, તેઓ જંગલમાં વસતા હતા,
મદ્રાસથી ૮૦ માઈલ, કાંજીવરમથી ૪૦ માઈલ પૌનુર હીલ (સુવર્ણનો પહાડ) છે ત્યાં ધ્યાનમાં
બેસીને મહાવિદેહક્ષેત્ર સ્થિત શ્રી સીમંધર ભગવાનને યાદ કરતા હતા. ત્યાં “સત્યધર્મની વૃદ્ધિ
થાઓ” એવા આશીર્વાદનો સંદેશો લઈને પૂર્વભવના મિત્રો–બે દેવો મહાવિદેહક્ષેત્રથી આવેલા. પછી
પોતાની ચારણ ઋદ્ધિના બળથી તેઓશ્રી શ્રી મહાવિદેહક્ષેત્ર જ્યાં અત્યારે પણ સાક્ષાત્ દેહસહિત શ્રી
સીમંધર પરમાત્મા “નમો અર્હંતાણ” તીર્થંકરપદમાં બિરાજે છે તેમની પાસે ગયા હતા, આઠ દિવસ
ત્યાં રહ્યા હતા. ત્યાંથી અહીં ભરતક્ષેત્રમાં આવીને શ્રી સમયસારજી આદિ શાસ્ત્રો રચ્યાં; તેમાં પ્રથમ
મહામંગળીક ગાથા શરૂ કરતાં “વંદિતુ સવ્વસિદ્ધે” એવો ભાવઅને વિકલ્પ (શુભરાગ) ઊઠ્યો
પોતાના કારણે, અને અક્ષરો લખાણા તે એના કારણે એમાં આ જ શબ્દોમાં અપૂર્વ મંગળદર્શક
ધ્વનિ થવા કાળે આ સૂત્રની રચના થઈ ગઈ. અહો! ધન્ય ભાગ્ય છે કે આત્માર્થિ મુમુક્ષુ જીવોને
પરમ આધારભૂત તેમના શાસ્ત્રો જેટલા છે તેટલા અખંડિત રહી ગયા છે. તે કાળે તો વીતરાગ
ધર્મની મહિમા કેટલી હશે!!
શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવે મહાન અને સર્વોતમ ટીકા કરી છે.