Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 29

background image
પોષ: ૨૪૮૯ : :
જયપુર નિવાસી શ્રી પં. જયચંદ્રજીએ તે ટીકા ઉપરથી હિન્દિમાં વચનિકા કરેલ છે. શ્રી
હિંમતલાલભાઈએ તેમના આધાર સહિત ગુજરાતીમાં સંસ્કૃત ટીકાનો અનુવાદ તથા મૂળ ગાથાઓ
ઉપરથી ગુજરાતીમાં પદ્યાનુવાદ હરિગીત કરેલ છે.
હરિ=પાપં, અઘં હરતીતી હરિ=પોતાને ભૂલી જવું, પરમાં મમતા અને પરાશ્રય (રાગ, દ્વેષ,
મોહ) રૂપી પાપ (અઘ) તેને હરે એવા આત્માને જ હરિ કહેવાય છે. ભેદ વિજ્ઞાન દ્વારા પોતાના
જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરે ત્યારે તે પાપ હરાઈ જાય છે. રાગાદિ દોષને હું હણું એવો વિકલ્પ પણ
કરવો પડતો નથી. એ વિકલ્પ (રાગ) જીવને સ્પર્શ્યો નથી. જડ કર્મના ઉદયને રાગ સ્પર્શ્યો નથી. જો
બે ભિન્ન ચીજો એક બીજાને સ્પર્શે–પ્રાપ્ત થાય તો તેની સ્વતંત્ર સ્થિતિ સિદ્ધ થતી નથી.
વિકલ્પ ઉઠ્યો તે કાળે તે પર્યાય ધર્મ તેનાથી સત્પણાથી જ ઉઠ્યો છે. વિકલ્પો, શબ્દ, પદાર્થ
અને જ્ઞાન બધું સર્વત્ર સ્વથી સત્ છે, પરથી નથી. દરેક પર્યાય તેનાથી સત્પણું પ્રકાશે છે.
ટીકા–અથ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. [એલાચાર્ય નામે મુનિએ “અથ” શબ્દના જુદા
જુદા અર્થોનો છ મહિના સુધી વિસ્તાર કરેલ;] અથ એટલે મંગળ; શરુઆત; હવે, અનાદિ કાળથી
જીવ પોતાની ભૂલ વડે અજ્ઞાન રાગદ્વેષ મોહ દશામાં બદલતો હતો તે હવે નિર્મળ વિજ્ઞાનઘન
સ્વભાવમાં શુદ્ધ દ્રષ્ટિથી ઢળ્‌યો ત્યાં પૂર્ણતાને લક્ષે મંગળ શરુઆત, સાધક દશા પ્રગટ થઈ; શુદ્ધ સ્વભાવ
શક્તિરૂપે હતો તેની પ્રગટતારૂપે ઉત્પત્તિ અને અશુદ્ધતાનો વ્યય થયો. હવે એટલે પૂર્વે બીજું એટલે
સ્વભાવથી વિરુદ્ધ દ્રષ્ટિ જ્ઞાન અને આ ચરણ હતું તેના અભાવ સ્વભાવી નિત્ય જ્ઞાનાનંદથી પૂર્ણ
સમસ્વભાવી ચૈતન્ય સૂર્ય હું આત્મા છું, એમ અખંડ જ્ઞાયકના અનુભવથી જાગ્યો ત્યારથી પૂર્ણતાના
લક્ષે શરુઆત થઈ, તે અપૂર્વ સાધકપણું શરુ થયું, જે અનાદિકાળથી ન હતું, પ્રગટ દશામાં બાધકપણું
અનાદિનું હતું; સાધક દશા અનાદિની ન હોય. સમુદાય અપેક્ષા ચાર ગતિ (–મનુષ્ય, તિર્યંચ, દેવ અને
નારક), સાધક અને બાધક તથા સિદ્ધ પરમાત્મા અનાદિથી છે–પણ અમુક વ્યક્તિ સિદ્ધપણાને સાધે તે
સાદિ છે, આચાર્યદેવ કહે છે કે અમને એવો મંગળભાવ જાગ્યો છે. અનંતા સર્વ સિદ્ધોને એક સાથે
સન્માનપૂર્વક જ્ઞાનમાં સમાડીને નમસ્કાર કરું છું. અહો આ તે કોઈ દૈવી ટીકા... સમયસાર એટલે
ભરતક્ષેત્રમાં અજોડ છે; પરમાત્મતત્ત્વને પામવાનું સાધન અજોડ આંખ છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ
ભરતક્ષેત્રમાં અધ્યાત્મ શાસ્ત્રના અજોડ ટીકાકાર થઈ ગયા છે. સમયસારજી સર્વોત્કૃષ્ટ છે તેમાં અત્યાંત
અજ્ઞાનીને પણ સાર તત્ત્વ સ્પષ્ટપણે સમજાવેલ છે. પરમાર્થ–સત્યાર્થ બતાવનાર સ્વાશ્રિત તે નિશ્ચય
અને ભેદ ઉપચાર તથા પરાશ્રિત બતાવનાર તે વ્યવહાર છે. નિશ્ચય અને વ્યવહાર–એ બે નયોને
વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે–તેનો નાશ સમ્યગ્જ્ઞાન વિના થતોનથી.
જે વ્યવહારનય છે તે જો કે આ પહેલી પદવીમાં જેમણે પોતાનો પગ માંડેલો છે, સ્વાશ્રયવડે
મોક્ષમાર્ગની શરૂઆત તો થઈ છે, તો પણ, અરેરે! તેઓને હસ્તાવલંબન જેવો તથા તે કાળે જાણવા
યોગ્ય કહ્યો છે અર્થાત્ સાધકને વચ્ચે આવે છે. હિન્દીમાં ટીકામાં પં. જયચંદ્રજીએ એ વ્યવહારનો ખેદ
પ્રગટ કર્યો છે કે જબરન બળપૂર્વક તેનું આલંબન આવી જાય છે. “પરમ અધ્યાત્મ તરંગિણીના હિન્દી
અર્થમાં” લખે છે કે જો વચ્ચે વ્યવહારના ભેદ ન આવતા હોત અર્થાત્ ઉગ્ર પુરુષાર્થવડે શુદ્ધ ચૈતન્યની
પ્રાપ્તિ થઈ જાય તો સમ્યગ્દ્રષ્ટિ “
उसे जांककर भी नहीं देखता” અર્થાત્ તેની ઉપર જરા નજર પણ
નાખત નહીં.
અહીં અનંતા સિદ્ધોને સ્વ–પરના આત્મામાં સ્થાપીને આ શાસ્ત્રનું દ્રવ્ય–ભાવ વચનથી વર્ણન
શરુ કરીએ છીએ–એમ કહેવામાં ઘણું કહી નાખ્યું.