Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 29

background image
પોષ: ૨૪૮૯ : :
પૂર્ણતાને લક્ષે
અફર શરુઆત
(વિ. સં. ૨૦૧૯ના કારતક સુદિ ૧ સોમવાર, બપોરના પ્રવચનનીપ્રસાદી.
શ્રી સમયસારજી મંગળાચરણ કરતાં આચાર્યદેવે સ્વ–પરના આત્મામાં અનંતા સિદ્ધ
પરમાત્માનું સ્થાપન કરેલ છે. તેમને જ ઉત્કૃષ્ટ અને સાધ્યપણે ઓળખીને નમસ્કાર–આદર સહિત
સ્વિકાર્યા છે. હું જેમ પૂર્ણ સાધ્યને મારા આત્મામાં સ્થાપીને શુદ્ધાત્મનું વર્ણન કરીશ તેને
યથાર્થપણે સાંભળે, પ્રમાણ કરે તેને જ હું સમયસારના શ્રોતા કહું છું. પોતાના પરમાત્મ પદથી
એકત્વ અને મિથ્યાત્વાદિ આસ્રવોથી વિભક્ત પૂર્ણ સ્વરૂપને હું દર્શાવું છું તો તેને સાંભળનારા પણ
યથાતથ્યપણે ગ્રહણ કરીને પ્રમાણે કરે એવા હોવા જોઈએ; આચાર્યદેવ તેવા લાયક શ્રોતાને
સંભળાવે છે.
કોઈ કહે અમારે સારૂં (કલ્યાણ) કરવું છે પણ અત્યારે નહીં, અથવા આવી વાત નહીં,
શુદ્ધાત્માના આશ્રયથી જ કલ્યાણ થાય એ વાત અત્યારે નહીં; પણ પ્રથમ પુણ્ય કરવાનું બતાવો,
નિમિત્તનું આલંબન બતાવો તો તેને સત્યનો આદર નથી–રાગનો આદર છે ત્યાં વીતરાગના
માર્ગનો તીરસ્કાર છે.
પ્રથમ વ્યવહાર પછી નિશ્ચય એમ નથી. શુદ્ધાત્માની ઓળખાણ અને તેના આશ્રય વિના
સમ્યગ્જ્ઞાન અને નિશ્ચય વ્યવહાર કોઈને હોતા નથી. અહીં તો પ્રથમથી જ અલ્પજ્ઞતા, રાગ અને
નિમિત્તના આશ્રયથી લાભ માનવાની બુદ્ધિ છોડવા માટે ત્રિકાળી પૂર્ણ પરમાત્મસ્વભાવી આત્માનો
જ આદર કરાવ્યો છે, અને શુદ્ધાત્માના આશ્રયથી જ લાભની શરુઆત થાય છે–એ બતાવવું છે;
તેમાં અનંતા સિદ્ધ પરમાત્માને યાદ કર્યા છે. વર્તમાન અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધ પરમાત્માને
બિરાજમાન કરીને, સાક્ષીપણે સ્થાપન કરીને વાત છે. “પૂર્ણતાને લક્ષે શરૂઆત,” અમે એની
ખાત્રી આપીએ છીએ. અનંતા સિદ્ધ પરમાત્માનો આદર કરવા સાવધાન થયો તે ધર્મ જિજ્ઞાસુ જીવ
સાધ્યરૂપ પૂર્ણ સ્વરૂપને જ ઉપાદેય માને છે; નિત્યના લક્ષે સિદ્ધપદનો આદર કરનારનો ભાવ
ઉપાડ્યો તે હવે શુભાશુભ વિકલ્પ, વ્યવહાર (પરાશ્રય) નો આદર ન થવા દે એવા શ્રોતાને શ્રોતા
ગણવામાં આવ્યા છે, બીજાને નહીં. અરે! પ્રથમથી જ આવી મોટી વાત! અમારી પાચનશક્તિ
અલ્પ છે. તે સિદ્ધ પરમાત્મા થવાની વાત અત્યારે ન પચાવી શકે–એમ માને છે તે સત્ય શ્રદ્ધા
કરવા માટે નાલાયક છે.
પ્રથમથી જ એકત્વ વિભક્તની વાત છે. પ્રથમથી જ ડંકાની ચોંટે સત્યનું શ્રવણ અને તેના
વાચ્યભૂત પરમાર્થની હા પાડ. અલ્પજ્ઞ પર્યાયમાં પૂર્ણ પરમાત્મપદનો આદર તે જ કરી શકે છે કે
જેને અલ્પજ્ઞતા, મિથ્યાત્વ અને શુભાશુભ રાગનો આદર નથી.