મહા: ૨૪૮૯ : ૭ :
વિનય એટલે વ્યવહાર નમસ્કાર પણ સર્વ પ્રકારે રાગમાં હેયબુદ્ધિ અને આત્માના આશ્રયથી લાભ છે
એમ ઉપાદેયમાં વર્તે તેને વ્યવહારનું જ્ઞાન સાચું કહેવાય.) એમ નમ: સમયસારાય આદિ ચાર વિશેષણ
આઠ પદને લાગુ પાડી નમસ્કાર કર્યા સામાન્યપણે પરમાત્માને વિશેષમાં પાંચ પરમેષ્ઠી અને રત્નત્રયને:
હવે ચાલતો અર્થ – પ્રથમ મંગળીકમાં સમયસાર એટલે સર્વજ્ઞ પરમાત્મા, સર્વજીવોમાં સાર
એવા શુદ્ધાત્માઓ, જે જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ, રાગાદિ ભાવકર્મ અને શરીર, વાણી આદિ નોકર્મ
રહિત એવા શુદ્ધાત્મા છે તેમને મારો નમસ્કાર હો; તેમાં સિદ્ધ ભગવાન પરમાત્મા અને પોતાનો આત્મા
પણ આવ્યો; હું પણ ત્રણે કાળ પૂર્ણ શુદ્ધ શક્તિવાન છું– એમ, નિર્ણયમાં પરમાત્માનો આદર કરીને
સ્વસન્મુખ ઢળી ધ્રુવ શુદ્ધસ્વભાવનો નિર્મળભાવવડે સત્કાર, આદર કરું છું; એને મહામંગળીક કહેવામાં
આવે છે. જુઓ સમયસાર ગા. ૩૧ થી ૩૩ નિશ્ચયમાં ભૂતાર્થ સત્યાર્થ એવા નિજ પરમાર્થને નમસ્કાર છે.
પછી અર્હંતા દિના વિનયરૂપ વ્યવહાર નમસ્કાર વ્યવહારમાં સત્યાર્થ કહેવાય છે. નિશ્ચય નમસ્કાર અંદરમાં
શુદ્ધકારણ પરમાત્માને હોય તો હેયરૂપ જાણેલા– શુભરાગને વ્યવહાર નમસ્કાર કહેવામાં આવે છે.
ભાવાય=દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણે ભાવરૂપ પદાર્થ છે; તેમાં અહીં ભાવાય દ્રવ્ય છે,
ચિત્સ્વભાવગુણ છે. સ્વાનુભૂતિ પર્યાય છે. નમું છું તે સાધક દશારૂપ પર્યાય છે અને પૂર્ણદશારૂપ
સ્વાનુભૂતિથી પ્રકાશિત પરમાત્મભાવ તે પૂર્ણ પર્યાય છે. આત્મદ્રવ્ય પોતાના બધા ભાવોમાં ધ્રુવ છે ને
તે જ ટકીને સ્વાનુભૂતિપણે સ્વ–પર પ્રકાશકજ્ઞાનપણે પરિણમે છે. આવો આત્મા માને તેને પરથી ભિન્ન,
સ્વથી અભિન્નનું સાચું જ્ઞાન થાય.
ભાવાયમાં આત્મા સર્વથા ભાવરૂપ નથી પણ કથંચિત્ છે, કથંચિત્ નથી અર્થાત્ સ્વરૂપથી જ છે,
પરરૂપથી કદિ નથી. જે અપેક્ષાએ છે તે જ અપેક્ષાએ નથી એમ નહીં. જેમકે દ્રવ્ય અપેક્ષાએ દરેક વસ્તુ
નિત્ય જ છે, અનિત્ય નથી, પણ પર્યાય અપેક્ષાએ પણ નિત્ય છે એમ નથી. ત્યારે કેમ છે કે એજ વસ્તુ
પર્યાય અપેક્ષાએ તો અનિત્ય જ છે, નિત્ય નથી. તેની પ્રત્યેક સમયે થતી પ્રત્યેક ગુણની ઉત્પાદ
વ્યયપણે પ્રવાહિત થતી પર્યાયો તે પણ ક્રમબદ્ધ હોવાથી ક્રમવર્તિ જ છે, અક્રમ નથી.
ત્રણેકાળે છ જાતિના પદાર્થો ભાવરૂપ છે તે સત્રૂપ હોવાથી ઉત્પાદ–વ્યય–ધ્રુવપણા સહિત છે
અને પરપણે નથી– આમ કહેવાથી ચૈતન્ય પદાર્થનો સર્વથા અભાવ માનનાર ચાર્વાક આદિ મતનો
નિષેધ થઈ જાય છે. આ બધું નિત્ય નથી જ. સંયોગ મળવાથી જીવ ઉત્પન્ન થાય છે. એમ જાણનાર,
નિર્ણય કરનાર પોતે જ જ્ઞાન આનંદનું અક્ષયધામ છે. પોતે પોતાને ભૂલી જે પોતાનું નથી તેને પોતાનું
કરવા માગે છે, તેથી દુઃખી થાય છે.
આત્માની શંકા કરે કે હું કહું છું કે હું નિત્ય નથી એમાં જ અસ્તિપણે પોતાનો સદ્ભાવ સાબીત
થાય છે. છતાં કહે છે કે હું દેહાદિથી જુદો જ્ઞાતા રૂપે નથી– એ તારી બલીહારી છે. હું નથી એ શબ્દો
બરાબર છે, પણ તું કોના પણે નથી? શરીર, વાણી, ભોજન વસ્ત્રાદિ તથા પરજીવાદિપણે નથી પણ
સદા જાણનારા સાક્ષીપણે પોતાપણે કોણ છે? નથી એમ જાણ્યું કોણે? માટે જ્ઞાતા સ્વરૂપ આત્મા
ચૈતનનામે વસ્તુ છે. તેને નહી માનનાર પોતે જ અસ્તિ સુચવે છે.
શ્રી રાજચંદ્રજીએ નાનીવયમાં લખ્યું છે કે “કરી કલ્પના દ્રઢ કરે નાના નાસ્તિ વિચાર; ત્યાં
અસ્તિ એમ સૂચવે, તે જ ખરો નિર્ધાર”
‘આ’ પ્રત્યક્ષ વિદ્યમાનતા સૂચવે છે. ભગવાન આત્મા આ પણે નથી તો કોણ–પણે છે? સદા
સર્વત્ર જાણવાનું કામ કરે છે જેની સત્તામાં જણાઈ રહ્યું છે તે જાણનાર સ્વરૂપ આ આત્મા જ્ઞાનાનંદપણે છે,
તે જ તારી સત્તા શુદ્ધ ચેતના ધાતુ છે એવા અનંતગુણનું ધામ છે, તું જ પરમાનંદ સર્વજ્ઞ પરમાત્મા
સ્વભાવી છો, પણ પ્રગટ દશામાં અલ્પ વિકાસ છે પણ શક્તિમાં સદા પૂર્ણ જ છે, કિંચિત્ માત્ર અપૂર્ણ નથી.
ચિત્સ્વભાવાય એટલે આત્માનો વિશેષ ખાસ મુખ્ય