Atmadharma magazine - Ank 232
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 25

background image
: ૬ : આત્મધર્મ: ૨૩૨
છે અને સ્વાનુભવ પ્રત્યક્ષથી પ્રકાશમાન છે તથા સર્વજ્ઞ વીતરાગ કથિત ચેતન અચેતન સર્વ પદાર્થમાં
દરેકનું સ્વતંત્રપણું સ્વરૂપથી અસ્તિ, પરરૂપ (–પરદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ) થી નાસ્તિ આદિ
સપ્તભંગીનું સ્વરૂપ બતાવવાવાળા અને ભિન્ન–ભિન્ન જીવ અજીવ સર્વ પદાર્થોના જ્ઞાતા છે, એવા
સિદ્ધાંતને પ્રાપ્ત થવાવાળા, સિદ્ધાંતોના અધ્યયન કરવા કરાવવાવાળા ઉપાધ્યાય પરમેષ્ઠીને નમસ્કાર હો.
જુઓ, દરેક પદાર્થ અને તેના ગુણ પર્યાય–તેના સ્વરૂપપણે છે, પરપણે નથી એ સમ્યક્નિયમ
અને તે તે પદાર્થનું તે રૂપે જ હોવું નિયત જ છે; જેમકે વ્યવહાર વ્યવહારપણે જ છે, વ્યવહારના
સ્થાનમાં છે તથા તે નિશ્ચયપણે નથી જ અને નિશ્ચય છે તે નિશ્ચયપણે જ છે, વ્યવહારપણે નથી જ.
ગુણ ગુણપણે છે. અન્ય ગુણપણે નથી, અન્યના આધારે પણ નથી. દ્રવ્યમાં દરેક પર્યાય પોતપોતાના
સ્થાને રહીને પોતપોતાના અવસરે પ્રગટ થાય છે, આડી અવળી થતી નથી– એમ ક્રમસર જ છે, અક્રમ
નથી જ. સર્વજ્ઞનું જ્ઞાન એમ જ જાણે છે, તેનાથી વિરુદ્ધ ન જાણે–ને તેમના કહેનાર શાસ્ત્ર પણ જે
પદાર્થ જે પર્યાય જે રૂપે છે તે રૂપે જ કહે, અન્યરૂપે ન કહે–એ નિયમ સર્વત્ર લાગુ પડે છે.
દ્રવ્યગુણ પર્યાય ત્રણે સત્ છે. જે કોઈ એક અંશને બીજા રૂપે માને, બીજામાં ભેળવીને ખીચડો
કરે છે તેને અસ્તિ નાસ્તિથી પર્યાયો તેના કાળે નિયત છે. અનિયત નથી એવી ખબર જ નથી. દરેક
પર્યાય સ્વથી નિયત છે, પરથી અનિયત છે– એમ ન માને તે અનેકાન્તને નામે સ્યાદ્વાદને ખીચડીવાદ,
સંશયવાદ બનાવે છે.
સિદ્ધાંતજ્ઞ ઉપાધ્યાયમાં ઘણા અર્થો ભર્યા છે. જે બંધનું કારણ છે તે મોક્ષનું કારણ નથી જ. જેમકે
આસ્રવ આસ્રવપણે છે અને સંવર–નિર્જરાપણે નથી, સંવર સંવરથી છે, આસ્રવથી સંવર થતો જ નથી.
કર્મનો ઉદય કર્મના લીધે છે, જીવને લીધે નથી. કર્મનો વિપાક કર્મમાં છે, જીવમાં નથી એમ છયેકારક
જડકર્મના કર્મમાં છે. જીવને તેનાથી લાભ નુકશાન માને તેને અસ્તિ નાસ્તિ સિદ્ધાંતનું જ્ઞાન નથી,
સ્વપરની સ્વતંત્રતાનું ભેદ વિજ્ઞાન નથી.
દરેક પદાર્થનું સ્વરૂપ અસ્તિ નાસ્તિથી સ્વતંત્ર જ છે. પરતંત્ર કોઈ રીતે નથી; માત્ર નિમિત્તનું
જ્ઞાન કરાવવા પરતંત્રતા, અકાળ, અકસ્માત કહેવાય છે તે અસદ્ભૂત વ્યવહારનયની રીત છે, તે
પરમાર્થ નથી. એમ દરેક દ્રવ્ય–ગુણ–પર્યાયને સ્વતંત્ર કહે તેને જૈન શાસ્ત્રમાં ઉપાધ્યાય કહ્યાં છે– તેમને
અમારા નમસ્કાર હો.
(પ) સાધુ– જે સ્વાનુભવ પ્રત્યક્ષથી પ્રકાશમાન ચૈતન્ય સ્વભાવના ધારક છે. સત્ સ્વરૂપપણે
અસ્તિ નાસ્તિથી નિશ્ચત જીવ અજીવ સર્વ પદાર્થના ભેદને જાણવાવાળા છે. આમાં મંગળીક કલશના
ચારે વિશેષણ આવી ગયા. વળી કેવા છે? સમ્યગ્દ્રર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયથી શોભિત છે, તે
સાધુ સમયસાર છે, પરમેષ્ઠિ છે. એવા સત્યાર્થ સમયમાં સ્વકાળ સ્વસમયરૂપ રત્નત્રયમાં પરિણમેલા,
સર્વ સાધુને અમારો નમસ્કાર હો. બહારથી નગ્ન થયા, શુભરાગની ક્રિયા પાળે તે નહીં, પણ શુદ્ધાત્માને
આશ્રયે નિશ્ચય રત્નત્રયને સાધે તેને જ સર્વજ્ઞ ભગવાને સાધુ કહેલ છે. વ્યવહાર રત્નત્રય તો
અસદ્ભૂત વ્યવહારના વિષયમાં જાય છે, અને તે ગૌણ છે,
હવે ત્રણ બોલ રત્નત્રયના પક્ષમાં–પોતાના સ્વરૂપથી શુદ્ધાત્માને આશ્રયે પ્રકાશે છે. ચૈતન્ય અને
સ્વસ્વરૂપ જીવ અજીવ પદાર્થોના જ્ઞાન–શ્રદ્ધાન અને સ્વમાં એકત્વ પરિણમનરૂપ સ્વસમયને
કરાવવાવાળા રત્નત્રય તે આત્મા જ છે સં=સમ્યક્ત્વ, અય=ગમન, જ્ઞાન, સમ્યગ્જ્ઞાન, સાર=સરણ,
ચરણ સમ્યગ્ચારિત્ર એ ત્રણ સ્વરૂપ રત્નત્રયને નમસ્કાર હો. આવું સ્વરૂપ સમજીને નિર્વિકલ્પ
આત્માની દ્રષ્ટિ અને સમ્યક્ શુદ્ધ રત્નત્રય પર્યાયને નમસ્કાર એટલે એવા આત્મા દ્રવ્યમાં અભેદ
એકાકારપણે ઢળવું, નમવું તે નમસ્કાર છે (નિમિત્તનો