Atmadharma magazine - Ank 232
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 25

background image
મહા: ૨૪૮૯ : ૯ :
ભેદ છે; ગુણગુણી પ્રદેશપણે અભેદ જ છે, કિંચિત્ ભેદ નથી– એમ નિયતપણે, ચોક્કસપણે જાણે તેનું
નામ પ્રમાણજ્ઞાન છે.
આત્મા અનંતગુણોનો પિંડ છે, તેમાંથી નિર્મળ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પર્યાય કેમ પ્રગટ થાય
કે “स्वानुभूत्या चकासते” પોતાની જ અનુભવરૂપ ક્રિયાથી, સ્વસન્મુખતાથી પ્રકાશે છે. અહીં અસ્તિથી
કહેતાં કોઈ રાગની ક્રિયાથી, નિમિત્તના આશ્રયથી (–વ્યવહારના ટેકાથી) નિર્મળતા ન પ્રગટે– એમ
નાસ્તિનું જ્ઞાન આવી જાય છે. અહો! મુનિવરો; સંતોએ જંગલમાં રહીને અદ્ભૂત રચના કરીને ધર્મ
ટકાવી રાખ્યો છે.
આત્મખ્યાતિ ટીકા સર્વોત્તમ ટીકા સર્વોત્તમ શાસ્ત્ર છે. સ્વાનુભુતિથી જ ધર્મની શરૂઆત, વધવું
અને ટકવું થાય છે. વ્યવહાર દયા, દાન, વ્રતાદિ શુભરાગથી પુણ્ય થાય, ધર્મ ન જ થાય; છતાં કોઈ ઠેકાણે
વ્યવહારથી ધર્મ કહ્યો હોય તો સમજવું કે – એમ નથી પણ જ્યાં નિશ્ચય ધર્મ હોય ત્યાં ભૂમિકાનુસાર કેવું
નિમિત્ત હોય તે બતાવવા ઉપચારથી તેમ કહ્યું છે. વ્યવહારનો આશ્રય છોડવા જેવો છે, મોક્ષમાર્ગ માટે
એક પરમાર્થ, ભૂતાર્થ સ્વરૂપનો જ આશ્રય કરવા જેવો છે એવી દ્રષ્ટિ અને ભૂતાર્થનો આશ્રય જ્ઞાનીને
નિરન્તર હોય છે. વ્યવહાર તેના સ્થાનમાં હોય છે પણ તે છે તો વીતરાગતા છે એમ નથી.
અરે!! ! ફોગટ મોહવશ..........
બીજાને રાજી કરવા અને બીજાથી રાજી થવા માટે આ જીવે અનંતવાર પોતાનો
મહાન ઉત્તમ અવસર વ્યર્થ જ ગુમાવ્યો છે, સારૂં એટલે ઉત્તમ, હિત કરવાની ઈચ્છા રાખે છે
પણ અહિતને જ હિતમાને છે અહિતના ઉપાયને હિતનો (સુખનો) ઉપાયમાને છે તેનું
દ્રષ્ટાન્ત.
બે કુતરા હતા, સફેદ કુતરો શેઠીયાની શેરીમાં રહેતો અને મોજ મજા કરતો ખુબ
ખાવાનું મળતું હતું પણ કાળો કુતરો ગરીબ અને લોભીની શેરીમાં રહેતો હતો ત્યાં તે
બીલકુલ દુબળો થઈ ગયો ‘કોઈ ઘરમાં આવવા દે નહીં, ખાવાનું દે નહી પણ દંડાખાવા
મળે. એક દિવસ તે બન્ને કુતરા મળ્‌યા, કાળા કુતરાને બહુ જ દુબળો દેખીને ધોળા કુતરાએ
કહ્યું કે ભાઈ તું ગરીબોની શેરીમાં રહીને દુઃખ કેમ ભોગવે છે! મારી શેરીમાં આવો તો
આનંદથી મજામાં રહેશો, કાળો કુતરો કહેવા લાગ્યો કે ભાઈ હું તો આવત પણ ત્યાં ભૂખ્યા,
તરસ્યા રહીને અને લાકડીના માર ખાવા છતાં પણ બે શબ્દોના નામમાત્રથી મને બહુ
આનંદ આવે છે કેમકે તે શેરીમાં એક સાસુ અને વહુ રહે છે તે રોજ જગડા કરે છે અને
પરસ્પર એક બીજાથી કહે છે કે – “તું કાળીયા કુતરાની વહુ તું કાળા કુતરાની વહુ.” બસ
એટલા શબ્દો સાંભળીને હું બધુંય દુઃખ ભૂલી જાઉં છું અને તેમાં મજા પડે છે. શેરી છોડવી
પોસાતી નથી.
એ જ હકીકત સંસાર મોહી પ્રાણીને છે સંસારની અનેક વિષમતાથી ભરેલા દુઃખ
ભોગવે છે છતાં નામ અને યશના લોભમાં તથા માનાદિવશ પિતા, પુત્ર, મિત્ર, આદિ તથા
તમે બહુ ભલા છો વગેરે શબ્દો સંભળીને ખુશ થઈને ફરે છે પણ હું પરથી ભિન્ન અનાદિ
અનંત ચિદાનંદ આત્મા છું મારામાં જ સુખ અને સુખનો ઉપાય છે તેની રુચિ પણ કરતો