Atmadharma magazine - Ank 232
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 25

background image
મહા: ૨૪૮૯ : ૧૧ :
અશુદ્ધ થઈ સંસારીની જેમ શક્તિ મંદ થઈ જાય. માટે પરિણામ કોટવાળ સંપૂર્ણ પદને શુદ્ધ રાખે છે.
પરિણામને આધીન રાજપદ છે માટે પરમરક્ષા કરવાવાળો કોટવાળ છે. આ પરિણામ કોટવાળમાં એવી
શક્તિ છે કે સર્વ પ્રકારે રાજાને, રાજાની ગુણરૂપી પ્રજાને, મંત્રીને તથા ફોજદારને પોતાની શક્તિમાં
મેળવીને વિદ્યમાન રાખે છે. બધા ગુણ પોતપોતાની મહિમાને તેનાથી જ ધારણ કરે છે. આ
પરિણામશક્તિરૂપી કોટવાળ દ્વારા આત્માનું સર્વસ્વ છે, એવી પરિણામશક્તિ ધૌવ્ય–ઉત્પાદ–વ્યયથી
સ્પર્શિત સદ્રશ્ય–વિસદ્રશ્યરૂપ હોવાથી પરમાત્મપદનું કારણ છે માટે તેમાં અપારશક્તિ છે.
પરમાત્મ રાજાનું વર્ણન.

પરમાત્મ રાજા પોતાની ચૈતન્ય પરિણતિરૂપી સ્ત્રીથી રમે છે. કેવી છે ચેતના પરિણતિ?
મહાઅનંત, અનુપમ, અનાકુળ અબાધિત સુખ દે છે, પરમાત્મ રાજાથી મળીને એકરસ થાય છે અને
પરમાત્મ રાજા પોતાના અંગથી (સ્વરૂપથી) મેળવીને એકરૂપ કરે છે.
પ્રશ્ન:– જો પરિણતિ પ્રતિસમય નવી નવી થાય છે માટે પરમાત્મ રાજાને અનંત પરિણતિ થઈ
ત્યારે અનંત પરિણતિરૂપી સ્ત્રી કહેવી જોઈએ.
ઉત્તર:– પરમાત્મ રાજા એક છે પરિણતિશક્તિ ભવિષ્યકાળમાં પ્રગટ બીજી બીજી થવાની છે પણ
વર્તમાનકાળમાં વ્યક્તરૂપ પરિણતિ એક છે તે જ આ રાજાને રમાડે છે. જે પરિણતિ વર્તમાનની છે તેને
રાજા ભોગવે છે તે પરિણતિ સમયમાત્ર આત્મિક અનંતસુખ દઈને આત્મદ્રવ્યમાં વિલય થઈ જાય છે,
પરમાત્મામાં લીન થાય છે. જેમ દેવને એક દેવાંગના વિલય થાય છે ત્યારે તેના સ્થાનમાં બીજી ઉત્પન્ન
થઈ જાય છે અને તેનાથી દેવભોગ કરે છે, પરંતુ અહીં તો એ વિશેષતા છે કે તેની દેવાંગના ઘણોકાળ
રહે, પરંતુ દ્રવ્યમાં પરિણતિ સ્ત્રી તો એક સમયમાત્ર રહે અને તે દેવી તો વિલય થઈને અન્ય સ્થાનમાં
ઉપજે પરંતુ આ પરિણતિ તેમાંજ (સ્વદ્રવ્યમાં જ) સમાય છે. (આ રીતે પરમાત્મ રાજારૂપ
આત્મદ્રવ્યમાં પરિણામ શક્તિ અનંત પર્યાય શક્તિ સહિત છે.)
તે વર્તમાન વ્યક્ત–પ્રગટ અપેક્ષાએ (વર્તમાન અપેક્ષાએ) એક છે, અનંતરસને કરે છે, સ્વરૂપને
વેદી સ્વાદમાં આવી અંતરમાં મળી સ્વરૂપમાં નિવાસ કરીને પછી બીજા સમયમાં ઉત્પન્ન થાય છે.
સ્વરૂપના શરીરમાં પ્રવેશ કરીને સુખ દઈને અંતર્લીન (પરિણતિ) મળી ગઈ, પછી ઉત્પન્ન થઈને બીજા
સમયમાં ફરી સુખ દે છે. ઉત્પન્ન થઈને સ્વરૂપ સુખનો લાભ દઈને પૂર્વ પર્યાયના વ્યયદ્વારા સ્વરૂપમાં
નિવાસ કરી ધ્રુવતાને પોષી (પુષ્ટ કરી) આનંદપુંજને પ્રાપ્ત કરીને સ્વરસની પ્રવૃત્તિ કરવાવાળી કામિની
હરેક સમયે નવા નવા સ્વાંગ ધારણ કરે છે, પરમાત્મ રાજાનું સકળ અંગ પુષ્ટ કરે છે.
અન્ય લૌકિક સ્ત્રી તો બળનું હરણ કરે છે અને આ આત્મપરિણતિરૂપી સ્ત્રી તો સદા આત્મબળ
પુષ્ટ કરે છે. લૌકિક સ્ત્રી તો ક્્યારેક ક્્યારેક રસભંગ કરે છે અને આ ચૈતન્ય પરિણતિ સ્ત્રી તો સદા
અખંડિત રસને કરે છે અને સદા આનંદને કરે છે. પરમાત્મ રાજાને પ્યારી સુખદેવાવાળી પરમરાણી
અતીન્દ્રિય વિલાસ કરવાવાળી પરિણતિ પરમરમણીને પોતાની જાણીને પોતે રાજા (–આત્મદ્રવ્ય) પણ
તેનાથી દુવિધાપણું (માયાચાર) કરે નહીં, પણ પોતાનું અંગ (–સ્વરૂપ) દઈને દરેક સમયે પોતામાં–
પોતાના અંગમાં (–સ્વરૂપમાં) મેળવી લે છે. રાજા તો પરિણતિથી મળતાં જ તેનો રંગી (–તદ્રૂપ) થાય
છે. અને રાજાથી પરિણતિ મળતાં જ રાજાને રંગી થાય છે અર્થાત્ પરિણતિ પરમાત્મ રાજાના
સ્વરૂપમય જ થાય છે, એકેરસરૂપ અનુપમ ભોગ ભોગવે છે. પરમાત્મ રાજા અને શુદ્ધ પરિણતિરૂપ
સ્ત્રીનો વિલાસ, તેનું સુખ અપાર છે, તેની મહિમા અપાર છે. આ પરમાત્મારાજાનું રાજ સદા શાશ્વત
છે, અચલ છે, (અનંત અવ્યાબાધ