માહ: ૨૪૮૯ : ૧૩ :
ભૂતાર્થ સ્વરૂપનું ગ્રહણ
અને
સાધ્ય – સાધનો સુમેળ
(પંચાસ્તિકાય ગા. ૧૭૨ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનો. રાજકોટ તા. ૩–પ–૬ર)
આત્માનું હિત કરનાર જીવનું સમ્યક્શ્રદ્ધાન, જ્ઞાન અને વર્તન કેવું હોય, પૂર્ણતાને લક્ષે શરૂઆત
થાય છે, વચ્ચે મંદ પુરુષાર્થમાં રાગની જાત કેવી હોય છે તેની વાત ચાલે છે.
છઠ્ઠા ગુણસ્થાન સુધી ચારિત્રમાં બુદ્ધિપૂર્વક રાગ હોય છે, તે અપેક્ષાએ ભેદવાસીત બુદ્ધિ કહેવામાં
આવે છે; ત્યાં શુદ્ધિનું ખરૂં કારણ તો શુદ્ધાત્મદ્રવ્યના અભેદ આશ્રયરૂપ વીતરાગભાવ જ છે, અર્થાત્
નિશ્ચય શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રરૂપ વીતરાગી અંશ પ્રગટે છે, તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, તેની સાથે અસદ્ભૂત
ઉપચરિત વ્યવહારનયના વિષયરૂપ–બહિરંગ સહચરહેતુપણે (નિમિત્તપણે) શુભરાગ (–વ્યવહાર
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રના વિકલ્પ) હોય છે તેનું સ્વરૂપ બતાવવામાં આવે છે.
સર્વજ્ઞ વીતરાગે કહેલા બધા શાસ્ત્રોનો સાર આત્મામાં વીતરાગી દ્રષ્ટિ કરવી અને તેના બળવડે,
સંયોગ–વિકલ્પના આલંબનથી હટીને જ્ઞાનાનંદથી પૂર્ણ સ્વભાવમાં એકાગ્ર થવું, વીતરાગતા પ્રગટ
કરવી, તે છે.
ચૈતન્ય વસ્તુ પૂર્ણ છે, તેની અભેદ દ્રષ્ટિ થઈ ત્યારથી અનાદિની–પરાશ્રયની રાગની રુચિરૂપ
મિથ્યાત્વ વાસીત બુદ્ધિ હતી તે પલટીને અંદર શુદ્ધ ચૈતન્યઘનમાં એકાકાર અનુભવ થતાં, પુણ્યપાપની
રુચિ છૂટી, અનુપમ શાન્તિનો, અભેદ ચિન્માત્રનો અનુભવ શરૂ થાય છે તેને પ્રથમનો ધર્મ કહેવામાં
આવે છે, શ્રદ્ધામાં, દ્રષ્ટિમાં અને અંશે સ્વરૂપાચરણ ચારિત્રમાં આત્મા ધર્મપરિણત થવા છતાં, વિશેષ
ચારિત્ર નથી ત્યાં છઠ્ઠા ગુણસ્થાનમાં રાગ, નિમિત્ત, અલ્પજ્ઞતા ઉપર લક્ષ જાય છે તેટલી ભેદવાસીત
બુદ્ધિ છે.
સચ્ચિદાનંદ પૂર્ણ જ્ઞાનઘન છું એમાં યથાર્થ દ્રષ્ટિ અને શુદ્ધનયરૂપજ્ઞાનને વાળીને સ્વરૂપનો
અનુભવ કર્યો, પણ વર્તમાન પ્રગટ દશામાં પૂર્ણ નિર્દોષતા પ્રગટ કરી નથી, તેથી, રાગરૂપ વાસના–શુભ
લાગણી હોય છે તેને ભેદજ્ઞાન સહિત જાણીને ત્યાંથી હટી, સ્વરૂપમાં ગુપ્ત થવાની વાત છે.
અનાદિથી પરપદાર્થમાં અને રાગમાં એકતાબુદ્ધિ હતી, ત્યાંસુધી ધર્મના નામે મુનિ થયો– વ્રત