: ૧૪ : આત્મધર્મ: ૨૩૨
પાળ્યા પણ રાગથી ખસી, એકલો જ્ઞાયક છું, હું જ પૂર્ણાનંદ છું– એવો અભેદ અનુભવ, એક સેકન્ડ પણ
કાર્યો નથી. અહીંતો સત્ય અનુભવ થયો છે, ચારિત્રવંત છે, પણ પૂર્ણ વીતરાગતા નથી ત્યાં ક્્યાં, કઈ
જાતનો શુભ રાગ હોય તે વાત ચાલે છે. વીતરાગી દ્રષ્ટિ અને ચારિત્રથી દૂમેળવાળો રાગ ન હોય;
વીતરાગતા જ સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય છે. પ્રથમ વ્યવહાર અને પછી નિશ્ચય–એમ હોતું નથી પણ
વીતરાગી દ્રષ્ટિ ઉપરાંત ચારિત્ર છે ત્યાં મંદ પ્રયત્નવાળી સાધકદશા સાથે વ્યવહારની લાગણી શુભરાગ
કઈ જાતનો હોય છે તેનો મેળ બતાવે છે.
ભેદવાસીત બુદ્ધિ એટલે અજ્ઞાની ન લેવો પણ નિર્મળ ચૈતન્યમાં દ્રષ્ટિ હોવા છતાં ચારિત્રમાં
અનાદિથી રાગાદિ મલીનતા ચાલુ છે– એ અપેક્ષાએ–ભેદવાસીત બુદ્ધિ છે, ને તેને છોડવાનો ઉપાય શું
તે કહે છે.
પ્રાથમિક દશાવાન જીવોને અર્થાત્ ૪–પ–૬ ગુણસ્થાનવર્તી જીવોને કથંચિત્ ભેદવાસીત બુદ્ધિ છે
તેથી સંસાર છે; પણ પર વસ્તુના કારણે સંસાર છે એમ નથી. નિશ્ચય જ્ઞાન સાથે વ્યવહારજ્ઞાન હોય છે,
તેમાં સદ્્રભૂત વ્યવહારનય દ્વારા, અંશે વીતરાગભાવરૂપ નિર્મળ દશા અને અસદ્ભૂત વ્યવહારનય દ્વારા,
તે ભૂમિકાને યોગ્ય કઈ જાતનો રાગ ઉચિત નિમિત્તપણે હોય છે તેનો મેળ બતાવે છે. સ્વરૂપમાં અભેદ
દ્રષ્ટિ થઈ છે પણ પ્રગટ દશામાં પૂર્ણ અભેદ થયો નથી– ત્રણ કષાયનો અભાવ કર્યો છે: અને
દ્રવ્યસ્વભાવના અભેદ આલંબનના બળથી વારંવાર ૭મું ગુણસ્થાન, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગી થાય છે–
એવી મુનિદશા ત્રણેકાળ હોય છે, તોપણ પ્રમાદવશ છઠ્ઠા ગુણસ્થાનેત્ર વારંવાર આવે છે; તેથી ત્યાં
ભેદવાસીત્ બુદ્ધિ રહી છે.
રાગાદિ આસ્રવ અને જ્ઞાનઘન સ્વભાવનું ભેદજ્ઞાન સ્વસન્મુખતાના બળથી હોય છે તે આ
વીતરાગપણાને વ્યવહાર નિશ્ચયના અવિરોધવડે જ અનુસરવામાં આવે તો ઈષ્ટસિદ્ધિ છે, પરંતુ બીજી
રીતે નહીં. અર્થાત્ વ્યવહાર અને નિશ્ચયની સુસંગતતા રહે એવી રીતે એક વીતરાગતાને અનુસરવામાં
આવે તો જ ઈષ્ટની સિદ્ધિ થાય છે.
છઠ્ઠા ગુણસ્થાને મુનિયોગ્ય શુદ્ધ પરિણતિ શુદ્ધત્માના આલંબનના બળી નિરન્તર હોય જ છે;
તેમ જ મહાવ્રતાદિ ર૮ મૂળગુણ સંબંધી શુભ ભાવો યથાયોગ્ય હોવા તે નિશ્ચય વ્યવહારના અવિરોધનું
(સુમેળનું ઉદાહરણ છે.
પાંચમા ગુણસ્થાને તેને યોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી તેમ જ દેશવ્રત આદિ સંબંધી
શુભભાવો યથાયોગ્યપણે હોવા તે પણ નિશ્ચય વ્યવહારના અવિરોધનું ઉદાહરણ છે.
ઉપરની વાતને વિશેષણપણે સમજાવે છે.
અનાદિકાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે, પ્રાથમિક જીવો જે મોક્ષમાર્ગમાં આરૂઢ થઈ છઠ્ઠા
સાતમા ગુણસ્થાનમાં વર્તે છે– પૂર્ણ અભેદ થયા નથી, તેથી તેઓ ભિન્ન સાધ્ય સાધનભાવને જાણીને
તેના સ્વાશ્રિત, પરાશ્રિત ભેદને અવલંબીને સુખે સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે અર્થાત્ સુગમપણે
મોક્ષમાર્ગની પ્રારંભ ભૂમિકાને સેવે છે.
જેમ શ્રદ્ધામાં ભેદવાસના રહિત અભેદ થયો છે તેમ જો ચારિત્રમાં પરિપૂર્ણ થયો હોય તો તેને
અવતાર ન હોય– ભિન્ન સાધન સાધ્યનો પ્રશ્ન ન હોય, પણ ચારિત્રમાં ભેદરૂપ અધૂરી દશા છે તેથી
સરાગ દશામાં ભેદવાસીત બુદ્ધિ છે; અંશે સરાગ, અંશે વીતરાગનો ભેદ છે. છઠ્ઠા ગુણસ્થાનના કાળે
એવા ભેદમાં બુદ્ધિ રોકાયેલી હોય છે.
મોક્ષમાર્ગ પ્રાપ્ત જ્ઞાની જીવોને પ્રાથમિક ભૂમિકામાં સાધ્ય તો પરિપૂર્ણ શુદ્ધતાએ પરિણત આત્મા
છે અને તેનું સાધન વ્યવહારનયે (આંશિક શુદ્ધિની સાથે