Atmadharma magazine - Ank 232
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 25

background image
સુવર્ણપુરી સમાચાર
પરમ ઉપકારી પૂ. ગુરુદેવ સુખશાતામાં બિરાજે છે. પ્રવચનમાં સવારે
પ્રવચનસારજી શાસ્ત્ર ગાથા ૧૩ તથા બપોરે શ્રી સમયસારજી શાસ્ત્ર ગાથા ૪૯ ચાલે છે.
પૂ. ગુરુદેવનો વિહાર સૌરાષ્ટ્રનાં શહેરોમાં થવા સંભવ છે. આ વિહાર ફાગણ
સુદ છઠના શરૂ થશે અને ત્રણ માસ માટે હશે, કાર્યક્રમ હવે પછી નિશ્ચિત થશે. પ્રથમ
રાજકોટ વિહાર થશે.
સ્વ. પંડિતપ્રવર શ્રી ટોડરમલ્લજી કૃત રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, સ્વ. કવિવર પં.
બનારસીદાસજી કૃત પરમાર્થ વચનિકા તથા ઉપાદાન–નિમિત્ત ચિઠ્ઠી ઉપર ગયા માસમાં
પૂ. ગુરુદેવ દ્વારા અતિ સૂક્ષ્મ અને પ્રયોજનભૂત તત્ત્વજ્ઞાનને સ્પષ્ટ કરનારાં પ્રવચનો
થયાં હતાં.
પૂ. ગુરુદેવની ડાબી આંખે નીડલિંગ કરાવવાની જરૂર છે કે કેમ તેનો નિર્ણય
કરવા માટે મુંબઈથી ડો. શ્રી ચીટનીસ તા. ૩–ર–૬૩ ના રોજ આવેલા. તેમણે
બારીકાઈપૂર્વક તપાસ કરીને જાહેર કર્યું કે નીડલિંગ કરવાની જરૂર નથી. આ
સમાચારથી બધા મુમુક્ષુઓ અત્્યંત આનંદિત થયા હતા.
વૈરાગ્ય – સમાચાર
વાંકિયા (સૌરાષ્ટ્ર) ના રહીશ કલકત્તા નિવાસી ભાઈ શાંન્તિલાલ ઉજમશી
ખારાનો પ૧ વર્ષની ઉંમરે લગભગ ચાર માસની કમળાની બીમારીથી તા. ૧૩–૧–૬૩
ના રોજ અમદાવાદમાં સ્વર્ગવાસ થયો છે. સ્વ. શ્રી શાંન્તિભાઈને પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણો
ભક્તિભાવ હતો. પૂ. ગુરુદેવના દર્શન કરવા તથા જન્મદાહવિનાશિની પરમ અમૃતમય
ગુરુવાણીનો લાભ લેવા માટે તેઓ અનેકવાર સોનગઢ આવતા હતા. ગત અસાઢ
માસમાં આવેલા ત્યારે પૂ. ગુરુદેવની વાણી સાંભળીને તેમનું હૃદય ઉલ્લાસથી ભરાઈ
આવ્યું હતું અને ગદ્ગદ્ વચને પૂ. ગુરુદેવનાં ચરણોમાં મસ્તક નાખીને બોલ્યા હતા કે:
‘હે પ્રભો! આપે તો અમને ન્યાલ કરી દીધા,..... આપે તો અમને આ સંસારના
ખાડામાંથી ઊંચકી લીધા.. અહા! આવી વાણી, પ્રભો! અહીં સિવા્ય બીજે ક્યાંય
મળતી નથી..’ આ પ્રમાણે પોતાનો હર્ષ–આનંદ બતાવી, તત્ત્વ પ્રત્યેની પોતાની રુચિ
વ્યક્ત કરી હતી. તેમને આત્મધર્મ તથા પૂ. ગુરુદેવનાં પ્રવચનો વગેરે સાહિત્યના
વાંચનનો પણ સારો્ર પ્રેમ હતો. સદ્દેવ–ગુરુ–ધર્મની રુચિના ફળસ્વરૂપે આત્મસ્વરૂપની
આરાધના કરી શાન્તિભાઈનો આત્મા શિધ્ર કલ્યાણપદ પામે એવી અભ્યર્થના સહિત
તેમના કુટુંબીજનો પ્રત્યે સમવેદના પ્રગટ કરીએ છીએ.
ધર્મ પર્વ માટે જરૂરી સૂચના.
અષ્ટાન્હિકા પર્વ આદિ દિવસોમાં જે મુમુક્ષુમંડળને પ્રવચનકાર વિદ્વાનની જરૂર
હોય તેઓ પત્ર વ્યવહાર કરે લખો :
શ્રી પ્રવચન પ્રચારવિભાગ
શ્રી દિ. જૈન મુમુક્ષુ મહામંડળ
ઠે. શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સો ન ગ ઢ (સૌરાષ્ટ્ર).