મહા: ૨૪૮૯ : ૧ :
વર્ષ વીસમું : અંક : ૪થો સંપાદક : જગજીવન બાવચંદ દોશી મહા : ૨૪૮૯
આશ્રયે જ્ઞાનીની અશરણભાવના.
પુરાણ પુરુષોને નમો નમ:–
આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે, ઝાંઝવાના પાણીને લેવા દોડી
તૃષા છીપાવવા ઈચ્છે છે એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ
જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જવરાદિ
રોગ, મરણાદિ ભય, વિયોગાદિ દુઃખને તે અનુભવે છે. આવી અશરણતાવાળા આ
જગતને એક સત્પુરુષ જ શરણ છે; સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા
છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન
કરીએ છીએ.
(શ્રી રાજચંદ્રજી)
દિવ્યધ્વનિ તીર્થંકર પરમાત્માની વાણી છે અને તે મુક્તિનો પંથ
બતાવવાવાળી છે. દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતા અને યથાર્થતાનું સ્વરૂપ
સમજીને શાશ્વત નિર્મળ ગુણ નિધાન આત્મામાં દ્રષ્ટિ દેતાં અને તેમાં લીનતા
કરતાં મુક્તિનો પંથ પ્રગટે છે. સર્વ ભગવંતોએ આ રીતે મુક્તિ પ્રાપ્ત કરી અને
એવો જ મોક્ષમાર્ગનો ઉપદેશ જગતને દીધો. જે રીતે ભૂતકાળમાં અનંતા આત્મા
અર્હંત વીતરાગ થઈ મુક્તિને (પરમાત્મ દશાને) પામ્યા તે જ રીતે ભગવાનની
વાણીમાં કહેલા સ્વાશ્રિત સમ્યક્રત્નત્રયમય માર્ગનો જે આશ્રય કરશે તે અવશ્ય
મોક્ષને પામશે.
જેવો સિદ્ધ પરમાત્માનો સ્વભાવ છે. તેવા જ પૂર્ણસ્વભાવવાળા આત્મા દરેક
દેહમાં વિદ્યમાન છે. સિદ્ધ ભગવાનમાં અને આ આત્મામાં પરમાર્થે કાંઈ ફેર નથી,
જેટલું સામર્થ્ય સિદ્ધ ભગવાનના આત્મામાં છે તેટલ્રું જ પ્રત્યેક આત્મામાં સદાય છે.
સિદ્ધ પરમાત્મા પોતાના પૂર્ણસ્વભાવ સામર્થ્યની પ્રતીત કરીને, તેમાં લીનતા દ્વારા
પૂર્ણજ્ઞાન–આનંદ પ્રગટ કરી મુક્ત થઈ ગયા અને અજ્ઞાની જીવ પોતાના નિત્ય બેહદ
સ્વભાવ સામર્થ્યને ભૂલીને રાગાદિનો આદર વીતરાગતાનો અનાદર, પરભાવોમાં
કર્તુત્વ તથા રાગાદિમાં જ પોતાપણું માનીને સંસારમાં ભટકે છે.