માહ: ૨૪૮૯ : ૩ :
છે. દરેક દ્રવ્ય પોતાની સત્તાપણે ટકી રહે છે, તેના કોઈ અંશનો સર્વથા નાશ નથી તથા તેમાંથી તદ્ન
નવીન વસ્તુ ઉપજતી નથી. તેઓ સદાય પોતાની અર્થ ક્રિયા શક્તિથી પરિપૂર્ણ છે તેમાં કોઈ ઈશ્વર
અથવા પરપદાર્થની ડખલ (બાધા) નથી– પરાધિનતા નથી. તે અનાદિ અનંત ટકનારા છ જાતિના
દ્રવ્યોના નામ– જીવ, પુદ્ગલ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. તે છ પદાર્થોમાં જીવ
પદાર્થ મૂખ્ય છે, અને અનંત જીવો એટલે આત્માઓ છે તેમાં સર્વોત્કૃષ્ટ સારભૂત પરમાત્મ પદાર્થ છે,
તેને સમયસાર–જ્ઞાનાવરણીય આદિ આઠ દ્રવ્યકર્મરૂપી મળ તથા રાગદ્વેષ મોહરૂપી ભાવકર્મ મળ તથા
પાંચ પ્રકારના શરીર– તેના સંબંધથી મુક્ત એવા સિદ્ધ પરમાત્મપદાર્થને મૂખ્યપણે નમસ્કાર કરતાં તેમાં
પાંચ પરમેષ્ઠી અને રત્નત્રય પદાર્થને નમસ્કાર આવી જાય છે.
ત્રણે કાળે સર્વ પદાર્થ સમયતે–પોતાપણે ટકીને સમ્યક્ પ્રકારેત્ર સ્વાધીનપણે અયતે–ગમન કરે
છે, પરિણમે છે. જે જીવો સંસારદશાથી મુક્ત થઈ સિદ્ધ પરમાત્મા થયા તેઓ પણ સદાય સ્વસત્તાપણે
ટકીને નિરંતર પરિણમે છે. વેદાન્તાદિ માને છે એવા કૂટસ્થ નથી, પણ પ્રત્યેક સમયે અક્ષય અનંત
આનંદને અનુભવે છે, અનંતા જ્ઞાન સુખરૂપે પરિણમે છે. ગ્રંથની આદિમાં એવા સર્વજ્ઞ પરમાત્માને
નમસ્કાર કરું છું એમ કહીં મંગળ કર્યું.
પરમાત્મા કોનાથી શોભાયમાન છે કે કેવલજ્ઞાન લક્ષ્મીથી પરિણમેલા અને સ્વાનુભૂતિથી
શોભાયમાન–દેદિપ્યમાન છે, પણ કોઈના કર્ત્તા, ભોક્તા કે સ્વામીત્વની ઉપાધિરૂપે નથી. પોતામાં
શક્તિરૂપે અનંત બેહદ જ્ઞાન આનંદ આદિ શક્તિ હતી તે પૂર્ણાનંદ–પ્રકાશ–પ્રગટ પ્રત્યક્ષ દશારૂપ થઈને
વર્તે છે, એમ દરેક સિદ્ધ પરમાત્મા પોતાની પરમ મહિમાથી શોભાયમાન છે. સંસારી આત્મા પણ આવી
શક્તિ સહિત છે, રહિત નથી. જે કોઈ સિદ્ધ પરમાત્મા થાય છે તે નિર્મળ ભેદવિજ્ઞાનરૂપ સ્વાનુભૂતિ
ક્રિયાથી જ થયા છે.
વળી પરમાત્મા કેવા છે કે “ચિત્ સ્વભાવ” દર્શન જ્ઞાન (–દર્શન જ્ઞાન વડે સર્વદર્શી અને સર્વને
જાણે એવા) સ્વભાવી છે; “સર્વ ભાવાન્તરચ્છિદે” વિશ્વના સર્વપદાર્થો અને તેના સર્વ ભાવોને
(ત્રિકાળવર્તિ સર્વ દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ સહિત સર્વને) એક સમયમાં, એક સાથે છેદી ભેદીને સર્વપ્રકારે
જાણે એવા સંપૂર્ણ નિર્મળજ્ઞાન દર્શનવડે, સર્વ ભાવોના પરિચ્છેદકપણે જાણનારા પરમાત્માને નમસ્કાર
હો.
કોઈ પરમાત્માનું સ્વરૂપ આનાથી બીજી રીતે માને છે તેનો આમાં નિષેધ થઈ જાય છે.
જુઓ, અહીં આ પ્રથમવાર આ પ્રકારે અર્થ થાય છે.
સર્વ ભાવાન્તરચ્છિદેનો બીજો અર્થ – આત્માના ભાવ સિવાયના બીજા બધા પદાર્થો અને તેના
ભાવોને ભાવાન્તરો કહેવાય છે. આ આત્મા સિવાય અનંતા જીવ–અજીવ પદાર્થો છે, તે પોતાથી ભિન્ન
જ છે. તેને સ્વભાવથી નિજશક્તિથી જ્ઞાનસ્વભાવવડે જુદા કરે છે – જુદા છે એમ જાણે છે. સર્વજ્ઞ
ભગવાન તે બધા પદાર્થને પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા પૃથક પૃથક જેમ છે તેમ જાણે છે. તેમાં ભાવાયમાં દ્રવ્ય,
ચિત્સ્વભાવમાં ગુણ અને સ્વાનુભૂતિ પર્યાય છે. શ્લોકના ચાર બોલનો પરમાત્મ પદાર્થપણે અર્થ કર્યો
કે આવા જ પરમાત્મા હોય એમ અસ્તિથી કહેતા નાસ્તિપક્ષે બીજા પરમાત્મા ન હોય.
(૧) જિન શબ્દમાંથી અર્હંતદેવ અર્થ નીકળે છે– જેઓ પૂર્વોર્ક્ત પદાર્થોને જાણે છે– અથવા ગુણ
પર્યાયોને પ્રાપ્ત પદાર્થ છે તે સ્વ–પર સર્વને જાણે છે, અથવા સ્યાદ્વાદરૂપ વિદ્યાથી (સમ્યગ્જ્ઞાનદ્વારા)
અનેકાન્તમય વસ્તુને વસ્તુપણે જાણે છે. દ્રવ્ય દ્રવ્યપણે છે, અન્ય દ્રવ્યપણે નથી, ગુણ ગુણપણે છે,
અન્યગુણથી નથી, પર સત્તાના આધારે નથી, પ્રત્યેક સમયે પ્રગટ