Atmadharma magazine - Ank 232
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: ૪ : આત્મધર્મ: ૨૩૨
થતી દ્રવ્યની પર્યાયો પણ સ્વથી સત્પણે છે, પર પર્યાયપણે નથી, દ્રવ્યના પ્રદેશ છે તે તે પ્રદેશપણે છે,
બીજા પ્રદેશપણે નથી. પરપણે ન હોવું તે કથંચિત્ અસત્પણું પોતાનો ધર્મ છે. એમ સમ્યક્ સ્યાદ્વાદ વડે
અસ્તિ નાસ્તિથી દરેક વસ્તુને સ્વતંત્ર પદાર્થ કહેલ છે; જેમકે દ્રવ્યગુણ નિત્ય એકરૂપ છે, તે સામાન્ય
વસ્તુપણે નિત્ય જ છે, અક્રમ જ છે, કાળ અપેક્ષાએ ક્રમરૂપ નથી. અને પ્રત્યેક સમયે થતી દ્રવ્યની
પર્યાયો તે ક્રમસર જ છે, અક્રમ નથી– એવા સમ્યક્ નિયમને બતાવે તે સ્યાદ્વાદ છે પણ પર્યાયના
ક્રમવર્તિ સ્વભાવને કોઈ અક્રમવર્તિ સ્વભાવને કોઈ અક્રમવર્તિ પણ છે એમ માને તો તેને એક પણ
વસ્તુની ખબર નથી, સ્યાદ્વાદનું જ્ઞાન નથી.
લોક વ્યવહારમાં અક્રમ, અકસ્માત કહેવાય છે, પણ સમ્યગ્જ્ઞાનમાં તો જેવું સુનિશ્ચિત
વસ્તુસ્વરૂપ છે તેમ જ માનવામાં આવે છે.
જિન શબ્દમાં સાતિશય સમ્યગ્દ્રષ્ટિથી માંડીને ક્ષીણકષાય (૧ર મું) ગુણસ્થાન સુધી બધા
આત્માને જિન સમય કહેવામાં આવે છે. જેમ, ૭ મા ગુણસ્થાનેથી શુક્લ ધ્યાનની શ્રેણી ચઢવાની
તૈયારીવાળાને સાતિશય અપ્રમત્ત કહેવાય છે તેમ સિદ્ધ પરમાત્મપદ લેવાની તૈયારીવાળા જે કોઈ છે તે
સાતિશય સમ્યગ્દ્રષ્ટિથી ૧રમા ગુણસ્થાનવર્તિ જીવને જિનસમય નામે પદાર્થ કહેવામાં આવે છે.
સમયસાર ગા. ૩૧–૩૩ માં નિશ્ચય સ્તુતિના અર્થમાં જિતેન્દ્રિય, જિતમોહ અને ક્ષીણમોહપણે
સાધકદશામાં વર્તે છે તેને જિન કહ્યા છે. અહીં ૪થી ૧રમા ગુણસ્થાને વર્તતા સમય પદાર્થોને જિન–
વીતરાગ–પૂજ્ય કહ્યા છે. (ગોમ્મટસાર ટીકામાં સમ્યક્ત્વ સન્મુખ અપૂર્વ કરણસ્થિતને જિન કહેલ છે,
અને પ્રવચનસારમાં ચરણાનુયોગ ચૂલીકાની પ્રથમ ગાથાની સંસ્કૃત ટીકામાં શ્રી જયસેનાચાર્યે સાસાદન
સમ્યગ્દ્રષ્ટિને એકદેશ જિન કહેલ છે તે વાત અહીં નથી.
હવે સ્વાનુભૂતિવડે પ્રકાશમાનનો અર્થ કરે છે કે– અર્હંત સર્વજ્ઞ વીતરાગ હોય છે, ૧૮ દોષ
રહિત હોય છે તેમાં સાતિશય કેવલી અર્હંત ભગવાનને સમવસરણ (૧ર પ્રકારની ધર્મ સભા) હોય છે.
અંતરંગમાં પોતાની જ્ઞાનાનંદમય પવિત્રતાની વિભૂતિ તે અનુભૂતિ છે; બહારમાં વિભૂતિ તીર્થંકરપદ
તથા સમવસરણ હોય છે– એવી દિવ્ય વિભૂતિવડે પ્રકાશમાન એવા જિનેન્દ્ર પદાર્થને અમારા નમસ્કાર
હો. જેને જ્ઞાનાવરણાદિ ચાર કર્મનો ક્ષય કર્યો છે એવા સાક્ષાત્ જિન અર્હંત પરમેષ્ઠી સમસ્તને મારા
નમસ્કાર હો.
હવે ભાવાય–ભા–અવાય, ભા–પ્રકાશ, ભા–નક્ષત્રો ર૮ છે અથવા દિવ્ય પ્રકાશવાળા ચાર
પ્રકારના દેવ–ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. અવયંતિ એ દેવો ભગવાન પાસે
સમવસરણમાં આવે છે અને ચામર ઢોળે છે, ભક્તિ વંદન નમસ્કાર કરે છે– એવા વિભૂતિવંત જિનેશ્વર
પદાર્થને નમસ્કાર.
સર્વ ભાવાન્તરચ્છિદ. – સર્વ પદાર્થ પોતપોતાના દ્રવ્ય–ગુણ–પર્યાય સહિત છે, સ્વપણે છે,
પરપણે નથી એમ સ્વતંત્ર જુદે જુદા છે, એમ સર્વને જાણે છે તે અર્હંત પરમાત્માને નમસ્કાર.
હવે ત્રીજો અર્થ છે– શ્રી સિદ્ધ પરમાત્મ પદાર્થને નમસ્કાર, તેમાં પણ અર્હંત પરમાત્મ પદાર્થનું
વર્ણન કર્યું તેમ સમજી લેવું. છ દ્રવ્યમાં સારભૂત પરમાત્મ પદાર્થ છે.
(૨) સિદ્ધ ભગવાન–સમય. સમ–શાન્ત તેને અય–પ્રાપ્ત કરેલ છે, જેઓએ સમયસારને કેવી
રીતે પ્રાપ્ત કરેલ છે કે પુણ્યપાપથી ખસીને સર્વથા અન્તર્મુખ થઈ શુક્લધ્યાનદ્વારા પરમપદને પ્રાપ્ત કરેલ
છે– એવા સિદ્ધ પરમાત્મા છે તેમને મારા નમસ્કાર છે; વળી જેમને લક્ષમાં લઈને યોગીઓ– સંતો
નિર્વિકલ્પ ધ્યાન દ્વારા આત્માનુભવ કરે છે– એવા યોગીઓને સિદ્ધ પરમાત્મા સારભૂત છે.