ચારિત્ર મોહરૂપી મળમાં જોડાણ વડે લિપ્ત હોવાને લીધે જરા ચંચળતારૂપ, સંજ્વલન કષાયમાં
લિપ્તપણાના કારણે શરીરાદિ પ્રત્યેની મૂર્છા દ્વારા મલીનતા રહેવાથી નિર્મળ નિર્વિકારી શુદ્ધ ઉપયોગમાં
પરિણત કરીને ૭મા ગુણસ્થાનને યોગ્ય જ્ઞાનાત્મક આત્માને અનુભવતો નથી તો તે પુરુષ માત્ર તેટલા
(જરાક) મોહમળ કલંકરૂપ જે ખીલી તેની સાથે બંધાયેલાં કર્મોથી નહિ છૂટતો થકો સિદ્ધ (મુક્ત) થતો
નથી. આથી ૭મા ગુણસ્થાનના નિર્વિકલ્પ શુદ્ધોપયોગી આત્મજ્ઞાનથી શૂન્ય આગમજ્ઞાન–તત્ત્વાર્થ શ્રદ્ધાન
સંયતત્ત્વનું યુગપદ્પણું પણ અકિંચિત્કર જ છે. આમાં નિમિત્ત અને શુભરાગ કથંચિત્ મોક્ષમાર્ગ ક્્યાં
રહ્યો?
શ્રુતજ્ઞાન સમાન છે, તેત્ર વાત ગૌણકારીને રાગનો અંશ સર્વથા બાધક જ છે એ બતાવવું છે. વારંવાર
છઠ્ઠા ગુણસ્થાને આવનાર સંયમી મુનિ છે. સ્વાશ્રયના બળથી ત્રણ કષાયનો અભાવ કર્યો છે, ૭મા
ગુણસ્થાને નિર્વકલ્પ ઉપયોગરૂપ આત્માજ્ઞાનમાં વારંવાર આવે છે પણ છઠ્ઠા ગુણસ્થાનના કાળે તેને
કાર્યક્ષયનું કારણ એવો સાક્ષાત્ મોક્ષનો ઉપાય નથી તેથી તે પુરુષને મંદ પ્રયત્નરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર ત્રણે હોવા છતાં જરા મોહવશ ર૮ મૂળ ગુણ–વ્યવહાર રત્નત્રય અને શરીરાદિ પ્રત્યે અલ્પ
રાગરૂપ અસ્થિરતા રહે છે, રાગમાં એકતા બુદ્ધિ નથી, રાગ કરવા જેવો માનતા નથી તોપણ છઠ્ઠા
ગુણસ્થાનને યોગ્ય રાગ–વિકલ્પ હોવાથી એટલી માત્ર મલીન દશામાં રહેવાથી નિરૂપરાગ જ્ઞાનાનંદ
ઉપયોગમાં પોતાને પરિણત કરીને એકલા અખંડ જ્ઞાનાત્મક આત્માને અનુભવતો નથી, અર્થાત્ ૭મા
ગુણસ્થાનને યોગ્ય નિર્વિકલ્પ શુદ્ધતાને ગ્રહણ કરી અખંડ આનંદ ધારામાં નિશ્ચલ રહેતો નથી તો તે
પુરુષ માત્ર તેટલા (જરાક) મોહમળરૂપ જે ખીલી તેની સાથે બંધાયેલાં કર્મોથી નહિ છૂટતો થકો, સિદ્ધ
પરમાત્મપદ પ્રાપ્ત થતો નથી.
શુભરાગ પણ મોક્ષમાર્ગ અને અથંચિત્ વીતરાગભાવ મોક્ષમાર્ગ એમ સંશયવાદ, ફુદડીવાદ ખીચડીવાદ
વીતરાગ માર્ગમાં નથી– એમ નિર્ધાર કર્યા પછી મોક્ષમાર્ગમાં પૂર્ણ વીતરાગતા ન હોય ત્યાં
ભૂમિકાનુસાર કેવો રાગ નિમિત્તપણે હોય તે બતાવવા અને તેનો આશ્રય છોડાવવા (નિશ્ચય ભૂતાર્થનો
આશ્રય કરાવવા) શુભ વ્યવહારને ઉપચારથી–અસદ્ભૂત વ્યવહારનયથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે.
જ્ઞાની તો ભૂતાર્થના આશ્રયે સઘળોય વ્યવહાર હેય જાણે છે. ‘હંત’ કહી તેનો ખેદ બતાવ્યો છે, છતાં તે
હોય છે– એમ જાણવું તે વ્યવહારજ્ઞાનનું પ્રયોજન છે.