ચૈત્ર : ૨૩૪ : ૧પ :
અહીં છઠ્ઠા ગુણસ્થાનના રાગને મોક્ષમાર્ગ માટે અકિચિત્કર કહ્યો તે એમ બતાવે છે કે કોઈ પણ
પ્રકારના રાગથી કલ્યાણ નથી, જુઓ, જેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે તેને જ બંધનું કારણ કહેલ
છે. સંતોએ કાંઈ ગુપ્ત રાખ્યું નહીં, સ્પષ્ટ વાત કરી છે.
છઠ્ઠા ગુણસ્થાનનો શુભરાગ મોક્ષ માટે અકિંચિત્કર છે જ પણ અંશે સ્વસન્મુખતા સહિત
તત્ત્વાર્થશ્રદ્ધાન, આગમજ્ઞાન અને છઠ્ઠા ગુણસ્થાનનું સંયતપણું પણ મોક્ષ માટે જરાય કાર્યકારી થતું
નથી. નગ્નદશા શરીરની થઈ તેથી આત્માને લાભ છે એમ નથી.
અહીં તો દ્રષ્ટિમાં–શ્રદ્ધામાં તો પ્રથમથી જ સર્વ રાગાદિને વિરૂદ્ધ જાણી તેનો ત્યાગ થઈ ગયો છે પણ
ચારિત્રમાં જરા જેટલો શુભરાગ જેને વ્યવહાર રત્નત્રય કહેલ છે તે પણ આસ્રવ તત્ત્વ છે માટે મોક્ષમાર્ગમાં
આડખીલી સમાન બાધક જ છે એમ પ્રથમથી જ મોક્ષમાર્ગનું નિરાલંબી સ્વરૂપ જાણવું જોઈએ.
ભૂતાર્થ સ્વભાવના આશ્રયે જેટલો મોક્ષમાર્ગ વીતરાગભાવ ઉઘડ્યો તેમાં કોઈ સમયે રાગની
અપેક્ષા નથી. છઠ્ઠા ગુણસ્થાને ભાવલિંગી મુનિને ર૮ મૂળગુણ, છ આવશ્યક આદિ શુભ વિકલ્પ આવે
છે અને તેટલા અંશે ચૈતન્યની જાગ્રતિ રોકાય જ છે માટે તે અશુદ્ધ ઉપયોગ છે, શુદ્ધોપયોગ નથી. માટે
જ્ઞાનીના શુભ ઉપયોગને મોક્ષ માટે અકિંચિત્કર આચાર્યદેવ કહે છે.
શાસ્ત્ર રચું, મુનિસંઘને ઉપદેશ દઉં, ભગવાનના દર્શન, તીર્થયાત્રા કરું એ આદિ રાગની વૃત્તિ
આવે છે પણ તે ચૈતન્યની જાગ્રતિને રોકનાર છે, પુણ્યબંધનું કારણ છે. કોઈ કહે મુનિદશામાં શુભરાગ
રહે છે તે સંવરનિર્જરાનું કારણ છે તો એમ નથી જ. કોઈ પણ પ્રકારનો રાગ હો, સર્વરાગાદિ વિભાવથી
નિરપેક્ષ, અખંડ સ્વભાવમાં ઢળવું તે મોક્ષ માર્ગ છે. તે મોક્ષ માર્ગને વર્તમાન વર્તતી શુદ્ધ પર્યાયનો
આશ્રય નથી પણ અખંડાનંદ શુદ્ધાત્મદ્રવ્યનો જ આશ્રય છે.
શ્રી નિયમસારમાં શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે કે મુનિઓને હું જ્ઞાનાનંદ છું ઈત્યાદિ ભેદ–
વિકલ્પ ઊઠે છે તેને મોક્ષ થશે કે નહીં કોણ જાણે? અર્થાત્ વિકલ્પપરાયણને મોક્ષ નહીં થાય.
પ્રશ્ન– જ્ઞાનીના ભોગને (અશુભભાવને) નિર્જરાનું કારણ કહેલ છે તો જ્ઞાનીના શુભભાવથી
નિર્જરા (ધર્મ) કેમ નહીં?
ઉત્તર– નહીં, કેમ કે તે આસ્રવતત્ત્વ હોવાથી બંધનું કારણ છે. જ્યાં જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ
કહેલ છે ત્યાં તો નિર્મળ શ્રદ્ધાનીય મુખ્યતાથી અને રાગનું સ્વામીત્વા નથી એ અપેક્ષાથી એમ કહ્યું છે.
બાકી લક્ષણ દ્રષ્ટિથી તો જ્ઞાનીને પણ કોઈપણ રાગનું બંધનું જ કારણ છે. મુનિદશાને યોગ્ય શુભરાગ–
મંદકષાય, વ્યવહાર રત્નત્રય હોય છે તે પણ આસ્રવતત્ત્વ હોવાથી બંધનું કારણ છે નિર્જરાનું કારણ નથી
એ અનેકાન્ત સિદ્ધાંત પ્રથમથી જ માનવો જોઈએ. પછીય ભૂમિકાનુસાર શુભ રાગરૂપ નિમિત્ત–જે હોય છે
તેનું–જ્ઞાન કરાવવા ઉપચારથી તેને નિર્જરાનું કારણ કહેવું તે વ્યવહાર છે. પણ તત્ત્વદ્રષ્ટિથી તેમ નથી.
શ્રી ટોડરમલજીએ આત્મજ્ઞાન ચોથા ગુણસ્થાનથી લીધેલ છે અને અહીં તો મોક્ષમાર્ગનું
નિર્વિકલ્પ આત્મજ્ઞાન ૭મા ગુણસ્થાનથી કહેલ છે. જુઓ, આ શાસ્ત્રના કર્ત્તા આચાર્યદેવ પંચમકાળના
મુનિ હતા. જાણે છે કે આ કાળે સાક્ષાત્ મોક્ષની યોગ્યતા નથી; છતાં જેવી વસ્તુસ્થિતિ મોક્ષમાર્ગ માટે
છે તે સ્પષ્ટ બતાવી દીધી છે. મુનિને વારંવાર (હરેક અંતમુર્હૂત બાદ) છઠું ગુણસ્થાન આવે છે પણ
તેટલા માત્ર રાગનો પણ નકાર વતે છે. શાસ્ત્રનો રાગ આવે છે છતાં તેને પણ તોડીને નિર્વિકલ્પ
શુદ્ધોપયોગમાં સ્થિર