આત્મધર્મ : ૧૮ D :
મંગલ જન્મોત્સવ અંક
* આવું સુખ કોને હોય? શુદ્ધોપયોગીને.
* શુદ્ધોપયોગ કોને હોય? જેને ચારિત્ર હોય તેને. (નીચે કોઈકવાર હોય છે તે
ગૌણ છે.)
* ચારિત્ર કોને હોય? સમ્યગ્દર્શન હોય તેને.
* સમ્યગ્દર્શન કોને હોય? પોતાના ત્રિકાળી જ્ઞાનાનંદસ્વભાવનો જે આશ્રય કરે
તેને.
માટે અંતર્મુખ અભ્યાસવડે પોતાના જ્ઞાનાનંદ સ્વભાવનો પરમ
મહિમાપૂર્વક આશ્રય કરવો–તે મુમુક્ષુનું કર્તવ્ય છે.
* જ્ઞાનાનંદસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે.
* સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રદશા થાય છે.
* ચારિત્રદશામાં શુદ્ધોપયોગ થાય છે.
* ને શુદ્ધોપયોગવડે પરમઅચિંત્ય અપૂર્વ ઈન્દ્રિયાતીત આનંદ અનુભવાય છે.
નમસ્કાર હો એવા શુદ્ધોપયોગી સંતોને.