આત્મધર્મ : ૧૯ :
મંગલ જન્મોત્સવ અંક
ધન્ય એ શુદ્ધોપયોગી સંત
(પ્રવચનસર ગ. ૧૪ ન પ્રવચનમથ: મહ વદ છઠ્ઠ)
– શુદ્ધોપયોનું ફળ પરમ અતીન્દ્રિય સુખ અને કેવળજ્ઞાન છે. તે પ્રશંસનીય છે.
– તે શુદ્ધોપયોગ કોને હોય? –કે જેને પ્રથમ તો ભેદજ્ઞાનવડે સ્વદ્રવ્ય અને
પરદ્રવ્યને જુદા જાણ્યા છે; તે ઉપરાંત મધ્યસ્થ ભાવરૂપ થઈને નિજસ્વરૂપમાં ઠર્યા છે,
એવા સમભાવી શ્રમણને શુદ્ધોપયોગ હોય છે.
– અહો, શુદ્ધોપયોગમાં વીતરાગતા છે, તે વીતરાગતામાં વિષમતા નથી.
– જ્યાં સ્વ–પરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં વિષમતા હોય, ત્યાં વીતરાગી સમભાવ
ન હોય.
– પહેલાં વસ્તુસ્વરૂપ જેમ છે તેમ જ્ઞાનમાં ને શ્રદ્ધામાં પણ જો ન આવે તો તેના
સમ્યક્ આચરણનું વિધાન ક્્યાંથી હોય?
– પહેલી વાત એ છે કે ભાવશ્રુતવડે જેણે શાસ્ત્રનું રહસ્ય એમ જાણ્યું છે કે
સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય અત્યંત ભિન્ન છે; દરેક દ્રવ્ય નિજપરિણામમાં તન્મયપણે પરિણમે છે,
અન્ય દ્રવ્ય સાથે તેને જરાય સંબંધ નથી.
– ભાઈ, શાસ્ત્રમાંથી જો આવું રહસ્ય તું કાઢ તો જ તું શાસ્ત્રના રહસ્યને
સમજ્યો છે. જો આવું રહસ્ય ન સમજ તો તને શાસ્ત્રનું જ્ઞાન જ નથી.
– અહીં તો શાસ્ત્રના અર્થોના જ્ઞાનના બળવડે જેણે ભેદજ્ઞાન કર્યું છે, જેણે
સમ્યગ્દર્શન કર્યું છે, અને તે ઉપરાંત જેણે નિજ સ્વરૂપમાં લીનતા પ્રગટ કરી છે એવા
શુદ્ધોપયોગી મુનિની વાત છે. સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન તો ગૃહસ્થદશામાંય થાય છે, પણ તે
ઉપરાંત આગળ વધીને મુનિદશા અને શુદ્ધોપયોગની આ વાત છે.
– આત્મા પરદ્રવ્યને કાંઈ કરી શકે છે–એ વાત તો ભેદજ્ઞાન થયું ત્યાં જ છૂટી
ગઈ, પણ હજી અસંયમભાવ હોવાથી હિંસાદિની વૃત્તિ હોય છે; પરંતુ પછી સ્વરૂપમાં
ઠરતાં છ જીવ નિકાયને હણવાના વિકલ્પ પણ અટકી ગયા છે, તેમ જ પાંચ ઈન્દ્રિય
સંબંધી અભિલાષા પણ છૂટી ગઈ છે, એ રીતે આત્માને સંયમભાવમાં સ્થિર કર્યો છે,
શુદ્ધસ્વરૂપમાં જ સમ્યક્પણે આત્માનું સંયમન કર્યું છે, –એવા જીવને સુખદુઃખજનિત
વિષમતાનો અભાવ છે, –ને તેને જ પરમ સામ્યભાવરૂપ શુદ્ધોપયોગ હોય છે.
– તે શુદ્ધોપયોગી મુનિરાજને સ્વરૂપવિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપતું હોવાથી તે
તપસહિત છે. અહા, તપ કોને કહેવું એની પણ અજ્ઞાનીઓને તો ખબર નથી. શુદ્ધસ્વરૂપ
શું અને તેમાં એકાગ્રતારૂપ તપ શું–તેની ઓળખાણ તો પહેલેથી હતી, અને પછી તે