આત્મધર્મ : ૨૦ :
મંગલ જન્મોત્સવ અંક
ઓળખાણ અનુસાર તેનો અમલ કરીને નિજસ્વરૂપમાં ઠર્યા ને સંયમ–તપરૂપ
દેદીપ્યમાન દશા પ્રગટ કરી, ચૈતન્યને શોભાવ્યો, આત્માને વીતરાગભાવથી
ઝળહળાવ્યો, –આવા પ્રતાપવંત આત્માને શુદ્ધોપયોગ હોય છે.
– સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને કોઈકવાર (નિર્વિકલ્પ અનુભૂતિ વખતે)
શુદ્ધોપયોગ હોય છે ને પરમ અતીન્દ્રિય આનંદનો આહ્લાદ અનુભવાય છે. –પણ તે
ક્્યારેક હોવાથી તેની વાત ગૌણ છે; મુનિની વાત મુખ્ય છે. મુનિઓને વારંવાર
સ્વરૂપમાં લીનતાથી આવો શુદ્ધોપયોગ થાય છે.
– પરદ્રવ્યનું તો અસ્તિત્વ જ જુદું છે એટલે તેની તો શું વાત? શાસ્ત્રના અર્થ
જાણ્યા ત્યાં જ પરદ્રવ્યને તો અત્યંત જુદા જાણ્યા. નિજસ્વરૂપ ચૈતન્યમય છે તે પરથી
જુદું છે; એવા સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન કર્યા ત્યાં નિજસ્વરૂપમાં જ ઠરવાનું રહ્યું.
– અહો, આ સંતોની વાણી છે. સંતોની વાણીના સમ્યક્ અર્થને પણ જે ન સમજે
તેને ચારિત્ર કેવું? ને મુનિદશા કેવી? વસ્તુનું સ્વરૂપ, તારું જ્ઞાન અને શાસ્ત્રનું કથન–
એ ત્રણેનો મેળ મળવો જોઈએ; તો જ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન છે.
– જુઓ, આવો સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનપૂર્વકનો શુદ્ધોપયોગ હોય તેને જ મુનિપણું
હોય છે. પછી ભલે છઠ્ઠા ગુણસ્થાને આવે ને શુભોપયોગ હોય, પરંતુ તે છઠ્ઠું ગુણસ્થાન
પણ તેને જ આવે છે કે જેણે પહેલાં શુદ્ધોપયોગવડે મુનિદશા પ્રગટ કરી હોય.
– કોઈ એમ કહે કે અત્યારે આવો શુદ્ધોપયોગ નથી;–એમ શુદ્ધોપયોગના
અસ્તિત્વની ના પાડવી તે મુનિદશાની જ ના પાડવા બરાબર છે. જો શુદ્ધોપયોગ નથી
તો મુનિદશા જ નથી.
– અત્યારે ભલે આવા શુદ્ધોપયોગી મુનિ કોઈ દેખાતા નથી, –પરંતુ તેથી કાંઈ
મુનિદશાનું જે સ્વરૂપ છે તે અન્યથા થઈ જતું નથી. જે કોઈ જીવને મુનિપણું પ્રગટે તેને
શુદ્ધોપયોગપૂર્વક જ મુનિદશા હોય છે. શુદ્ધોપયોગના અસ્તિત્વની જે ના પાડે છે તે
મુનિદશાના અસ્તિત્વની જ ના પાડે છે. અરે, સમ્યગ્દર્શન પણ પ્રથમ શુદ્ધોપયોગસહિત
જ પ્રગટે છે.
– અહો, શુદ્ધોપયોગ તે તો અતીન્દ્રિય આનંદરસનું ઝરણું છે. તે અતીન્દ્રિયરસમાં
મગ્ન મુનિઓ મોહના વિપાકથી અત્યંતપણે ભેદની ભાવનારૂપે પરિણમ્યા છે, એટલે
ઉત્કૃષ્ટ ભાવનાવડે નિર્વિકાર આત્મસ્વરૂપને પ્રગટ કરીને ‘વીતરાગ’ થયા છે.
– આહા, જુઓ તો ખરા આ ધર્મીની દશા!! આવા શુદ્ધોપયોગધર્મરૂપે પરિણમેલા
મુનિવરો ચૈતન્યની પરમ–અતીન્દ્રિય કળાને અવલોકે છે, એટલે સાતા અસાતા જનિત
બહારના સુખદુઃખમાં તેમને પરિણામની વિષમતા થતી નથી, ક્્યાંય ઈષ્ટ–અનિષ્ટ વૃત્તિ
થતી નથી, સર્વત્ર ‘સમસુખદુઃખ’ છે, –આવા શ્રમણોને શુદ્ધોપયોગ છે.
– આવા શુદ્ધોપયોગવડે તરત જ આત્મસ્વભાવની ઉપલબ્ધિ થાય છે. અહો,
આવો શુદ્ધોપયોગ અને તેનો પ્રસાદથી તરત જ થતી આત્મસ્વરૂપની પ્રાપ્તિ–તે
પ્રશંસનીય છે.