Atmadharma magazine - Ank 235
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 53

background image
આત્મધર્મ : ૨૧ :
મંગલ જન્મોત્સવ અંક
શુદ્ધોપયોગનો પ્રસાદ
‘સ્વયંભૂ’ આત્માનું અન્ય કારકોથી અત્યંત નિરપેક્ષપણું
શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ શુદ્ધોપયોગ વડે થાય છે, અને તે શુદ્ધોપયોગ
આત્મસ્વભાવના આશ્રયે જ થાય છે. શુદ્ધોપયોગ ચૈતન્યપરિણામસ્વરૂપ છે, શુભાશુભ
રાગપરિણામ તે ખરેખર ચૈતન્યપરિણામસ્વરૂપ નથી. ભલે થાય છે આત્મામાં, પણ તે
આત્માના સ્વભાવપરિણામ નથી. સ્વભાવપરિણામ તો શુદ્ધોપયોગ છે. તે શુદ્ધોપયોગ
વડે પગલે પગલે શુદ્ધતા વધતી જાય છે ને નિર્વઘ્ન જ્ઞાનદર્શનશક્તિ ખીલી જાય છે એટલે
કે આત્મા સર્વજ્ઞપણે પ્રસિદ્ધ થાય છે.
આવી સર્વજ્ઞતા શુદ્ધોપયોગના પ્રસાદથી પ્રાપ્ત થાય છે. અહો, સર્વજ્ઞતાના
અચિંત્ય સામર્થ્યની શી વાત! અનંત અલોકાકાશ વગેરેને સાક્ષાન્ જાણી લ્યે છે.
અનંતને અનંત તરીકે જાણીને તેનો પાર પામી જાય છે–એ જ્ઞાનની મહાન અનંત શક્તિ
છે. આવી અચિંત્ય સર્વજ્ઞશક્તિ અને અપૂર્વ અતીન્દ્રિય પરમ આનંદ શુદ્ધોપયોગ વડે
પ્રગટે છે; બીજું કોઈ સાધન નથી.
શુદ્ધોપયોગ વડે જે શુદ્ધાત્મપ્રાપ્તિ થાય છે તે અન્ય કારકોથી નિરપેક્ષ છે,
આત્માને જ આધીન છે, જરાપણ પરાવલંબન તેમાં નથી. આ રીતે પોતે પોતાના જ
આશ્રયે સર્વજ્ઞપણે પ્રસિદ્ધ થયેલો આત્મા ‘સ્વયંભૂ’ છે.
અહો, સર્વજ્ઞતા એટલે જ્ઞાનના અચિંત્ય સામર્થ્યની પરાકાષ્ટા! એમાં જરાય
પરાવલંબન નથી, એમાં વિકાર નથી, એમાં અપૂર્ણતા નથી. આવા જ્ઞાનસામર્થ્યનો
આદર, સત્કાર, પ્રશંસા અને ઓળખાણ કરતાં પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય થાય
છે એટલે દર્શનમોહનો નાશ થઈને સમ્યગ્દર્શન થાય છે. ભગવાન કહે છે કે અમને જે
જાણશે તેને ક્ષાયિક સમકિત થાશે.
સર્વજ્ઞતાનો નિર્ણય