Atmadharma magazine - Ank 235
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 53

background image
આત્મધર્મ : ૨૨ :
મંગલ જન્મોત્સવ અંક
સર્વજ્ઞસ્વભાવના આશ્રયે થાય છે. અલ્પજ્ઞ એવી મતિશ્રુતપર્યાયમાં પણ અંતર્મુખ વલણ
વડે સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થાય છે.
સર્વજ્ઞસ્વભાવને સાધતા સાધતા સ્વાશ્રયયની ભૂમિકા સહિત વચ્ચે વિકલ્પથી જે
કર્મ બંધાયા (તીર્થંકરપ્રકૃતિ બંધાણી) તે પ્રકૃતિનો ઉદય કેવળજ્ઞાન થયા પછી આવ્યો
અને તેના નિમિત્તે જે વાણી છૂટી તે વાણીમાં પણ સ્વાશ્રયનો જ ઉપદેશ આવ્યો છે.
સ્વાશ્રયભાવવડે જ ભગવાનની વાણીનો નિર્ણય થઈ શકે છે. સર્વજ્ઞનો નિર્ણય સર્વજ્ઞના
આશ્રયથી થતો નથી પણ સ્વસન્મુખ થઈને સ્વભાવના આશ્રયે જ તેનો નિર્ણય થાય
છે.
અહો, આવી સ્વાશ્રયવિધિ વડે જ અર્હંતોએ મોહનો ક્ષય કર્યો ને એવો જ
સ્વાશ્રયમાર્ગ ઉપદેશીને તે અર્હંતો મોક્ષ પધાર્યા... અહો, તેમને નમસ્કાર હો! તેમણે
દર્શાવેલા સ્વાશ્રયમાર્ગને નમસ્કાર હો.
જુઓ, આ અરિહંતોનો માર્ગ! અરિહંતોનો માર્ગ પરાશ્રયવાળો નથી... એ તો
સ્વાશ્રિતમાર્ગ છે, વીરનો માર્ગ છે, જગતથી અત્યંત નિરપેક્ષ માર્ગ છે. સમ્યગ્દર્શનની
પ્રાપ્તિ પણ આ જ માર્ગથી થાય છે, ને પછી વીતરાગતા તથા કેવળજ્ઞાન પણ આ જ
માર્ગથી થાય છે. એમાં વચ્ચે ક્્યાંય પરનો આશ્રય નથી, વચ્ચે ક્્યાંય રાગનું અવલંબન
નથી, વચ્ચે ક્્યાંય બીજા સાધનની અપેક્ષા નથી. અહો, આવો પરમ નિરપેક્ષ
વીતરાગમાર્ગ અત્યંત આત્માધીન છે. સ્વાધીન એવો શુદ્ધોપયોગ તે જ તેનું સાધન છે.
અહીં ઉત્કૃષ્ટ વાત છે એટલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ અન્ય દ્રવ્યોથી અત્યંત નિરપેક્ષ
અને અત્યંત આત્માધીન છે એમ કહ્યું; કેવળજ્ઞાનની જેમ સમ્યગ્દર્શનથી માંડીને
મોક્ષમાર્ગની બધીયે નિર્મળ પર્યાયો અત્યંત આત્માધીન છે, અને અન્ય સાધનોથી
અત્યંત નિરપેક્ષ છે; એમ બધી પર્યાયોમાં સમજવું. સમ્યગ્દર્શનમાં પરનું અવલંબન જરા
પણ છે? ... તો કહે છે કે ના; તે અત્યંત સ્વાલંબી છે, જરા પણ પરાવલંબન તેમાં નથી.
અહો, સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની મારી કોઈ પણ પર્યાયમાં પરનું જરાય
અવલંબન નથી, મારા આત્મસ્વભાવના અવલંબને જ સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન
પર્યાયો પ્રગટે છે. બસ, મારે મારામાં જ જોવાનું રહ્યું... મારામાં જ ઠરવાનું રહ્યું.
સ્વાશ્રયે સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાનરૂપ પરિણમવું તે મારા જ અધિકારની વાત છે,
તેમાં બીજાનો અધિકાર નથી, પરાધીનતા નથી.
શુદ્ધઉપયોગની ભાવનાના પ્રભાવથી સમસ્ત ઘાતિકર્મોનો નાશ કરીને જેણે
શુદ્ધઅનંતશક્તિવાળો ચૈતન્યસ્વભાવ પ્રાપ્ત કર્યો છે એવો આ આત્મા સ્વયમેવ પોતાના
જ્ઞાયકસ્વભાવના સામર્થ્યથી જ છકારકરૂપ થઈને સર્વજ્ઞ થયો છે, તેથી તે ‘સ્વયંભૂ’ છે
બધાય અત્મામાં સ્વયમેવ છકારકરૂપ થવાની તાકાત