અષાડ: ર૪૮૯ : ૯:
..... ત..... ત્ત્વ..... ચ..... ર્ચા.....
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
(વાંકાનેર ચૈત્ર સુદ ૮ થી ૧૩ની રાત્રિચર્ચામાંથી)
પ્રશ્ન: એક સમયમાં રાગ અને વીતરાગતા બંને ભાવો સાથે હોય?
ઉત્તર:– હા. સાધક ને અંશે રાગ ને અંશે વીતરાગતા એમ બંને ભાવો એક સાથે હોય છે. જેમ
સમ્યગ્દર્શન થયું ત્યાં અંશે શુદ્ધતા પ્રગટી ને હજી સાધકને અશુદ્ધતા પણ છે, એ રીતે અંશે શુદ્ધતા ને
અંશે અશુદ્ધતા એમ બંને ભાવો સાધકદશામાં એક સાથે હોય છે. પણ તેમાં જે અશુદ્ધતા છે તે આસ્રવ–
બંધનું કારણ છે. એટલે સાધકને આસ્રવ, બંધ, સંવર ને નિર્જરા એમ ચારેય પ્રકારો એક પર્યાયમાં એક
સાથે થાય છે.
અહો, આ તો અધ્યાત્મતત્ત્વનો અંતરનો વિષય છે. હિંદુસ્તાનની આ મૂળ વિદ્યા છે.
પ્રશ્ન:– રાગ ઉપર જ્યારે લક્ષ હોય ત્યારે તો જ્ઞાનીને બહિર્મુખતા જ છે ને?
ઉત્તર:– રાગ ઉપર ભલે ઉપયોગનું લક્ષ હોય, પણ તે વખતેય અંદર સાધકને રાગ વગરની શુદ્ધ
પરિણતિ તો વર્તે જ છે. ઉપયોગ ભલે બહાર હોય તેથી કાંઈ શુદ્ધપરિણતિ જે પ્રગટી છે તેનો અભાવ
થતો નથી. જેટલી શુદ્ધતા છે તેટલી અંતર્મુખ પરિણતિ છે.
પ્રશ્ન:– સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું જ છે– તો તેણે શું કરવું?
ઉત્તર:– રાગ અને ચૈતન્યને ભિન્ન જાણીને ચૈતન્ય–સ્વભાવમાં અંતર્મુખ થવું. પહેલાં અંતરમાં
જ્ઞાનથી નિર્ણય કરે પછી અંતર્મુખ ઉપયોગવડે નિર્વિકલ્પ અનુભવ થતાં સમ્યગ્દર્શન થાય છે.
પણ પહેલાં તેની યોગ્યતા માટે પણ ઘણી તૈયારી જોઈએ. દેવ–ગુરુ–શાસ્ત્ર કેવા હોય તેને
થાય.
પ્રશ્ન:– આત્માએ આ હાથ ઊંચો કર્યો – એમ દેખાય છે ને?
ઉત્તર:– ના; એમ દેખાતું નથી, પણ પોતાની ખોટી કલ્પનાથી એમ માને છે કે આત્માએ હાથ
ઊંચો કર્યો– આત્મા તો કાંઈ એને આંખથી દેખાતો નથી; શરીરને દેખે છે; શરીરનો હાથ ઊંચો થયો–
એમ દેખાય છે, પણ આત્માએ તે ઊંચો કર્યો– એમ તો કાંઈ દેખાતું નથી. એમ આત્મા પોતાથી ભિન્ન
બીજા પદાર્થોનું કાંઈ પણ કરે – એ વાત મિથ્યા છે; તે મિથ્યાત્વમાં ઊંધા અભિપ્રાયનું મોટું પાપ છે,
તેમાં ચૈતન્યની વિરાધના છે. તે મોટો દોષ અજ્ઞાનીઓને ખ્યાલમાં આવતો નથી. પાપ પરિણામ કરે ને
પૈસા મળે– ત્યાં કોઈ એમ માને કે પાપને લીધે પૈસા મળ્યા– તો તે વાત જેમ ખોટી છે, તે જ પ્ર્રમાણે
હાથ ઊંચો થતાં આત્માએ તેને ઊંચો કર્યો – એમ માનવું તે પણ ખોટું છે.
પ્ર્રશ્ન:– આત્મા ક્્યાં રહેલો છે.
ઉત્તર:– આત્મા આત્મામાં રહેલો છે. આત્મા