: ૧૦: આત્મધર્મ: ૨૩૭
શરીરમાં રહ્યો નથી. શરીર અને આત્મા ભલે એક જગ્યાએ હોય પણ આત્માની સત્તા શરીરથી જુદી છે.
આત્મા તો ચૈતન્યપ્રકાશી છે.
આત્મા પોતે જ છે, પણ અજ્ઞાનને લીધે પોતે પોતાની સત્તાને જ ભૂલી ગયો, એટલે આત્મા તો
જાણે ગૂમ થઈ ગયો! એમ લાગે છે. જો અંતર્મંથન કરે તો પોતામાં જ પોતાનો પત્તો લાગે તેમ છે.
પ્રશ્ન:– ભેદજ્ઞાન કરવા માટે સીધો ને સરલ ઉપાય શું?
ઉત્તર:– જુદા લક્ષણ જાણીને જુદું જાણવું તે.
પ્રશ્ન:– એ કઈ રીતે થાય?
ઉત્તર:– અંદર વિચારવું જોઈએ કે અંદર જાણનાર તત્ત્વ છે તે હુ છું, ને વિકલ્પની વૃત્તિનું ઉત્થાન
તે મારા ચૈતન્યથી ભિન્ન છે.
પ્રશ્ન:– મિથ્યાત્વ ટાળવા માટે શુભભાવ ને ક્રિયાની જરૂર નથી લાગતી?
ઉત્તર:– ભાઈ, શુભભાવથી કે દેહની ક્રિયાથી મિથ્યાત્વ ટળે એમ જે માને તેને તો મિથ્યાત્વનુ
પોષણ થાય છે. શુભરાગથી મને ધર્મ થશે ને દેહની ક્રિયા હું કરી શકું છું– એમ માને તો તેમાં
મિથ્યાત્વનું પોષણ થાય છે.
પ્રશ્ન:– તો પછી સમ્યક્ત્વનો મારગ શું?
ઉત્તર:– આ રાગથી પાર ચૈતન્યને જાણવો તે સમ્યકત્ત્વનો મારગ છે. એના વગર શુભભાવ તો
અનંતવાર કર્યા. ભાઈ, સમજણના ઘર ઊંડા છે. – એને માટે સત્સમાગમનો ઘણો અભ્યાસ જોઈએ,
ઘણી પાત્રતા ને ઘણી જિજ્ઞાસા જોઈએ.
પ્રશ્ન:– આત્માને જાણતાં શું થાય?
ઉત્તર:– અંતરમાં ઉપયોગ મુકીને આત્માને જાણતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે. – એવો
અપૂર્વ સ્વાદ આવે કે પૂર્વે કદી આવ્યો ન હતો. પણ એ કાંઈ વાતો કર્યે થાય એવું નથી, એને માટે તો
અંતરનો કોઈ અપૂર્વ પુરુષાર્થ જોઈએ.
પ્રશ્ન:– વાંચન–શ્રવણ ઘણું કરવા છતાં અનુભવ કેમ થતો નથી?
ઉત્તર:– અંદરમાં તેવું યથાર્થ કારણ આપતો નથી માટે; જો યથાર્થ કારણ આપે તો કાર્ય થાય જ.
અંતરની ધગશથી વિચારણા જાગે ને સ્વભાવ તરફનો પ્રયત્ન કરે તો આત્માનું કાર્ય ન થાય એમ બને
નહિ. પ્રયત્ન કરે રાગનો, અને કાર્ય માંગે સ્વભાવનુ, એ ક્્યાંથી આવે? સ્વભાવ તરફનો પ્રયત્ન કરે
તો સ્વભાવનું કાર્ય (સમ્યગ્દર્શન) જરૂર પ્રગટે. એને માટે અંદરનો ઊંડો પ્રયત્ન જોઈએ.
પ્રશ્ન:– સંસાર એટલે શું?
ઉત્તર:– પોતાનું જે શુદ્ધસ્વરૂપ છે તેનાથી સંસરવું એટલે ચ્યુત થઈને અશુદ્ધરૂપ પરિણમવું તે
સંસાર છે. એટલે રાગ–દ્વેષ–અજ્ઞાન વગેરે મલિનભાવ તે સંસાર છે.
પ્ર્રશ્ન:– સંસાર ક્્યાં છે?
ઉત્તર:– જીવનો મોક્ષ ને સંસાર બંને જીવમાં જ છે, જીવથી બહાર નથી. જીવની અશુદ્ધતા તે જ
જીવનો સંસાર છે, બહારના સંયોગમાં જીવનો સંસાર નથી. એ જ રીતે જીવની શુદ્ધતારૂપ મોક્ષ તે પણ
જીવમાં જ છે, ને તે મોક્ષનો ઉપાય પણ જીવમાં જ છે.
પ્રશ્ન:– સંસાર એ ક્્યો ભાવ? ઉત્તર:– સંસાર તે ઉદયભાવ છે.
પ્રશ્ન:– ધર્મ એટલે શું? ઉત્તર:– ધર્મ એટલે આત્માની શુદ્ધતા. આત્મા શું ચીજ છે તેના સ્વભાવનું
ભાન કરીને તેમાં એકાગ્રતા વડે જે રાગ–દ્વેષરહિત શુદ્ધતા પ્રગટે તે ધર્મ છે.
પ્રશ્ન:– સામાયિકની જરૂર ખરી કે નહિ? ઉત્તર:– એક સમયની સામાયિક આત્મામાં મુક્તિના