અષાડ: ૨૪૮૯ : ૧૧:
ભણકારા આપે. સામાયિક પંચમ ગુણસ્થાને હોય છે ને તેના પહેલાં ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વ હોય છે
સમ્યકત્ત્વ વગર એટલે આત્માના ભાન વગર સાચી સામાયિક હોય નહિ. દેહની ક્રિયાને કે શુભરાગને
સામાયિક માને કે તેનાથી ધર્મ માને તો તેને સામાયિકની ખબર નથી. સ્વરૂપનું ભાન કરીને તેમાં
એકાગ્ર રહેતાં રાગદ્વેષ રહિત સમભાવ ને અતીન્દ્રિય આનંદનું વેદન પ્રગટે તેનું નામ સામાયિક છે.
પ્રશ્ન:– એવી સામાયિક ન થાય ત્યાં સુધી તો શુભરાગ કરવો ને?
ઉત્તર:– ભાઈ, રાગ તો અનાદિથી કરતો જ આવ્યો છે! આ તો જેને ધર્મ કરવો હોય તેને માટે
વાત છે. ધર્મ માટે સત્ વિચારોને અંતરમાં સંઘરવા જોઈશે. પહેલાં સમ્યક્ ભૂમિકા તો નક્કી કરો.
આવો મનુષ્ય અવતાર મળ્યો તેમાં જન્મમરણના ફેરા ટળે એવી અપૂર્વ ચીજ શુ છે તે સમજવું જોઈએ.
પછી સમજણના પ્રયત્નની ભૂમિકામાં પણ ઊંચી જાતના શુભરાગ તો હોય છે. પણ તે રાગથી
ચૈતન્યની ભિન્નતા જ્યાં સુધી ન ભાસે ત્યાં સુધી ધર્મની શરૂઆત થાય નહિ. શુભરાગની વાત તો
અનાદિથી સાંભળતો ને આદરતો આવ્યો છે, પણ આ ચિદાનંદતત્ત્વ રાગથી પાર છે તેની વાત અપૂર્વ
છે.
આત્માની આ વાત અપૂર્વ છે. પાત્ર થઈને જિજ્ઞાસા કરે તેને સમજાય તેવી છે. જેને તરસ લાગી
હોય, જેને આત્માની ભૂખ જાગી હોય તેને આ વાત પચે એવી છે.
પ્રશ્ન:– ભેદજ્ઞાન થયું ન હોય પણ તેનો પ્રયત્ન કરતો હોય તો તેના પરિણામ કેવા હોય? તેની
રહેણીકરણી કેવી હોય?
ઉત્તર:– એના પરિણામમાં સત્સમાગમ અને સદ્દવિચાર ઘૂંટાતા હોય. આત્મા શું છે, સત્ શું છે,
જ્ઞાની કેવા હોય– એવા પ્રકારના તત્ત્વના સદ્દવિચાર હોય; પરિણામમાં પરની પ્રીતિનો રસ ઘણો મંદ
થઈ જાય, સાચા દેવ–ગુરુનું બહુમાન જાગે, કુદેવકુગુરુ તરફનું વલણ છૂટી જાય. સ્વસન્મુખ ઝૂકવા જેવું
છે– એમ નક્કી કરીને વારંવાર તેનો અંતર ઉદ્યમ કરે. એને તીવ્ર અનીતિના કે માંસાહારાદિના કલુષ
પરિણામ છૂટી જ ગયા હોય. અંદરમાં યથાર્થ તત્ત્વનું વારંવાર ઘોલન કરતો હોય. આવો જીવ અંતર્મુખ
થવાના વારંવારના અભ્યાસવડે ભેદજ્ઞાન પ્રગટ કરે છે.
પ્રશ્ન:– આ આત્મા સર્વજ્ઞ ભગવાન જેવો છે – એ કઈ રીતે?
ઉત્તર:– જેવા સર્વજ્ઞ ભગવાન છે, તેવો મારો આત્મા છે– એમ જ્યાં નક્કી કરવા જાય ત્યાં
પોતાની પર્યાયમાં તો સર્વજ્ઞપણું નથી, સર્વજ્ઞપણું તો શક્તિ સ્વભાવમાં છે; એટલે પર્યાય સામે જોયે
સર્વજ્ઞ જેવો આત્મા ઓળખાતો નથી પણ સ્વભાવસન્મુખ થઈને જ સર્વજ્ઞ જેવા આત્માની ઓળખાણ
થાય છે. ને એ રીતે સ્વસન્મુખ થાય ત્યારે જ સર્વજ્ઞની ખરી ઓળખાણ થાય છે.
પ્રશ્ન:– આત્મા કોને કહેવો?
ઉત્તર:– આત્મા સંબંધી જેને શંકા ઊઠે છે તે પોતે આત્મા જ છે. શંકા ઊઠે છે તે આત્માના
અસ્તિત્વમાં ઊઠે છે. આત્મા ન હોય તો શંકા કોણ કરે? માટે જે શંકા કરે છે ને જે જાણનાર તત્ત્વ છે તે
આત્મા છે. શંકા કાંઈ આ જડ શરીરમાં નથી, શંકા કરનારું જે તત્ત્વ છે તે ચૈતન્ય છે, તે જ આત્મા છે.
પ્રશ્ન:– અત્યારે મોક્ષ થાય?
ઉત્તર:– મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે પણ જીવો મોક્ષ પામે છે. આ ક્ષેત્રે અત્યારે પુરુષાર્થની
ખામીને કારણે મોક્ષ ભલે ન થાય, પણ અંતરમાં આત્માના સમ્યક્ અનુભવથી એમ નક્કી થઈ શકે છે
કે હવે અલ્પકાળમાં આ આત્મા સંપૂર્ણ મુક્ત થશે. સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષનો માર્ગ આ કાળે થઈ શકે
છે, તેને માટે