Atmadharma magazine - Ank 237
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 25

background image
અષાડ: ર૪૮૯ : ૧પ:
ચૈતન્યના અમૃતસ્વાદને લક્ષમાં તો લે. તેને લક્ષમાં લેતાં તને રાગનો રસ ઊડી જશે.
જ્ઞાનીને રાગમાં અંશમાત્ર પણ આત્મબુદ્ધિ થતી નથી, એટલે તે રાગને પોતામાં જરાપણ કરતો
નથી, રાગને સ્વભાવથી બહાર જ જાણે છે. – આવી જ્ઞાનીની અંતરવેદનાની દશા છે. આવા અંતરવેદન
વગર જ્ઞાનીપણું થાય નહિ. અને આવા અંર્તવેદનને ઓળખ્યા વગર જ્ઞાનીને ઓળખ્યા એમ કહી શકાય
નહિ. “હું તો જ્ઞાન ને આનંદ જ છું, એ જ મારું કાર્ય છે” હું તો જ્ઞાન ને આનંદ જ છું, એ જ મારું કાર્ય
છે” એમ અંર્તવેદનપૂર્વક જે જાણે છે તે જ જ્ઞાની છે. એ સિવાય ભલે શાસ્ત્રો ભણે કે શુભરાગની
ક્રિયાઓ કરે પણ રાગના વેદનથી જુદો પડ્યા વિના સમ્યગ્જ્ઞાન થાય નહિ, જ્ઞાનચક્ષુ તેને ઉઘડે નહિ. અરે,
આ શરીરની એક આંખ કાણી હોય તો ગમતું નથી ને શરમથી તે આંખ ઢાંકે છે, તો આ ચૈતન્યના
જ્ઞાનચક્ષુ આંધળા થઈ ગયા છે તેની કાંઈ શરમ ખરી? જ્ઞાનચક્ષુ કેમ ખૂલે તેનો કાંઈ ઉપાય ખરો? ભાઈ,
કાંઈક આત્માનો પ્રેમ પ્રગટ કર... ને અંતર નજરથી તારા જ્ઞાનચક્ષુ ખોલીને આત્માને દેખ.
ધર્માત્મા કહે છે કે મારો પ્રીયતમ–એટલે કે ઉત્કૃષ્ટ પ્રીયમાં પ્રીય એવો જે મારો ચૈતન્યનાથ – તેની
સાથે મેં રુચિના – પ્રીતિના મીંઢોળ બાંધ્યા... હવે રાગની રુચિના મીંઢોળ હું નહિ બાંધું. અહા, જ્યાં
ચૈતન્યનો ઉત્કૃષ્ટ પ્રેમ પ્રગટ કરીને, તેના આનંદના આસ્વાદન પૂર્વક તેને જ પોતાનો પ્રીયતમ બનાવ્યો
ત્યાં હવે સજ્જન સંત ધર્માત્માને જગતમાં બીજી કોઈ ચીજ પ્રીય લાગતી નથી, ચૈતન્યની પ્રિયતા આડે
આખા જગતનીય પ્રીતિ તેને ઊડી ગઈ છે. ચૈતન્ય સાથે જે પ્રીતિ બંધાણી તેને હવે જગતમાં કોઈ તોડી
શકે નહિ, એ તો હવે અપ્રતિહતપણે કેવળજ્ઞાન ને પરમાત્મપદ લીધે છૂટકો. ચૈતન્યની પ્રીતિમાં જેને
અપ્રતિહત જ્ઞાનધારા શરૂ થઈ તેને, બીજમાંથી પૂર્ણિમાની જેમ, પૂર્ણ જ્ઞાનકળા ખીલ્યે જ છૂટકો.
એવા અપ્રતિહત જ્ઞાનધારાવંતા સાધકસંતોને નમસ્કાર હો.
સમકિત મહાપુરુષ
*મહાપુરુષ કોણ છે?
ભેદજ્ઞાનવડે પરથી ભિન્ન એવું મહાન ચૈતન્ય તત્ત્વ જેણે પ્રતીતમાં લીધું છે, તેત્ર જ મહાપુરુષ છે.
*તે મહાપુરુષ શું કરે છે?
ચૈતન્ય મહાપ્રભુને પરભાવોથી જુદો પાડીને ભેદજ્ઞાની ધર્માત્મા ઊજ્જવળ દ્રષ્ટિવડે પોતાના
અંતરમાં દેખે છે, ને અતીન્દ્રિય આનંદને અનુભવે છે. આવા સમ્યગ્દ્રષ્ટિ તે જ ખરેખર મહાપુરુષ અને
મહાત્મા છે. બીજા જગતમાં મહાન કહેવાતા હોય તેઓ્ર ખરેખર મહાન નથી.
*સમકિતની પ્રતીતિ કોના જેવી છે?
સમ્યગ્દ્રષ્ટિની પ્રતીતિ ગણધર ભગવાન જેવી છે. જેવો શુદ્ધઆત્મા ત્રણ કથળના ગણધરદેવોએ
પ્રતીતમાં લીધો છે તેવો જ શુદ્ધઆત્મા ચોથા ગુણસ્થાને રહેલી સમ્યગ્દ્રષ્ટિ બાળિકાએ પણ પ્રતીતમાં
લીધો છે, તેમાં જરાય ફેર નથી.
*સમ્યગ્દ્રષ્ટિ કેવા છે?
સમ્યગ્દ્રષ્ટિ તે જિનેશ્વર ભગવાનના પુત્ર છે; જેમ ગણધરોને ‘તીર્થંકરના પુત્ર’ કહેવામાં આવ્યા
છે, તેમ સમ્યગ્દ્રષ્ટિ પણ ‘જિનેશ્વરના નંદન’ છે.
*સમ્યગ્દ્રષ્ટિને શેનો રંગ લાગ્યો છે?
સમ્યગ્દ્રષ્ટિને ધર્મનો એટલે પોતાના ચૈતન્યસ્વભાવનો જ રંગ લાગ્યો છે.
*સમકિતીનો તે રંગ કેવો છે?
સમકિતને જે રંગ લાગ્યો તેમાં કદી ભંગ પડવાનો નથી. ચૈતન્યના રંગમાં ભંગ પડા વગર
અપ્રતિહતપણે તે કેવળજ્ઞાન લેશે. (પ્રવચન ઉપરથી)