Atmadharma magazine - Ank 237
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 25

background image
અષાડ: ૨૪૮૯ : ૧૯:


જ્ઞાનકા અચિંત્ય મહિમા લક્ષમેં આનેસે પરિણતિ અંતર્મુખ હોતી હૈ ઔર સંસારકા રસ છૂટ
જાતા હૈ.
જ્ઞાનસ્વભાવકા અચિંત્ય સામર્થ્ય હૈ; ઉસકી જિસકો ધૂન લાગે ઉસકા ઉસકો ધ્યાન હો જાય,
ઔર દૂસરી સબ ચીજકા માહાત્મ્ય છૂટ જાય. પરિણતિ અંતર્મુખ હો જાય.
અપને જ્ઞાનપદકા નિર્ણય જીવને કભી નહીં કિયા.
જ્ઞાનસ્વભાવકે મહિમામેં જિસકા મન લગા ઉસકો સંસારકી ઉપાધિયાં છૂ નહીં શકતી.
પર્યાયકો જ્ઞાનસ્વભાવમેં એકાગ્ર કિયે વિના જ્ઞાનસામર્થ્યકી પ્રતીત નહીં હો શકતી.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવાની જેને ધૂન લાગી તેને રાગ તરફ ઝૂકાવ ન રહ્યો, રાગથી જુદી
પડીને જ્ઞાનપરિણતિ અંતરમાં વળી, તે જ્ઞાન ભલે અલ્પ હોય તોપણ કેવળજ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય
તેણે લક્ષમાં લઈ લીધું છે. અહા! આટલું જોસદાર કેવળજ્ઞાન છે–એમ પ્રતીત કરનારું જ્ઞાન અંતર્મુખ
થઈને તે પ્રતીત કરે છે; રાગમાં રહીને તે પ્રતીત ન થાય.
અહા, આવા જ્ઞાનના મહિમાનો વિચાર પણ સંસારની સર્વ ઉપાધિને ભૂલાવી દે છે. જ્ઞાનમાં
સંસાર નથી, જ્ઞાનમાં વિભાવ નથી.
આત્માકા મહિમા અચિંત્ય હૈ, ઉસકા જ્ઞાનસામર્થ્ય અચિંત્ય હૈ. જ્ઞેયોમેં ત્રિકાલીક સામર્થ્ય
વર્તમાન હૈ તો જ્ઞાનમે્ર ભી ત્રિકાલીક જાણનેકા સામર્થ્ય વર્તમાન હૈ. જ્ઞેયપદાર્થ જેમ ત્રિકાળી પર્યાયના
સામર્થ્ય સહિત એક સમયમાં પૂરો છે તેમ જ્ઞાનસામર્થ્ય પણ એક સમયમાં ત્રણકાળને જાણવાના
સામર્થ્ય સહિત પૂરું છે; ને તે સામર્થ્યને પ્રતીતમાં લેનારું શ્રુતજ્ઞાન પોતાના પૂર્ણ સામર્થ્યને પ્રત્યક્ષભૂત
કરતું પ્રગટે છે. તે જ્ઞાનપર્યાય નિઃસંદેહ છે. પૂરું જ્ઞાન ને પૂરું જ્ઞેય–તેનો નિર્ણય કર્યો તે જ્ઞાન હવે પોતે
પૂરું પરિણમ્યા વગર રહેશે નહિ, એટલે અલ્પકાળમાં શ્રુતજ્ઞાનમાંથી કેવળજ્ઞાન થશે. અહો,
કેવળજ્ઞાનના અચિંત્ય સામર્થ્યને પ્રતીતમાં લેવાનું સામર્થ્ય વર્તમાનમાં છે. તે શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન સાથે
કેલિ કરનારું છે, એટલે ભવ કરવા કે વિકાર કરવો એવું તે જ્ઞાનમાં રહેતું નથી.
જુઓ, આ જ્ઞાનનું દિવ્ય સામર્થ્ય! આવા દિવ્ય સામાર્થ્યને કઈ રીતે નક્કી કરશે? શું ઈન્દ્રિયોમાં
કે રાગમાં તે નક્કી કરવાની તાકાત છે? –ના; શું અલ્પ પર્યાય સામે જોયે તે સામર્થ્ય પ્રતીતમાં
આવશે? –ના; જ્ઞાનપર્યાયને અંતરમાં વાળીને દિવ્યસ્વભાવ સન્મુખ કરવાથી જ આવા જ્ઞાનસામર્થ્યની
પ્રતીત થાય છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે.
બસ, લક્ષને ફેરવીને અંતરમાં લઈ જા. બીજું કાંઈ કરવાનું નથી. સ્વભાવનું માહાત્મ્ય આવે
તેમાં ક્્યાંય ઝગડો નથી, ઝંઝટ નથી. ચિદાનંદ વસ્તુને ભેટતાં જ્ઞાનપર્યાય ઊઘડે છે, રાગને ભેટતાં
જ્ઞાનપર્યાય ઊઘડતી નથી. નિજ જ્ઞાનસ્વભાવનો મહિમા લાવીને જ્ઞાનને અંતર્મુખ પરિણમાવવું એ જ
મુક્તિનો ઉપાય છે.