Atmadharma magazine - Ank 237
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 25

background image
: ૨૦: આત્મધર્મ: ૨૩૭
ભગવાન! ...
મારી સાથે ચાલો...
ममलपाहूड’ માં તારણસ્વામીએ એક ‘उमाहो फूलना’ (એક પ્રકારનું હાલરડું) રચ્યું છે;
તેમાં એક સમ્યગ્દ્રષ્ટિ સિદ્ધગતિ પામવાની અથવા મોક્ષમાં જવાની ભાવના કરે છે અને સાથે શ્રી
અરિહન્ત ભગવાનની ભક્તિ પણ કરે છે; તે એવી ભાવના ભાવે છે કે હે ભગવાન! જ્યાંસુધી હું
મોક્ષપુરીમાં ન પહોંચું ત્યાં સુધી આપ મારી સાથે ને સાથે જ ચાલો. મોક્ષ જતાં જતાં સાધકે પોતાના
હૃદયમાં સિદ્ધ ભગવાનને સ્થાપ્યા છે એટલે સિદ્ધ ભગવાન તેની સાથે ને સાથે જ છે. હે ભગવાન!
મોક્ષ જતાં સુધી આપ મારી સાથે જ રહો એટલે કે આપના ઉપદેશનું અવલંબન ને આપના સ્વરૂપનું
ચિંતવન રહો; જેથી વચ્ચે ભંગ પડ્યા વગર આત્માની ઉન્નતિ કરતો કરતો મોક્ષપુરીમાં ચાલ્યો જાઉં;
વચ્ચે ક્્યાંય પાછો ન પડું. તે સાધક સિદ્ધક્ષેત્રને જ પોતાનો દેશ કહે છે. સિદ્ધપર્યાયને પોતાનો ભેષ
સમજે છે, સિદ્ધસુખને પોતાની શય્યા સમજે છે. આ રીતે
फुलना દ્વારા પ્રેરણા કરી છે કે હે જીવ! તું
નિશ્ચિંત થઈને સિદ્ધ જેવા તારા શુદ્ધાત્મના અનુભવનો અભ્યાસ કર. એ સ્વાનુભવરૂપ જહાજ પર
ચઢીને તું મોક્ષદ્વીપમાં પહોંચીશ.
चलि चलहुन हो जिनवरस्वामी अपनेउ साथा...
चलि चलहुन हो जिनवरस्वामी अपनेउ देशा...
चलि चलहुन हो जिनवरस्वामी सिद्ध सहेसा...
સાધક કહે છે: चलि चलहु... હે ભગવાન ચાલો... ચાલો! હું સિદ્ધપદનું સાધન કરીને મોક્ષમાં
આવવા નીકળ્‌યો છું, તો હે ભગવાન! આપણા મોક્ષદેશમાં શું આપ મારી સાથે નહીં ચાલો! चलि
चलहु... ચાલો... ચાલો... ભગવાન! મારી સાથે ચાલો. હે જિનેન્દ્ર! નિજસ્વરૂપના સ્વદેશમાં આપ
મારી સાથે ચાલો.
જુઓ તો ખરા, કેવી સરસ રચના કરી છે!
મોક્ષનો સાધક ભવ્ય જીવ શ્રી અરિહંતભક્તિમાં મગ્ન થઈને કહે છે કે હે જિનેન્દ્ર! કયા આપ
હમારી સાથે અપને મોક્ષરૂપી દેશમેં ન ચલોગે? મુક્તિના મિલનને માટે મારા અંતરમાં આત્મકમળના
રસનો અનુભવ પ્રગટ થયો છે. મને શ્રી જિનેન્દ્ર ભગવાનનો એવો ઉપદેશ મળ્‌યો છે કે ચૈતન્યસૂર્યનો
અનુભવ કરું ને વીતરાગભાવને પ્રગટ કરું. તે હિતકારી સહાયક ભાવવડે આ જીવ મુક્તિપુરીમાં પ્રવેશ
કરે છે.