પંચપરમેષ્ઠીને સાક્ષાત્ હાજર કરીને ચારિત્રદશાને સાધે છે... મોક્ષદશાનો સ્વયંવર કરે છે. તેમ અહીં
સાધક કહે છે કે હે ભગવાન! ચાલો... મારી સાથમાં ચાલો, મોક્ષપુરીમાં જતાં મારી સાથે જ રહો.
અહો! પંચપરમેષ્ઠીનો જ્યાં સાથ મળ્યો ત્યાં મોક્ષદશા પાછી ન ફરે, વચ્ચે વિઘ્ન ન હોય. પ્રભો!
ચૈતન્યની લગની વડે મોક્ષદશા સાથેના લગ્નમાં આપને બોલાવ્યા છે. જેમ લગ્ન વખતે મોટા શેઠિયાને
સાથે રાખે છે તેમાં હેતુ એ છે કે કન્યા કોઈ કારણે પાછી ન ફરે... તેમ અહીં સાધક જીવ ચૈતન્યની
લગની પૂર્વક શેઠ–શ્રેષ્ઠ એવા અનંતા તીર્થંકરો–સિદ્ધભગવંતોને પાસમાં–સાથમાં–હૃદયમાં રાખીને મોક્ષને
સાધવા નીકળ્યો, હવે તેની મોક્ષદશા અટકે નહિ, તે પાછો ફરે નહિ, અપ્રતિહતભાવે મોક્ષદશા લીધે
છૂટકો.
આપની ભક્તિ ને આપના સ્વરૂપનું ધ્યાન નહિ છોડું. સાધક કહે છે–સિદ્ધપર્યાય તે મારી શૈયા
છે, –કે જેમાં આત્મા અનંતકાળ સુધી પરમાનંદ સહિત વિશ્રામ કરે છે. હે જિનેંદ્ર ભગવાન!
આવી સિદ્ધશૈયામાં શું આપ મારી સાથે નહિ ચાલો! હે ભગવાન! મુક્તિપુરીમાં જતા આપ મારા
સહકારી છો. પ્રભો! હું સિદ્ધ ભગવાનની પાસે જાઉં છું. આપ મારી સાથે સિદ્ધપુરીમાં ચાલો.
પ્રભો! મોક્ષપથમાં આપ મારા સાર્થવાહ છો. મોક્ષમાં જવા માટે આપ મારા સથગારા–સાથીદાર
છો... આપ મારી સાથે જ રહો. અમને આપનો જ સાથ છે, બીજા કોઈનો સાથ નથી. રાગનો ય
સાથ નથી. સમયસારમાં