Atmadharma magazine - Ank 237
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 25

background image
અષાડ: ૨૪૮૯ : પ:
દ્રઢતા થાય છે ને કષાયોની મંદતા થાય છે. કેવા કેવા જીવોએ કેવા પ્રસંગોમાં કેવી આરાધના કરી–
ઈત્યાદિ વર્ણનમાં ઉપયોગ જોડતાં પોતાને આરાધનાની દ્રઢતા થાય છે ને મોક્ષમાર્ગનો ઉત્સાહ જાગે છે.
માટે પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રઅભ્યાસ કરવો યોગ્ય છે. શાસ્ત્રઅભ્યાસની અરુચિ કરીને તેનો
નિષેધ કરે તો તો તેને અધ્યાત્મની રુચિ પણ સાચી નથી. જેને જેનો પ્રેમ હોય તે (૧) તેની કથા
હોંસથી સાંભળે, (ર) તેના વિશેષ પ્રકારો જાણે, (૩) તેનાં આચરણનાં સાધનો જાણે ને (૪) તેનું
સ્વરૂપ જાણે તેમાં તેને ઉત્સાહ હોયછે, કંટાળો નથી હોતો; તેમ જેને આત્મરુચિ થઈ છે– મોક્ષમાર્ગ
સાધવાનો પ્રેમ જાગ્યો છે તે જીવ (૧) તેવા આત્મરુચિવંત અને મોક્ષમાર્ગને સાધનારા તીર્થંકરો
વગેરેની કથા પ્રેમપૂર્વક સાંભળે છે, (ર) આત્માના વિશેષ પ્રકારો ગુણસ્થાનો–માર્ગણાસ્થાનો વગેરેનો
પણ અભ્યાસ કરે છે, (૩) મહાપુરુષોએ કેવા આચરણ કર્યા તે પણ જાણે – વ્રતાદિનું સ્વરૂપ જાણે,
તેમજ (૪) આત્માના અનુભવનું વર્ણન વગેરે અધ્યાત્મશાસ્ત્રોને પણ જાણે. – એ રીતે ચારે
અનુયોગનો અભ્યાસ કાર્યકારી છે. માટે અધ્યાત્મશાસ્ત્રો જ વાંચવા ને કરણાનુયોગ–કથાનુયોગ
વગેરેનાં શાસ્ત્રો ન વાંચવા– એમ નિષેધ કરવો યોગ્ય નથી.
આત્મસ્વરૂપના અનુભવમાંથી બહાર નીકળીને જે બુદ્ધિ પરદ્રવ્યમાં ભમે તેને તો
પદ્મનંદીપચ્ચીસીમાં વ્યભિચારિણીબુદ્ધિ કહી છે, – તો શાસ્ત્રઅભ્યાસમાં ઉપયોગ શા માટે જોઈએ?
ભાઈ, આત્માનો ઉપયોગ આત્મામાં જ રહે તે જ ઉત્તમ છે, અને આત્મામાંથી ખસીને
પરદ્રવ્યમાં આત્માનો ઉપયોગ ભમે તો તે દુષિત છે– એ વાત તો સાચી; પરંતુ જ્યારે સ્વરૂપમાં ઉપયોગ
લીન ન રહી શકે ને પરદ્રવ્યમાં જાય ત્યારે, અન્ય અશુભ વિષય કષાયોમાં ઉપયોગ ભમે તેના કરતાં
તો વીતરાગી શાસ્ત્રના અભ્યાસમાં ઉપયોગ જોડવો– તે ભલું છે. માટે બીજા બાહ્ય વિષયોના પાપમાં
ઉપયોગ જોડવા કરતાં શાસ્ત્રાભ્યાસમાં બુદ્ધિ લગાડવી યોગ્ય છે. ગણધરો અને મહામુનિઓ પણ
ચૈતન્યના ધ્યાનમાં નિરંતર નથી રહી શકતા ત્યારે શાસ્ત્રસ્વાધ્યાય, દિવ્યધ્વનિનું શ્રવણ વગેરેમાં પ્રવર્તે
છે;– અને તું એનો નિષેધ કરે છે, તો શું મહામુનિઓ કરતાં ય તું એનો નિષેધ કરે છે, તો શું
મહામુનિઓ કરતાં ય તું આગળ વધી ગયો!! – શાસ્ત્રાભ્યાસને વિકલ્પ કહીને નિરર્થક કહેવો ને અન્ય
વિષયકષાયોમાં પ્રવર્તવું તે તો નિશ્ચયાભાસી જીવનું સ્વછંદીપણું જ છે.
અમારે તો એકલું આત્મજ્ઞાનનું જ કામ છે, બીજા તત્ત્વોને જાણવાનું શું કામ છે?
અરે ભાઈ, એકલો આત્મા–આત્મા ગોખ્યા કરવાથી તો મોક્ષમાર્ગ થાય નહિ; પણ આત્મા શું,
તેની અવસ્થા શું, તેમાં શુદ્ધતા–અશુદ્ધતાના પ્રકાર કેવા છે, જીવથી ભિન્ન અજીવ શું? મોક્ષમાર્ગ શું?
મોક્ષમાર્ગને રોકનાર કોણ? એના જ્ઞાન વગર આત્મજ્ઞાન પણ સાચું થતું નથી ને મોક્ષમાર્ગને સાધી
શકાતો નથી. આત્મા–આત્મા કર્યા કરે ને બીજા તત્ત્વોને જાણવાનો નિષેધ કરે તો તત્ત્વાર્થશ્રદ્ધાન
ક્્યાંથી થાય? આત્માને દુઃખદાયક એવા આસ્રવ–બંધ શું તેને જાણ્યા વગર મોક્ષમાર્ગ સાધી શકાય
નહિ. કયા કારણોથી કર્મનો અભાવ થાય છે– તે ઓળખવું જોઈએ. બંધ–મોક્ષનાં કારણોને બરાબર
ઓળખે તો જ બંધનાં કારણરૂપ સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરવાનો ઉદ્યમ કરે. માટે આત્મા સિવાય બીજા
તત્ત્વો–સંવર–નિર્જરા આસ્રવ–બંધ વગેરે પણ જાણવા જોઈએ.
એ તો બરાબર, પણ ત્રણલોક વગેરેનું વર્ણન જાણવામાં શું પ્રયોજન છે?
ત્રણલોક વગેરેનું વર્ણન જાણવું તે પણ કાંઈ રાગની વૃદ્ધિનું કારણ નથી, પણ ઉલટું રાગ
ઘટવાનું જ