Atmadharma magazine - Ank 237
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: ૬: આત્મધર્મ: ૨૩૭
કારણ છે. પુણ્ય–પાપનાં ફળનાં સ્થાનરૂપ સ્વર્ગ–નરક વગેરેને જાણતાં જીવ વૈરાગ્ય પામે છે, ને
પાપભાવો છોડીને પુણ્યકાર્યમાં વર્તે છે. વળી સર્વજ્ઞદેવે કહેલાં તત્ત્વો જાણતાં સર્વજ્ઞતાનો પણ વિશેષ
મહિમા આવે છે. માટે ત્રણલોકનું તેમજ જીવોની ગતિ–આગતિનું સ્વરૂપ બતાવનારાં શાસ્ત્રોના
અભ્યાસનો પણ નિષેધ કરવો યોગ્ય નથી
પ્રયોજનભૂત થોડું જ જાણવું તે કાર્યકારી છે, તો પછી ઘણું જાણવાના વિકલ્પો શા માટે કરીએ?
અરે ભાઈ, બીજું સંસારનું તો ઘણું જાણવામાં તું ઉપયોગ જોડે છે અને અહીં વિશેષ
શાસ્ત્રાભ્યાસને તું વિકલ્પ કહીને તેનો નિષેધ કરે છે, તે યોગ્ય નથી. જે જીવની શક્તિ ઓછી હોય
ને વિશેષ શાસ્ત્રાભ્યાસ જેટલી બુદ્ધિ ન હોય– તેને માટે એ ઉપદેશ છે કે થોડુંક પણ પ્રયોજનભૂત
જાણવાનું કાર્યકારી છે, બીજું આવડે કે ન આવડે પણ સ્વભાવ શું ને વિભાવ શું– એટલું
પ્રયોજનભૂત જાણે તો પણ પોતાનું કાર્ય સાધી શકે. પણ એવો જીવ કાંઈ વિશેષ શાસ્ત્રાભ્યાસનો
નિષેધ નથી કરતો. અથવા જે જીવ એકલા અપ્રયોજનભૂત તત્ત્વોને જાણવામાં જ રોકાય છે ને
ભેદજ્ઞાનની દરકાર કરતો નથી તો એવા જીવને માટે ઉપદેશ છે કે પ્રયોજનભૂત તત્ત્વના જ્ઞાન
વગર તારું બીજું બધું જાણપણું કાંઈ કાર્યકારી નથી. પરંતુ પ્રયોજનભૂત તત્ત્વને જાણવા ઉપરાંત
જેની વિશેષબુદ્ધિ હોય તે વિશેષ અભ્યાસ થી ગુણસ્થાન – માર્ગણાસ્થાન – જીવસ્થાન તથા
ત્રણલોક વગેરેનું વર્ણન જાણવામાં ઉપયોગને જોડે– તે યથાર્થ જ છે, તેમાં જ્ઞાનાદિની નિર્મળતા
થાય છે ને રાગાદિ ઘટે છે.
પ્રશ્ન:– શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિને બંધન થતું નથી, માટે અમારી પ્રવૃત્તિ ગમે તેવી
હો? તેમાં શું વાંધો છે?
ઉત્તર:– અરે ભાઈ, સમ્યગ્દ્રષ્ટિની દશાની તને ખબર નથી; સમ્યગ્દ્રષ્ટિને બંધન થતું નથી– એમ
‘શાસ્ત્રમાં’ કહ્યું છે ને! – પણ તારી પરિણતિમાં તે વાત આવી છે? તારી પરિણતિમાં તો અબંધપણું
આવ્યું નથી. પોતાની મેળે વિચારથી તેં એમ માની લીધું કે હું સમ્યગ્દ્રષ્ટિ છું ને મને બંધન થતું નથી–
એ તો તારી સ્વછંદ કલ્પના છે. સમ્યગ્દ્રષ્ટિ તો સ્વપરને ભિન્ન જાણતો હોવાથી અત્યંત વૈરાગ્યવંત હોય
છે, એ સમ્યગ્દ્રષ્ટિનું ચિહ્ન છે; તે નિયમથી જ્ઞાન–વૈરાગ્ય–શક્તિ સહિત હોય છે. હું સમ્યગ્દ્રષ્ટિ છું – એવા
મિથ્યાઅભિમાનથી ફૂલાઈને પ્રવર્તે ને વૈરાગ્યનું તો ઠેકાણું ન હોય, – એવા જીવોને તો પાપી કહ્યા છે.
પોતે બુદ્ધિપૂર્વક પાપપરિણામમાં પ્રવર્તે અને કહે કે મને બંધન નથી– એ તો મોટો સ્વચ્છંદ છે.
સમ્યગ્દ્રષ્ટિ પણ અશુભ પરિણામ આવે તેને પાપ સમજે છે, ને તેને બૂરા જાણીને છોડવાનો ઉદ્યમ કરે
છે.
પ્રશ્ન:– શાસ્ત્રમાં તો શુભ–અશુભ બંનેને સરખા કહ્યા છે ને?
ઉત્તર:– ભાઈ, અશુદ્ધોપયોગની અપેક્ષાએ શુભ–અશુભને સરખા કહીને, તે બંને છોડીને
શુદ્ધોપયોગનો ઉપદેશ આપ્યો, એટલે તે બંને છોડીને શુદ્ધોપયોગરૂપ પ્રવર્તવું તે તો બરાબર છે;
પરંતુ જેને એવો શુદ્ધોપયોગ ન થાય તેણે શુભ છોડીને અશુભમાં પ્રવર્તવું એવો કાંઈ તે ઉપદેશનો
હેતુ નથી; છે તો શુભ અને અશુભ બંને અશુદ્ધ, અને હેય, પરંતુ શુભ કરતાં અશુભમાં તીવ્ર
અશુદ્ધતા છે, તેથી તેને પહેલાં જ છોડવાયોગ્ય છે. શુભને પણ જે હેય જાણે તે અશુભમાં સ્વચ્છંદે
કેમ પ્રવર્તે?
(સ્થળ સંકોચને કારણે આ લેખનો બાકીનો ભાગ આવતા અંકે આપવામાં આવશે.)