Atmadharma magazine - Ank 237
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
અષાડ: ૨૪૮૯ : ૭:
ઉપયોગસ્વરૂપ સ્વઘરમાં વસવું
ફાગણ સુદ એકમના રોજ શેઠશ્રી ચુનીલાલ હઠીસંગના
મકાનના વાસ્તુપ્રસંગે સમયસાર ગા. પ૭ ના પ્રવચનમાંથી

વર્ણાદિ અને રાગાદિભાવો તે જીવના સ્વભાવભૂત નથી, જીવના ચેતનામય સ્વભાવથી તે
ભાવો ભિન્ન છે. જીવના આવા ચેતનામય સ્વભાવને ઓળખીને તેમાં વસવું તે ખરું વાસ્તુ છે. બહારના
જડ મકાનમાં આત્માનું ખરું વાસ્તુ નથી. પોતાના સ્વગુણપર્યાયમાં વસવું– તેના શ્રદ્ધા–જ્ઞાન કરીને
તેમાં ઠરવું તે સાચું વાસ્તુ છે; એવો સ્વઘરમાં વસવાટ જીવે પૂર્વે કદી કર્યો નથી એટલે તે જ અપૂર્વ
વાસ્તુ છે.
ભગવાન! તું તો જ્ઞાતાદ્રષ્ટા છો; રાગાદિ પરભાવો કે શરીરાદિ પરદ્રવ્યો તેની સાથે તારે ભાવનો
કાંઈ પણ સંબંધ નથી; એક ક્ષેત્રે રહેવા છતાં ભાવથી અત્યંત ભિન્નતા છે. ચેતનભાવને અને
રાગભાવને જરાય એકતા નથી. રાગ બર્હિર્મુખ ભાવ છે, તેને સાથે લઈને અંતરમાં જવાતું નથી, માટે
અંતરના સ્વભાવથી તે ભિન્ન છે. જેમ દૂધ અને પાણી એક ક્ષેત્રે હોવા છતાં બંનેને સ્વભાવથી એકતા
નથી, બંનેને સ્વભાવ જુદા છે. તેમ ચૈતન્યમૂર્તિ આત્માને વર્ણાદિ–રાગાદિ ભાવો સાથે એકક્ષેત્રપણું હોવા
છતાં, અગ્નિ અને ઉષ્ણતાની માફક ભાવથી એકતા તેમને નથી. આત્મા તો જાણકસ્વભાવી છે ને વર્ણાદિ
જાણકસ્વભાવ વગરના છે; – શુભાશુભ ભાવો પણ વિકાર છે તેમાં ચેતકપણું નથી. ચેતનની નજીક
રહેવાથી જાણે કે તેઓ પણ ચેતન સાથે એકમેક જ હોય – એમ અજ્ઞાનીને ભિન્ન લક્ષણના અભાનને
લીધે લાગે છે. પણ બંનેના લક્ષણ અત્યંત ભિન્ન છે, લક્ષણ દ્વારા બંનેની ભિન્નતા જાણીને અંતરમાં
ચૈતન્યસ્વભાવનો રાગથી ભિન્ન અનુભવ કરતાં સમ્યગ્દર્શનાદિ થાય છે.
આત્માનું સ્વલક્ષણ શું? – ઉપયોગ.
તે ઉપયોગ સાથે આત્મા તાદાત્મ્ય છે, એકમેક છે;
તે ઉપયોગ પરભાવ ઉપાધિ વગરનો નિરૂપાધિ છે.
રાગાદિભાવોને ઉપયોગ સાથે એકતા નથી.
અહા, અહીં તો કહે છે કે જેમ વર્ણાદિભાવો ઉપયોગથી ભિન્ન છે તેમ રાગાદિભાવો પણ
આત્માના ઉપયોગથી ભિન્ન છે. જેમ શરીરથી ઉપયોગ જુદો છે તેમ રાગથી પણ ઉપયોગ જુદો છે.
અનાદિથી રાગને પોતાનું સ્વરૂપ માનીને તે રાગમાં વસવાટ કર્યો છે; એટલે સ્વઘરને ભૂલીને પરઘરમાં
વસ્યો છે. રાગ અને ઉપયોગની ભિન્નતા અનુભવીને ચૈતન્યના ઉપયોગમાં વાસ કરવો તે અપૂર્વ વાસ્તુ
છે. તેણે સ્વઘરમાં વાસ કર્યો.
ભાઈ, તારી સમ્યગ્દર્શન કરવું હોય, આત્માનો સમ્યક્ અનુભવ કરવો હોય તો અંર્તદ્રષ્ટિવડે
આવા