શ્રાવણ: ૨૪૮૯ : ૯ :
અબંધરૂપ થઈ, પણ જેટલો રાગ રહ્યો તેટલું બંધન પણ છે. કર્મના સંબંધવાળી પર્યાયને પણ જો અબંધ
જાણી લ્યે તો તો જ્ઞાન જ ખોટું થયું. સ્વભાવથી આત્મા અબંધ છે, પણ પર્યાયમાં તે અબંધપણું ક્યારે
પ્રગટે? કે અબંધસ્વભાવમાં પર્યાય અભેદ થાય ત્યારે; પર્યાય હજી રાગાદિમાં જ વર્તતી હોય અને એમ
કહે કે હું અબંધ છું તો તે જીવ ભ્રાંતિમાં જ છે. ‘અબંધ છું’ એમ કહેવાથી કે વિચાર કરવાથી કાંઈ
અબંધપણું નથી પ્રગટતું, પણ સ્વભાવસન્મુખ થઈને અનુભવ કરતાં જ પર્યાયમાં અબંધપણું પ્રગટે છે.
માટે પર્યાયમાં અબંધપણું કેટલું પ્રગટ્યું ને કેટલું બંધન બાકી રહ્યું તે બંને પડખા જાણવા જોઈએ.
* બંધ–મોક્ષના વિચારનું અમારે શું પ્રયોજન છે? કેમ કે શાસ્ત્રોમાં તો બંધ–મોક્ષના
હે ભાઈ, બંધ અને મોક્ષના સ્વરૂપને જાણવું તે કાંઈ દોષ નથી; બંધ અને મોક્ષના યથાર્થ
સ્વરૂપને જાણ્યા વગર તું મોક્ષને કઈ રીતે સાધીશ? ને બંધને કઈ રીતે ટાળીશ? જે જીવ બંધ–મોક્ષના
વિકલ્પમાં જ અટકી રહે છે પણ વિકલ્પથી ખસીને શુદ્ધ ચૈતન્યને અનુભવતો નથી તે જીવને
સમ્યગ્દર્શનાદિ થતા નથી, તેથી એમ કહ્યું છે કે બંધ–મોક્ષના વિચારથી જીવ બંધાય છે. એકલી
પર્યાયબુદ્ધિમાં જ રહ્યા કરે ને દ્રવ્યસ્વભાવ એકરૂપ છે તેને ઓળખે નહિ–તો તેને મોક્ષમાર્ગ થતો નથી,
તેમ જ પર્યાયમાં બંધન અને મુક્તિરૂપ અનેક અવસ્થા થાય છે તેને જો ન ઓળખે તો બંધનથી
છૂટવાનો ને મોક્ષ પામવાનો ઉદ્યમ પણ શા માટે કરે? માટે દ્રવ્ય પર્યાય બંનેને જાણીને મોક્ષમાર્ગના
ઉદ્યમમાં પ્રવર્તવું યોગ્ય છે. બંધ–મોક્ષના વિકલ્પથી બંધન કહ્યું પણ તેનો અર્થ કાંઈ એવો નથી કે બંધ–
મોક્ષનું જ્ઞાન પણ ન કરવું. જો સાચું જ્ઞાન પણ ન કરે તો તો મિથ્યા વિકલ્પો કદી મટે નહિ.
* અમે તો એકલા નિશ્ચયનયની મુખ્યતાનું જ ગ્રહણ કરશું, વ્યવહારનું ને પર્યાયના
અરે ભાઈ, પર્યાયના યથાર્થ વિવેક વગર નિશ્ચય સ્વભાવનું યથાર્થપણે ગ્રહણ થઈ શકે જ નહિ.
જિનશાસનમાં તો નિશ્ચયસ્વભાવના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ કરવાનો ઉપદેશ છે; પણ પર્યાયમાં જે
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરતો નથી, રાગદ્વેષને ટાળવાનો ઉદ્યમ કરતો નથી, ને ‘શુદ્ધાત્મા–શુદ્ધાત્મા’ એમ
ગોખ્યા કરે છે, તો તેને મોક્ષમાર્ગ કેવો? મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના ઉદ્યમથી જ પ્રગટે છે.
સાધકના સાચા સાથીદાર
જેણે પોતાના જ્ઞાનમાં ભગવાનની સર્વજ્ઞતાનો નિર્ણય કરીને,
પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞતા બેસાડી તેણે સ્વસન્મુખતા વડે મોક્ષને
સાધવામાં ભગવાનને પોતાના સાથીદાર બનાવ્યા.
..... હવે જ્ઞાનમાં સર્વજ્ઞને સાથે ને સાથે રાખીને તે મોક્ષને સાધશે.
જે જ્ઞાનમાં સર્વજ્ઞને રાખ્યા તે જ્ઞાનમાં રાગ રહી શકે નહિ.
અહા, સાધકભાવ! પૂર્ણ સાધ્યના સ્વીકારપૂર્વક વર્તી રહ્યો છે. પૂર્ણ
સાધ્યનો અંતરમાં જેણે સ્વીકાર કર્યો તેણે સાધકભાવમાં સર્વજ્ઞને પોતાના
સાથીદાર બનાવ્યા.