: ૧૦ : આત્મધર્મ: ૨૩૮
જ્યાંથી લવ અને કુશ રાજકુમારો મુક્તિ પામ્યા છે એવા પાવાગઢ સિદ્ધક્ષેત્રની યાત્રાપ્રસંગે પૂ.
ગુરુદેવે કહ્યું કે: વાહ, એ રાજકુમારોની દશા! આ પાવાગઢ ઉપર નજર પડી ત્યારથી એમનું જીવન
નજરે તરવરે છે..... અહા, ધન્ય એમની મુનિદશા! ધન્ય એમનો વૈરાગ્ય! ને ધન્ય એમનું જીવન!
જન્મીને પોતાનો અવતાર એમણે સફળ કર્યો.
રામચંદ્ર અને લક્ષ્મણ એ બંને ભાઈઓને પરસ્પર અપાર સ્નેહ હતો. એકવાર દેવો તેમના
સ્નેહની પરીક્ષા કરવા આવ્યા..... રામચંદ્રજીના મરણના કૃત્રિમ સમાચાર સાંભળતાં જ “હા... રામ”
કહેતાંક લક્ષ્મણ સિંહાસન ઉપર ઢળી પડ્યા ને મૃત્યુ પામ્યા તરત રામચંદ્રજી ત્યાં આવે છે ને જાણે
લક્ષ્મણ જીવતા જ હોય એમ માનીને તેના મૃતશરીરને ખભે ઉપાડીને સાથે ને સાથે ફેરવે છે....
દિવસોના દિવસો વીતી રહ્યા છે.
કાકાનું મૃત્યું ને પિતાની આવી દશા નીહાળીને રામચંદ્રજીના બે પુત્રો લવ અને કુશ એ બંનેને
સંસારથી વૈરાગ્ય થાય છે.... ને દીક્ષા લેવા માટે પિતાજી પાસે રજા માંગવા આવે છે. રામચંદ્રના ખભે
તો લક્ષ્મણનો દેહ પડ્યો છે ને બંને કુમારો આવીને અતિ વિનયપૂર્વક હાથ જોડીને વૈરાગ્યભરેલી
વાણીથી રજા માંગે છે: હે પિતાજી! આ ક્ષણભંગુર અસાર સંસારને