Atmadharma magazine - Ank 238
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
શ્રાવણ: ૨૪૮૯ : ૧૧ :
છોડીને હવે અમે દીક્ષા લેવા માંગીએ છીએ.... દીક્ષા લઈને અમે ધ્રુવ ચૈતન્યને ધ્યાવશું ને આનંદમાં
લીન થઈને આ જ ભવે સિદ્ધપદને સાધશું. માટે અમને દીક્ષા લેવાની રજા આપો. હે તાત!
જિનશાસનના પ્રતાપે સિદ્ધપદને સાધવાનો જે અંતરનો માર્ગ તે અમે જોયો છે, અંતરના જોયેલા માર્ગે
હવે અમે જશું. આમ કહીને, જેમના રોમે રોમે– પ્રદેશે પ્રદેશે વૈરાગ્યની ધારા ઉલ્લસી છે એવા તે બંને
રાજકુમારો મુનિદીક્ષા લેવા માટે રામચંદ્રજીને નમન કરીને વનમાં ચાલ્યા જાય છે.
મુનિ થઈને તે બંને મુનિવરો વન–જંગલમાં વિચરે છે ને આત્મધ્યાનમાં અતીન્દ્રિય આનંદનો
અનુભવ કરતા કરતા કેવળજ્ઞાન સાથે કેલિ કરે છે. લવ અને કુશ બંને સીતા સતીના પુત્રો હતા.... બંને
ચરમશરીરી હતા.... બંને સાથે જન્મ્યા હતા.... બંનેએ સાથે દીક્ષા લીધી.... ને બંને મોક્ષ પણ અહીંથી
(–પાવાગઢથી) પામ્યા.... બંનેને ચૈતન્યનું ભાન હતું ને ચૈતન્યના પરમ આનંદનો માર્ગ અંતરમાં
દેખ્યો હતો. અંતરમાં દેખેલા માર્ગે ચાલીને તેઓ અહીંથી સિદ્ધ પરમાત્મા થયા. અંતરના ચિદાનંદ
સ્વરૂપમાં લીન થઈને તેમણે પોતાની આત્મશાંતિને સાધી.
જેનામાં ઠાંસી ઠાંસીને આનંદ ભરેલો છે એવા ચિદાનંદ સ્વભાવના ભાનસહિત દીક્ષા માટે બંને
કુમારો કહે છે કે હે પિતાજી! અમને આજ્ઞા આપો.... અમે હવે અમારા ચિદાનંદ સ્વરૂપમાં સમાઈ જવા
માગીએ છીએ. આ સંસારમાં બહારના ભાવ અનંતકાળ કર્યા, હવે અમારે સ્વપ્નેય સંસાર જોઈતો
નથી.... હવે તો મુનિ થઈને અમે અમારી પૂર્ણ અતીન્દ્રિય પરમ આનંદદશાને સાધશું. આ
સંસારભ્રમણમાં ચારે ગતિના અવતાર જીવે અનંતવાર કર્યા છે, એકમાત્ર સિદ્ધપદ કદી પ્રાપ્ત કર્યું નથી....
હવે તો અમે અમારા ચિદાનંદ સ્વરૂપમાં સમાઈ જશું ને અભૂતપૂર્વ એવા સિદ્ધપદને પામશું. સ્વભાવનો
માર્ગ અમે જોયેલો છે, તે જાણેલા માર્ગે જશું ને મુક્તિને વરશુંં. –આમ વૈરાગ્યથી પિતાની રજા લઈને
બંને કુમારો મહેન્દ્ર ઉદ્યાનમાં ગયા ને અમૃતેશ્વરમુનિરાજના સંઘમાં દીક્ષા લીધી.... પછી
આત્મધ્યાનપૂર્વક વિચરતા વિચરતા અહીં પાવાગઢ પર્વત ઉપર આવ્યા ને ધ્યાનમાં લીન થઈને
કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષપદ પામ્યા.
(“બે રાજકુમારોનો વૈરાગ્ય” નામની પુસ્તિકામાંથી)
“બે રાજકુમારોના વૈરાગ્ય”ની પુસ્તિકા મળી શકતી ન હતી; હવે તેની
બીજી આવૃત્તિ છપાયેલ હોવાથી મળી શકે છે. (કિંમત ૨૦ ન. પૈ.)
તે જ્ઞાનીના ચરણમાં.......
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણમન તે જ ધર્માત્માનું
પરિણમન છે, રાગ તે ધર્માત્માનું પરિણમન નથી, તે તો ધર્માત્માને
પરજ્ઞેયરૂપ છે, જેમ થાંભલો વગેરે જ્ઞાનથી ભિન્ન પરજ્ઞેયરૂપ છે તેમ રાગ
પણ જ્ઞાનથી ભિન્ન પરજ્ઞેયરૂપ છે. આ રીતે રાગથી ભિન્ન એવા જ્ઞાન–
દર્શન–ચારિત્રરૂપ પરિણમન વડે જ્ઞાની ઓળખાય છે, રાગવડે જ્ઞાની
ઓળખાતા નથી, રાગ હોવા છતાં એની દશા રાગાતીત વર્તે છે.
જેમ– દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત,
તેમ– રાગ છતાં જેની દશા વર્તે રાગાતીત,
તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણીત.