શ્રાવણ: ૨૪૮૯ : ૧૭ :
છેલ્લું તીવ્ર દુઃખ તેઓ વેદી રહ્યા છે. ને અહીં તને છેલ્લામાં છેલ્લા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવા આનંદની
વાર્તા સન્તો પાસેથી સાંભળવા મળી છે, તો આવા ઉત્કૃષ્ટ જ્ઞાન–આનંદ સ્વભાવને પ્રતીતમાં લે. તારા
સ્વભાવનો મહિમાશું કહેવો? પ્રભુતા પરિપૂર્ણ તારામાં ભરી છે, તું જ મહાપ્રભુ છો. બહારમાંથી તારે શું
લેવું છે? તારી પ્રભુતામાં જ તારા જ્ઞાન–આનંદની પૂર્ણ ખાણ ભરી છે. તે જ તારા સુખનું ને જ્ઞાનનું
કારણ છે, માટે તેમાં જા. આ રીતે પરદ્રવ્યોથી અત્યંત નિરપેક્ષ નેએકલા સ્વદ્રવ્યના જ અવલંબને તારા
અતીન્દ્રિય જ્ઞાન ને આનંદ પ્રગટી જશે.
અતીન્દ્રિય જ્ઞાનનું સામર્થ્ય એવું અચિંત્ય છે કે પોતે પોતમાં સ્થિર રહીને સમસ્ત પદાર્થોને
પોતામાં જાણી લ્યે છે. પૂર્ણ જ્ઞાનશક્તિ ખીલી તેમાં બધા જ્ઞેયો પોતાની ત્રણકાળની પર્યાયો સહિત
સીધા વર્તમાન–પ્રત્યક્ષ એક સાથે જણાય છે. જ્ઞાન અને જ્ઞેય બંનેનું સામર્થ્ય વર્તમાનમાં પૂરું છે. બધા
જ્ઞેયોને એક સમયમાં પૂરું નિમિત્ત થવાની જ્ઞાનની તાકાત છે, પણ જીવ પોતાની તાકાતનો વિશ્વાસ
કરતો નથી. જ્યાં આવું જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું ત્યાં તેની પૂરી તાકાત એવી ઊઘડી કે બધા પદાર્થો જ્ઞેયપણે
તેમાં અર્પાઈ જાય છે. જ્યાં આવું જ્ઞાન હોય ત્યાં જ પૂરું સુખ હોય તેથી આચાર્યદેવે ફરીફરીને આ
જ્ઞાનનો અચિંત્ય મહિમા અને પ્રશંસા કરીને તેને ઉપાદેય બતાવ્યું છે.
ત્રિકાળી પર્યાયો સહિત જ્ઞેયપદાર્થો તો જગતમાં વિદ્યમાન છે. જ્ઞેયપદાર્થમાં ત્રણકાળની પર્યાયનું
સામર્થ્ય વર્તમાન વિદ્યમાન છે, અને અહીં કેવળજ્ઞાનમાં તેને જાણવાનું સામર્થ્ય ખીલી ગયું છે, તો તે
કેવળજ્ઞાનમાં શું ન જણાય? –બધું જ જણાય, પ્રત્યક્ષ જણાય, એક સાથે જણાય, રાગ વગર જણાય.
જુઓ, આ જ્ઞાનસામર્થ્યને જેણે જાણ્યું તેણે બધું જાણ્યું.
આ જ્ઞાનસામર્થ્યનો નિર્ણય શી રીતે કરવો? વર્તમાનમાં જે જ્ઞાનનો અંશ પ્રગટ વર્તે છે તે
જ્ઞાનને અંતરના સ્વભાવની સન્મુખ કરતાં પૂર્ણ સાથે અંશની એકતા થઈને પૂર્ણની પ્રતીત પ્રગટે છે, ને
પૂરાની જાતનો અતીન્દ્રિય અંશ પ્રગટે છે, તેમાં અતીન્દ્રિય આનંદનું વેદન પણ ભેગું છે. કેવળી
ભગવાન જેવા જ્ઞાનને આનંદનો અંશે નમુનો સમકિતીને આવી ગયો છે. જ્ઞાનપર્યાયને અંતરમાં
વાળીને સ્વસન્મુખ કરવાથી જ આવા જ્ઞાનસ્વભાવની પ્રતીત થાય છે, એ સિવાય જડ ઈન્દ્રિયોમાં,
રાગમાં કે ઈન્દ્રિયો તરફના જ્ઞાનમાં એવી તાકાત નથી કે જ્ઞાનસામર્થ્યને પ્રતીતમાં લ્યે.
ભાઈ, તારા જ્ઞાનને અંતરમાં લઈ જા.... બહિરલક્ષ પલટાવીને અંર્તલક્ષ કર. બસ! આ જ
સમ્યગ્દર્શનનો ઉપાય છે. સ્વભાવનું માહાત્મ્ય લક્ષમાં લઈને અંતરમાં જા. બીજું કાંઈ કરવાનું નથી.
ચિદાનંદને ભેટતાં જ્ઞાનપર્યાય ઊઘડે; રાગનું ભેટતાં જ્ઞાનપર્યાય ન ઊઘડે, જ્ઞાનપર્યાય જ્યાં
નિજસ્વભાવ તરફ વળી ત્યાં તેમાં કાંઈ ઝંઝટ નથી; તે જ્ઞાન અતીન્દ્રિય આનંદમય અમૃતના ભોજનથી
ભરેલું છે.
પરભાવમાં મારું સુખ નથી, સુખ મારું મારા જ્ઞાનસ્વભાવમાં જ છે, મારો આત્મા સ્વયં જ
જ્ઞાનને સુખ સ્વભાવથી ભરેલો છે–એવી દ્રઢ પ્રતીત થતાં જગતના સર્વ પદાર્થોમાંથી સુખબુદ્ધિ છૂટી
જાય, એટલે પરાશ્રયબુદ્ધિ છૂટી જાય, ને અંતર્મુખ વલણ થાય. અહો, આ વાત સમજીને પોતે પોતાના
અંતરમાં ઉતરવા જેવું છે. અતીન્દ્રિય શાંતિ મેળવવાની આ એક જ રીત છે.
જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે; જાણવામાં આકુળતા નથી; ત્રિકાળી પદાર્થને જાણવામાં
સમભાવ છે. ભૂતકાળના પર્યાયો કે ભવિષ્યના પર્યાયો–તેને પણ જ્ઞાન પોતાની નિર્વિઘ્ન અચિંત્ય મહાન
શક્તિવડે જાણી લે છે.
જ્ઞાનની અચિંત્ય પ્રભુશક્તિ છે, તે જ્યાં નિર્વિઘ્ન ખીલી ગઈ ત્યાં સર્વ જ્ઞેયોને પહોંચી વળે છે. જો
એમ ન જાણે તો તે જ્ઞાનની દિવ્યતા શી? વર્તમાન કરતાં