: ૬ : આત્મધર્મ ૨૩૮
આવી ગયો છે પણ જ્ઞાન હજી સતતપણે સ્વજ્ઞેયમાં રહેતું નથી, જ્ઞાનનો ઉપયોગ અમુક વખત તો નિર્વિકલ્પ
રહે છે પણ વિશેષપણે તેમાં જ ટકી શકતો નથી, અંતર્મુહૂર્તમાં તે વિપરિણામ પામે છે. જ્ઞાનનું આવું
વિપરિણમન અંદર રાગનો સદ્ભાવ સુચવે છે, ને તે રાગ જ આસ્રવનું કારણ છે. પણ જ્ઞાનીનું જ્ઞાન તો તે
રાગથી ભિન્ન છે માટે જ્ઞાની તો બંધક નથી, રાગ જ બંધક છે. રાગભાવ અને જ્ઞાનભાગ ધર્મીને જુદા પડી
ગયા છે; જે જ્ઞાનભાગ છે તે કાંઈ બંધનું કારણ નથી. માટે જ્ઞાનરૂપે પરિણમતા જ્ઞાનીને તો બંધનો અભાવ
જ કહયો છે. બંધનું કારણ તો રાગ છે ને રાગનો સ્વામી તો જ્ઞાની નથી, તો જ્ઞાનીને બંધન કેમ કહેવાય?
ભાઈ, અંતર્મુખ ચૈતન્યવસ્તુ છે તેને સાધવાનું સાધન પણ અંતરમાં જ છે. અંતર્મુખવસ્તુનું
સાધન બહારમાં કેમ હોય? અંતર્મુખ થઈને ચૈતન્યનને સ્પર્શીઅનુભવી શકાય છે. તેમાં કોઈ બીજાની
જરૂર ન પડે; આ જ સહેલામાં સહેલો માર્ગ છે, બીજો માર્ગ છે જ નહિ. જ્યાંસુધી પોતાને આત્મામાં
શુભરાગની અધિક્તા મનાય છે કે જ્ઞાન ઉઘાડની પણ અધિકતા મનાય છે ત્યાંસુધી તેને પોતામાં
જ્ઞાનસ્વભાવની અધિક્તા ભાસશે નહિ; એ જ રીતે પોતાની જેમ બીજામાં પણ શુભરાગ–મંદકષાય
દેખીને કે જ્ઞાનનો કંઈક ઉઘાડ કે બાહ્યત્યાગ દેખીને જેને તેની અધિકતા ભાસે છે ને ધર્માત્માની
અધિક્તા ભાસતી નથી તે જીવને સદાનંદ સ્વભાવની અધિક્તા કોઈ રીતે નહિ ભાસે, તે રાગની જ
અધિક્તા કોઈ રીતે નહિ ભાસે, તે રાગની જ અધિક્તામાં અટકી રહ્યો છે. ચૈતન્યવસ્તુ રાગની
મંદતાથી પણ પાર છે, અને તે ચૈતન્યવસ્તુની સન્મુખ ઉપયોગ વળ્યા વગર બીજું ગમે તેટલું જાણપણું
હોય તેની કાંઈ કિંમત નથી. ભલે બીજા જાણપણાનો ઉઘાડ ઓછો પણ જ્ઞાને અંતર્મુખ થઈને જ્યાં
આખા ચૈતન્ય ભંડારને દેખ્યો ત્યાં તે જ્ઞાન રાગથી જુદું પડી ગયું. પછી જે રાગ રહ્યો તે જ્ઞાનથી
જુદાપણે જ રહ્યો છે ને તે રાગનું બંધન ઘણું જ અલ્પ છે.
સાધકનો ઉપયોગ નીચલી દશામાં સ્વજ્ઞેયમાં લાંબો કાળ સ્થિર રહેતો નથી. જો અંતર્મુહૂર્ત સુધી
સ્વજ્ઞેયમાં જ ઉપયોગ રહે તો તે કેવળજ્ઞાન થઈ જાય. પહેલાં તો ઉપયોગને અંતર્મુખ કરીને, નિર્વિકલ્પ
ઉપયોગથી સ્વજ્ઞેયને પકડયું છે, સ્વજ્ઞેયને પકડીને રાગથી ભિન્નતા કરી નાંખી છે, પણ હજી પરિણમનમાંથી
રાગનો સર્વથા અભાવ થયો નથી તેથી ઉપયોગ સ્વજ્ઞેયથી ખસીને પરજ્ઞેયમાં જાય છે. ધર્મીને રાગમાં
એવું મહિમાવંત છે કે તેમાં બંધનો પ્રવેશ નથી, પણ ચૈતન્યતત્ત્વથી જરાક પણ દુર ખસ્યો ને રાગ તરફ
ઉપયોગ ગયો તો તે બંધનું કારણ થાય છે. ઉપયોગ તો અબંધસ્વભાવી છે ને રાગ તો બંધનું જ કારણ છે,
તે ઉપયોગને અનેરાગને એકતા કેમ હોય? –ન જ હોય. જ્ઞાનીના પરિણમનમાં બંને જુદા પડી ગયા છે.
જે ખરેખર જ્ઞાની છે–તે જીવ અભિપ્રાયથી રાગનો કર્તા થતો નથી. જુઓ, શાસ્ત્રનાં ભણતર
ભણ્યો કે વાંચતાં આવડયું માટે તેને જ્ઞાની કહેવો એમ નથી, પરંતુ ખરેખર જ્ઞાની–એટલે જેણે
સ્વસંદેવન વડે ચૈતન્યનો સ્વાદ ચાખ્યો છે, રાગથી પૃથક થઈને અંતરમાં ભગવાનના ભેટા કર્યા છે તે
જ ખરેખર જ્ઞાની છે, એવા જ્ઞાની બુદ્ધિપૂર્વક–રુચિપૂર્વક તોરાગને કરતા નથી, કેમકે પોતાના
ચૈતન્યસ્વભાવને રાગથી અત્યંત ભિન્ન જાણ્યો છે, અનુભવ્યો છે. જુઓ, આ પરમાત્માનો માર્ગ!
પરમાત્મા કહે છે કે અમને જ્યાંથી પરમાત્મદશા પ્રગટી ત્યાં તું પહોંચ એટલે કે તારી પર્યાયને તે તરફ
વાળ, તો તું અમારા માર્ગે આવ્યો–એમ કહેવાય; પણ જે રાગમાં લાભ માનીને રોકાણો તે પરમાત્માના
માર્ગે આવ્યો નથી, તેણે પરમાત્માના માર્ગને કે પરમાત્માને ઓળખ્યા નથી. અંતર્મુખ થઈને જેણે
પરમાત્મસ્વરૂપને દેખ્યું છે તે ધર્માત્મા પરમાત્માના પંથે છે, તેની પરિણતિ રાગથી પાછી ફરીને
ચૈતન્યસ્વભાવ તરફ વળી છે; ધર્માત્માની આવી પરિણતિ છે.... જેમ જેમ દ્રવ્યપર્યાયની એકતા થતી
જાય છે તેમ તેમ આસ્રવનો અભાવ થતો જાય છે.... સંપૂર્ણ એકતા થતાં આસ્રવનો સર્વથા અભાવ
થઈને પરમાત્મદશા પ્રગટી જાય છે.