Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 61

background image
: ૮ : આત્મધર્મ: ૨૩૯
દ્રવ્યશ્રુતના રહસ્યના ઊંડા વિચારમાં ઊતરે ત્યાં મુમુક્ષુને એમ થાય કે આહા! આમાં આવી
ગંભીરતા છે!! રાજા પગ ધોતો હોય ને જે મજા આવે–તેના કરતાં શ્રુતના સૂક્ષ્મ રહસ્યોના ઉકેલમાં જે
મજા આવે–તે તો જગતથી જુદી જાતની છે. શ્રુતના રહસ્યના ચિંતનનો રસ વધતાં જગતના વિષયોને
રસ ઊડી જાય છે. અહો, શ્રુતજ્ઞાનના અર્થના ચિંતનવડે મોહની ગાંઠ તૂટી જાય છે. શ્રુતનું રહસ્ય જ્યાં
ખ્યાલમાં આવ્યું કે અહો, આ તો ચિદાનંદસ્વભાવમાં સ્વસન્મુખતા કરાવે છે... વાહ! ભગવાનની
વાણી! વાહ, દિગંબર સંતો! –એ તો જાણે ઉપરથી સિદ્ધભગવાન ઊતર્યા! અહા, ભાવલિંગી દિગંબર
સંતમુનિઓ! –એ તો આપણા પરમેશ્વર છે, એ તો ભગવાન છે. ભગવાનની વાણી ને કુંદકુંદાચાર્ય,
પૂજ્યપાદસ્વામી, ધનસેનસ્વામી, વીરસેનસ્વામી, જિનસેનસ્વામી, નેમિચંદ્રસિદ્ધાંતચક્રવર્તી,
સમન્તભદ્રસ્વામી, અમૃતચંદ્રસ્વામી, પદ્મપ્રભસ્વામી, અકલંકસ્વામી, વિદ્યાનંદસ્વામી, ઉમાસ્વામી,
કાર્તિકેયસ્વામી એ બધાય સન્તોએ અલૌકિક કામ કર્યા છે.
“વાહ દિગંબર સન્તો! એ તો આપણા પરમેશ્વર!”

અહા! સર્વજ્ઞની વાણી અને સન્તોની વાણી ચૈતન્યશક્તિના રહસ્યો ખોલીને આત્મસ્વભાવની
સન્મુખતા કરાવે છે, એવી વાણીને ઓળખીને તેમાં ક્રીડા કરતાં, તેનું ચિંતન–મનન કરતાં જ્ઞાનના
વિશિષ્ટ સંસ્કાર વડે આનંદની સ્ફુરણા થાય છે, આનંદના ફૂવારા ફૂટે છે, આનંદના ઝરા ઝરે છે. જુઓ,
આ શ્રુતજ્ઞાનની ક્રીડાનો લોકોત્તર આનંદ! હજી શ્રુતનો પણ જેને નિર્ણય ન હોય તે શેમાં ક્રીડા કરશે?
અહીં તો જેણે ભૂમિકામાં ગમન કર્યું છે એટલે દેવ–ગુરુ–શાસ્ત્ર કેવા હોય તેની કંઈક ઓળખાણ કરી છે
તે જીવ કઈ રીતે આગળ વધે છે ને કઈ રીતે મોહનો નાશ કરીને સમ્યક્ત્વ પ્રગટ કરે છે–તેની આ વાત
છે. દ્રવ્યશ્રુતમાં ભગવાને એવી વાત કરી છે કે જેના અભ્યાસથી આનંદના ફૂવારા છૂટે! ભગવાન
આત્મામાં આનંદનું સરોવર ભર્યું છે, તેની સન્મુખતાના અભ્યાસથી એકાગ્રતા વડે આનંદના ફૂવારા
છૂટે છે. અનુભૂતિમાં આનંદના ઝરા ચૈતન્ય–સરોવરમાંથી વહે છે.
આચાર્યદેવે કહ્યું હતું કે હે ભવ્ય શ્રોતા! તું અમારા નિજવૈભવની–સ્વાનુભવની આ વાતને તારા
સ્વસંવેદન–પ્રત્યક્ષથી પ્રમાણ કરજે. એકત્વસ્વભાવનો અભ્યાસ કરતાં અંતરમાં સ્વસન્મુખ સ્વસંવેદન
જાગ્યું ત્યારે તે જીવ દ્રવ્યશ્રુતના રહસ્યને પામ્યો. જ્યાં એવું રહસ્ય પામ્યો ત્યાં અંતરની અનુભૂતિમાં
આનંદના ઝરણાં ઝરવા માંડ્યાં... શાસ્ત્રના અભ્યાસથી, તેના સંસ્કારથી