Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 61

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૩૯
અરિહંતભગવાનના આત્માને જાણીને, તેવું જ પોતાના આત્માનું સ્વરૂપ ઓળખતાં,
જ્ઞાનપર્યાય અંતર્લીન થઈને સમ્યગ્દર્શન થાય છે ને મોહનો ક્ષય થાય છે... પછી તેમાં જ લીન થતાં
પૂર્ણ શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે ને સર્વે મોહનો નાશ થાય છે. –બધાય તીર્થંકર ભગવંતો અને
મુનિવરો આ જ એક ઉપાયથી મોહનો નાશ કરીને મુક્તિ પામ્યા.. ને તેમની વાણીદ્વારા જગતને
પણ આ એક જ માર્ગ ઉપદેશ્યો. આ એકજ માર્ગ છે ને બીજો માર્ગ નથી–એમ પહેલાં કહ્યુંજ હતું;
ને અહીં ગાથા ૮૬ માં કહ્યું કે સમ્યક્પ્રકારે શ્રુતના અભ્યાસથી, તેમાં ક્રીડા કરતાં તેના સંસ્કારથી
વિશિષ્ટ જ્ઞાનસંવેદનની શક્તિરૂપ સંપદા પ્રગટ કરતાં, આનંદના ઉદ્ભેદ સહિત ભાવશ્રુતજ્ઞાનવડે
વસ્તુસ્વરૂપ જાણતાં મોહનો નાશ થાય છે. આરીતે ભાવજ્ઞાનના અવલંબનવડે દ્રઢ પરિણામથી
દ્રવ્યશ્રુતનો સમ્યક્ અભ્યાસ તે મોહક્ષયનો ઉપાય છે. –આથી એમ ન સમજવું કે પહેલાં કહયો
હતો તે ઉપાય અને અહીં કહયો તે ઉપાય જુદા પ્રકારનો છે; કાંઈ જુાદા જુદા બે ઉપાય નથી. એક
જ પ્રકારનો ઉપાય છે, તે જુદી જુદી શૈલીથી સમજાવ્યો છે. અરિહંતદેવનું સ્વરૂપ ઓળખવા જાય
તો તેમાં આગમનો અભ્યાસ આવી જ જાય છે, કેમકે આગમ વગર અરિહંતનું સ્વરૂપ ક્યાંથી
જાણશે? અને સમ્યક્ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવામાં પણ સર્વજ્ઞની ઓળખાણ ભેગી આવે જ છે,
કેમકે આગમના મૂળ પ્રણેતા તો સર્વજ્ઞ અરિહંતદેવ છે, તેમની ઓળખાણ વિના આગમની
ઓળખાણ થાય નહિ.
હવે એ રીતે અરિહંતની ઓળખાણ વડે કે આગમના સમ્યક્ અભ્યાસ વડે જ્યારે
સ્વસન્મુખજ્ઞાનથી આત્માના સ્વરૂપનો નિર્ણય કરે ત્યારે જ મોહનો નાશ થાય છે. એટલે બંને શૈલીમાં
મોહના નાશનો મૂળ ઉપાય તો આ જ છે કે શુદ્ધ ચેતનાથી વ્યાપ્ત એવા દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ શુદ્ધ
આત્મામાં સ્વસન્મુખ થવું. અહીં એકલા શાસ્ત્રના અભ્યાસની વાત નથી કરી, પણ ‘ભાવશ્રુતના
અવલંબનવડે દ્રઢ કરેલા પરિણામથી સમ્યક્ પ્રકારે અભ્યાસ’ કરવાનું કહયું છે. ભાવશ્રુત ત્યારે જ થાય
કે જ્યારે દ્રવ્યશ્રુતના વાચ્યરૂપ શુદ્ધઆત્મા તરફ જ્ઞાનનો ઝૂકાવ થાય. –આવા પ્રકારના દ્રઢ અભ્યાસથી
અવશ્ય સમ્યગ્દર્શન થાય છે.
એવા સમ્યક્ત્વસાધન સન્તોને નમસ્કાર હો.
આ રા ધ ના નો ઉ ત્સા હ
સમ્યક્ત્વાદિની આરાધનાની ભાવના કરવી, આરાધના પ્રત્યેનો ઉત્સાહ વધારવો,
આરાધક જીવો પ્રત્યે બહુમાનથી પ્રવર્તવું–ઈત્યાદિ સર્વ પ્રકારના ઉદ્યમ વડે
આત્માને આરાધનામાં જોડવો–એ મુનિઓનું તેમજ શ્રાવકોનું–સર્વેનું કર્તવ્ય છે.
આરાધનાને પામેલા જીવોનું દર્શન અને સત્સંગ
આરાધના પ્રત્યે ઉલ્લાસ જગાડે છે.