(૧) ઉત્તમ ક્ષમાધર્મની આરાધના
ક્રોધના બાહ્યપ્રસંગ ઉપસ્થિત થવા
છતાં, રત્નત્રયની દ્રઢ આરાધનાના બળે
ક્રોધની ઉત્પત્તિ થવા ન દેવી ને વીતરાગ ભાવ
રહેવો, અસહ્ય પ્રતિકૂળતા આવે તોપણ ક્રોધવડે
આરાધનામાં ભંગ પડવા ન દેવો તે
ઉત્તમક્ષમાની આરાધના છે.
શ્રેણિક રાજાએ મહાન ઉપસર્ગ કરવા
છતાં શ્રી યશોધર મુનિરાજ સ્વરૂપ–
આરાધનાથી ડગ્યા નહિ; ક્ષમાભાવ ધારણ
કરીને શ્રેણીકને પણ ધર્મપ્રાપ્તિના આશીર્વાદ
આપ્યા.
બીજી તરફ શ્રેણીકરાજાએ પણ ધર્મની
વિરાધનાના અનંત ક્રોધપરિણામ છોડીને સમ્યગ્દર્શન વડે ધર્મની આરાધના પ્રગટ કરી. તે પણ ઉત્તમ
ક્ષમાની આરાધનાનો એક પ્રકાર છે. ઉત્તમક્ષમાના આરાધક સંતોને નમસ્કાર હો.
(૨) ઉત્તમ માર્દવધર્મની આરાધના
નિર્મળ ભેદજ્ઞાનવડે જેણે આખા
જગતને પોતાથી ભિન્ન અને સ્વપ્નવત્ જાણ્યું
છે, અને આત્મભાવનામાં જે તત્પર છે. તેને
જગતના કોઈ પદાર્થમાં ગર્વનો અવકાશ ક્યાં
છે?
રત્નત્રયની આરાધનામાં જ જેમનું
ચિત્ત તત્પર છે. એવા મુનિ ભગવંતોને ચક્રવર્તી
નમસ્કાર કરે તો પણ માન થતું નથી, ને કોઈ
તિરસ્કાર કરે તો દીનતા થતી નથી. આવા
નિર્માન મુનિ ભગવંતોએ ઉત્તમ માર્દવધર્મની
આરાધના હોય છે.
પંચ પરમેષ્ઠી વગેરે ધર્માત્મા ગુણીજનો
પ્રત્યે બહુમાન પૂર્વક વિનયપ્રવર્તન તે પણ માર્દવધર્મનો એક પ્રકાર છે.
ધ્યાનસ્થ બાહુબલીના ચરણોમાં આવીને ભરતચક્રવર્તીએ પૂજન કર્યું છતાં બાહુબલી ગર્વ ન
કરતાં, નિજધ્યાનમાં તત્પર થઈને તત્ક્ષણે જ કેવળજ્ઞાન પામ્યા. આવા ઉત્તમ માર્દવધારી સન્તોને
નમસ્કાર હો.