ભાદરવો: ૨૪૮૯ : ૧૩ :
(૩)
ઉત્તમ આર્જવધર્મની આરાધના
જે ભવભ્રમણથી ભયભીત છે અને
રત્નત્રયની આરાધનામાં તત્પર છે એવા મુનિરાજને
પોતાની રત્નત્રયની આરાધનામાં લાગેલા નાના કે
મોટા દોષ છૂપાવવાની વૃત્તિ હોતી નથી, પણ જેમ
માતા પાસે બાળક સરલપણે બધું કહી દે તેમ ગુરુ
પાસે જઈને અત્યંત સરલપણે પોતાના દોષ પ્રગટ
કરે છે, ને એ રીતે અતિ સરળ પરિણામ વડે
આલોચના કરીને રત્નત્રયમાં લાગેલા દોષોને નષ્ટ
કરે છે. તેમજ ગુરુ વગેરેના ઉપકારને સરળપણે
પ્રગટ કરે છે. –આવા મુનિવરોને ઉત્તમ આર્જવધર્મની
આરાધના હોય છે. એવા આર્જવધર્મના આરાધક
સન્તોને નમસ્કાર હો.
હે આર્જવધારી આચાર્યો!
અમને આર્જવધર્મની આરાધના આપો.
(૪)
ઉત્તમ શૌચધર્મની આરાધના
ઉત્કૃષ્ટપણે લોભના ત્યાગરૂપ જે નિર્મળ
પરિણામ તે ઉત્તમર શૌચધર્મ છે. ભેદજ્ઞાનવડે
જગતના સમસ્ત પદાર્થોથી જેણે પોતાના આત્માને
ભિન્ન જાણ્યો છે, દેહને પણ અત્યંત જુદો જાણીને તેનું
આરાધનામાં તત્પર છે–એવા મુનિવરોને કોઈપણ
પરદ્રવ્યના ગ્રહણની લોભવૃત્તિ થતી નથી, ભેદજ્ઞાન
રૂપ પવિત્ર જળવડે મિથ્યાત્વાદિ અશુચીને ધોઈ નાખી
છે, તેઓ શૌચધર્મના આરાધક છે. અહા, જગતના
સમસ્ત પદાર્થો સંબંધી લોભ છોડીને, માત્ર ચૈતન્યને
જ સાધવામાં તત્પર એવા તે શૌચધર્મવંત મુનિવરોને
નમસ્કાર હો.
હે શૌચધારક સાધુવરો!
અમને ઉત્તમ શૌચધર્મની આરાધના આપો.