: ૧૪ : આત્મધર્મ: ૨૩૯
(પ)
ઉત્તમ સત્યધર્મની આરાધના
મુનિવરો વચનવિકલ્પ છોડીને
સત્સ્વભાવને સાધવામાં તત્પર છે; અને જો વચન
બોલે તો વસ્તુસ્વભાવ અનુસાર સ્વ–પરહિતકારી
સત્યવચન બોલે છે, તેમને ઉત્તમ સત્યધર્મની
આરાધના છે. મુનિવરો સમ્યગ્જ્ઞાન વડે
વસ્તુસ્વભાવ જાણીને તેનો જ ઉપદેશ છે,
શ્રોતાજનો આત્મજ્યોતિની સન્મુખ થાય ને તેમનું
અજ્ઞાન દૂર થાય–એવો ઉપદેશ દે છે, અને પોતે પણ
આત્મજ્યોતિમાં પરિણત થવા માટે ઉદ્યુક્ત રહે છે.
એવા ઉત્તમ સત્યધર્મના આરાધક સંતોને નમસ્કાર
હો.
હે સત્સ્વભાવતત્પર સંતો!
અમને ઉત્તમ સત્યધર્મની આરાધના આપો.
(૬)
ઉત્તમ સંયમધર્મની આરાધના
અંતર્મુખ થઈને નિજસ્વરૂપમાં જેમનો
ઉપયોગ ગુપ્ત થઈ ગયો છે એવા મુનિવરોને સ્વપ્નેય
કોઈ જીવને હણવાની વૃત્તિ કે ઈન્દ્રિયવિષયોની વૃત્તિ
હોતી નથી, તે મુનિવરો ઉત્તમ સંયમના આરાધક છે.
ભગવાન રામચંદ્રજી મુનિ થઈને જ્યારે
નિજસ્વરૂપને સાધી રહ્યા હતા ત્યારે, પ્રતીન્દ્ર થયેલા
સીતાના જીવે તેમને ડગાવવા અનેક ચેષ્ટા કરી, પણ
પોતાના ઉત્તમ સંયમની આરાધનામાં તેએ દ્રઢ રહ્યા
અને કેવળજ્ઞાન પ્રગટ કર્યું. એ જ રીતે શ્રાવકોત્તમ
શ્રી સુદર્શનશેઠને પ્રાણાન્ત જેવો પ્રસંગ ઉપસ્થિત
થવા છતાં પોતાના સંયમના દ્રઢ રહ્યા... આગળ
વધીને મુનિ થઈને કેવળજ્ઞાન પામ્યા. આવા
ઉત્તમસંયમ આરાધક સંતોને નમસ્કાર હો.
હે ઉત્તમસંયમી સાધુઓ!
અમને ઉત્તમ સંયમધર્મની આરાધના આપો.