Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૧પ :
(૭)
ઉત્તમ તપધર્મની આરાધના
શત્રુંજયગિરિ ઉપર ધ્યાનરત પાંડવ ભગવંતો
ધગધગતા અગ્નિનો ઉપદ્રવ થવા છતાં પણ પોતાના
ઉત્તમ ધ્યાનરૂપી તપથી ડગ્યા નહિ. એ જ રીતે
ચૈતન્યધ્યાનમાં રત બાહુબલીભગવાને એક વર્ષ
સુધી અડગપણે ટાઢ–તડકા ને વરસાદના ઉપસર્ગો
સહન કર્યા, ચૈતન્યના ધ્યાનદ્વારા વિષય–કષાયોને
નષ્ટ કર્યા ને ચૈતન્યના ઉગ્ર પ્રતપનવડે કેવળજ્ઞાન
પ્રગટ કર્યું. ઘોર ઉપસર્ગ થવા છતાં પાર્શ્વનાથ
તીર્થંકર નિજસ્વરૂપના ધ્યાનરૂપ તપથી ડગ્યા નહિ;
ન તો તેમણે ધરણેન્દ્ર ઉપર રાગ કર્યો કે ન તો કમઠ
ઉપર દ્વેષ કર્યો. વીતરાગ થઈને કેવળજ્ઞાન પ્રગટ
કર્યું. આવા સ્વસન્મુખ ઉપયોગના ઉગ્ર પ્રતાપવડે
કર્મોને ભસ્મ કરી નાખનારા ઉત્તમ તપધર્મના
આરાધક સંતોને નમસ્કાર હો.
હે ચૈતન્યઉપયોગી સંતો! અમને ઉત્તમ તપધર્મની આરાધના આપો.
(૮)
ઉત્તમ ત્યાગધર્મની આરાધના
હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું, દેહાદિ કાંઈ
પણ મારું નથી–એમ સર્વત્ર મમત્વના ત્યાગરૂપ
પરિણામ વડે ચૈતન્યમાં લીન થઈને મુનિવરો ઉત્તમ
ત્યાગધર્મને આરાધે છે.
વળી શ્રુતનું વ્યાખ્યાન કરવું, સાધર્મીઓને
પુસ્તક, સ્થાનકે સંયમના સાધન વગેરે દેવા તે પણ
ઉત્તમ ત્યાગનો પ્રકાર છે. કોઈ મુનિરાજ ઉત્તમ
નવીન શાસ્ત્ર વાંચતા હોય ને બીજા મુનિરાજમાં તે
શાસ્ત્ર વાંચવાની ઉત્કંઠા દેખે તો તુરત જ બહુમાન
પૂર્વક તે શાસ્ત્ર તેમને અર્પણ કરે છે... એ પણ ઉત્તમ
ત્યાગનો એક પ્રકાર છે. સર્વત્ર મમત્વ ત્યાગીને, સર્વ પરભાવના ત્યાગસ્વરૂપ જ્ઞાનસ્વભાવની
આરાધનામાં તત્પર ઉત્તમ ત્યાગી મુનિવરોને નમસ્કાર હો.
હે નિર્મમ મુનિવરો! અમને ઉત્તમ ત્યાગધર્મની આરાધના આપો.