Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૧૭ :
મુક્ષુવીનો
જીમંત્ર
શાંતિ દ્વારા વિ

જ્ઞાનમૂર્તિ આત્મા શાંત–અકષાયસ્વરૂપી છે, ક્રોધ તેના સ્વરૂપની ચીજ નથી; એટલે,
ક્રોધવડે શત્રુ ઉપર મેળવાતો વિજય એ ખરો વિજય નથી, પણ ક્ષમાવડે ક્રોધ ઉપર મેળવાતો
વિજય એ જ ખરો વિજય છે. ચૈતન્યનો સાધક મોક્ષાર્થી વીર, ગમે તેવા પ્રતિકૂળતાના પહાડ
ખડા થાય તોપણ પોતે પોતાની સાધનાથી ન ડગે, શાંતભાવમાં નિશ્ચલ રહે, ક્રોધાદિ થવા ન દે
કે વેરબુદ્ધિ જાગવા ન દે, તેમાં તેનો ખરો વિજય છે. એવા વિજયવંત વીરોથી જૈનશાસન શોભે છે.
ભગવાન પારસનાથ ઉપર કમઠે ઉપસર્ગ કર્યો.. પાર્શ્વનાથ પ્રભુ શક્તિમાન હતા કે જો ધારે તો
ક્ષણમાત્રમાં કમઠના ચૂરા કરી નાંખે... પરંતુ નહિ! ચૈતન્યના સાધક એ સંત પોતાની સાધનામાં અડોલ
રહ્યા... કમઠ પ્રત્યે ક્રોધવૃત્તિ તેમને જાગી જ નહિ; નેઅંતે શું થયું? શું કમઠ જીત્યો? –ના; ભગવાન
જીત્યા. એનું નામ શાંતિદ્વારા વિજય.
જો ભગવાને પ્રતિકાર વડે કમઠ ઉપર વિજય મેળવ્યો હોત તો તે વિજયની એવી જગપ્રસિદ્ધ
મહત્તા ન હોત–કે જેવી મહત્તા અડોલ શાંતિદ્વારા મેળવેલા વિજયની છે.
(૧) એક રાજા બીજા રાજાને તલવારના બળે હરાવીને વિજેતા બને છે.
(૨) એક મુનિને કોઈ બાણથી વીંધી નાખે છે, –સામર્થ્ય હોવા છતાં મુનિ તેનો પ્રતિકાર નથી
કરતા, ને શાંતભાવે પ્રાણ છોડે છે.
–બેમાં વીર કોણ? ..... વિજયી કોણ?
કોના જેવા થવાનું આપણને ગમશે?
(૧) રાજા તો ક્રોધ કરીને કર્મથી બંધાયો એટલે કર્મ પાસે તેની હાર થઈ.
(૨) અને મુનિએ તો શાંતિદ્વારા કર્મોને ભસ્મ કરી નાંખ્યા એટલે કર્મો ઉપર તે વિજેતા
થયા.
ભગવાન બાહુબલીએ પહેલાં દેહબળે ચક્રવર્તી ઉપર વિજય મેળવ્યો..... ને પછી
વૈરાગ્યબળે વિજય મેળવ્યો. –પરંતુ તેમાંથી વૈરાગ્યબળે મેળવેલો વિજય વધુ બળવાન હતો, અને
એ વિજયે જ બાહુબલીને જગપ્રસિદ્ધ બનાવીને જગતને વૈરાગ્યનો સન્દેશ આપ્યો. બાહુબલીએ
માત્ર દેહબળે ક્રોધથી ચક્રવર્તી ઉપર વિજય મેળવીને રાજ્ય કર્યું હોત તો તે વિજયની એવી