Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 61

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૩૮
કિંમત ન થાત કે જેવી વૈરાગ્યદ્વારા મેળવેલા વિજયની થઈ. – તો જગત તેને માત્ર એક રાજા તરીકે
જોત, ભગવાન તરીકે નહીં.
આ રીતે ક્રોધદ્વારા સામાને હરાવીને મેળવાતો વિજય એ સાચો વિજય નથી. ચૈતન્યની અડોલ
સાધનાના બળે શાંતિદ્વારા મેળવાતો વિજય એ જ સાચો વિજય છે. આ વાત સમજે તે ક્રોધનો વિજેતા
બને. માટે, મુમુક્ષુવીરનો મંત્ર છે કે–
‘શાંતિદ્વારા વિજય’
ગમે તે પરિસ્થિતિ આવે પણ હું ક્રોધિત ન થાઉં ને મારી અડગ સ્વરૂપસાધનાની
શાંતિમાંથી હું ન ડગું, મારી આરાધનામાં (સ્વરૂપસાધનામાં) હું અડોલ રહું, તો પછી કોની
તાકાત છે વિશ્વમાં કે મને હરાવે! અકષાયી શાંતિદ્વારા કષાયોને અને કર્મોને જીતીને હું મોક્ષનો
વિજેતા બનીશ.
–આ છે મુમુક્ષુવીરનો જીવનમંત્ર!
ગુપ્તજ્ઞાન
આત્મસ્વભાવની સન્મુખ થતાં સમભાવરૂપ
આત્માનંદ થાય છે. તે સ્વભાવને ભગવાનની વાણીએ
પ્રકાશિત કર્યો છે. સ્વાનુભવ તે સંસારથી તારનાર છે,
અને સ્વાનુભવરૂપ જે મોક્ષમાર્ગ તેનું ગુપ્તજ્ઞાન અનુભવી
જ્ઞાની સન્તોએ પ્રગટ કર્યું છે.
– અષ્ટપ્રવચન
સમ્યગ્દર્શન
મોક્ષાર્થીને સૌથી પહેલાં સમ્યગ્દર્શન આવશ્યક છે;
સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગમાં એક પગલું પણ જવાતું
નથી. સમ્યગ્દર્શન વગરનું બધુંય નીરસ છે, નિઃસાર છે;
માટે સમ્યગ્દર્શનની શ્રેષ્ઠતા જાણીને તેનો પ્રયત્ન મુમુક્ષુએ
કર્તવ્ય છે.
– અષ્ટપ્રવચન